સંપાદનો
Gujarati

ભારતીય કલાકારો માટે માનસી ગુપ્તાએ અમેરિકામાં ખોલી દીધી ‘Tjori’

13th Oct 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

ઉદ્યોગસાહસિક તરીકે ‘Tjori’ (તિજોરી)ના સ્થાપક માનસી ગુપ્તાએ લોકો અને પરિસ્થિતિઓને સંભાળવાનું શીખી લીધું છે. ‘Tjori’ ઉત્તરી અમેરિકામાં ભારતીય હસ્તશિલ્પો ઉપલબ્ધ કરાવતી એક ઉત્તમ કક્ષાની ઓનલાઈન દુકાન છે જેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. માનસીએ એક ઉદ્યોગસાહસિકના રૂપે અત્યાર સુધીમાં અનેક પડકારોનો સામનો કર્યો છે અને હવે જ્યારે ‘Tjori’ પોતાના વિકાસપથ પર અગ્રેસર છે ત્યારે તે કહે છે, “તેણે મને એક એવા મનુષ્ય તરીકે પરિવર્તિત કરી દીધી છે જે માને છે કે કોઈ કામ શરૂ કરવા માટે શક્તિ કે કોઈ પીઠબળની આવશ્કતા છે જ નહીં.”

image


બાળપણ અને શરૂઆતના વર્ષો

માનસીનો જન્મ અને ઉછેર જમ્મુમાં થયો હતો. તે સમયે તેમને હરવા-ફરવાનો ખૂબ જ શોખ હતો. હકિકતમાં તો તે એવા પરિવારની સભ્ય હતી જેને હંમેશા પ્રવાસ-પર્યટન પ્રત્યે આકર્ષણ રહેતું હતું. તેઓ ભારતમાં ગમે તે સ્થળે પ્રવાસ માટે પહોંચી જતાં અને તે વિસ્તારની વિરાસત અને ખાસિયત ગણાતી વસ્તુઓ લઈને આવતા. પર્યટન અને હસ્તશિલ્પ અંગે તેમને શરૂઆતમાં થયેલા અનુભવે તેમના મનમાં ભારતીય હસ્તશિલ્પ પ્રત્યેનું આકર્ષણ વધારી દીધું.

તેમનો અભ્યાસ એમ.એચ.એ.સી સ્કૂલ, નાગબનીમાં તથા મહારાજા હરીસિંહ સ્કૂલ, જમ્મુમાં થયો હતો. 2004માં તે સ્નાતકનો અભ્યાસ કરીને પુણે પહોંચ્યા, જ્યાં તેમણે પુણે વિશ્વવિદ્યાલયથી બીસીએ કર્યું અને પછી વેલ્સ વિશ્વવિદ્યાલય, યુકેથી અનુસ્નાતકની ડિગ્રી લીધી. ત્યારપછી તેમણે ભારત પરત ફરીને આઈબીએમમાં થોડા સમય માટે નોકરી પણ કરી.

ત્યારપછી તેમણે કામકાજી ઉદ્યોગસાહસિકો માટે વોર્ટન દ્વારા શરૂ કરાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો અને જ્યારે તે વોર્ટનમાં હતા, ત્યારે પહેલી વખત તેમના મનમાં ‘Tjori’ શરૂ કરવાનો વિચાર આવ્યો.

માનસી પોતાની વોર્ટન મોરક્કો યાત્રાને યાદ કરતા જણાવે છે કે, તેઓ ત્યાંથી હસ્તશિલ્પો અને હસ્તકલાના અન્ય નમૂના પોતાની સાથે લાવ્યા હતા. તેઓ પ્લેનમાં મુસાફરી કરવા દરમિયાન નડતી સમસ્યાઓના કારણે પોતાની પસંદગીની દરેક વસ્તુ લાવી શક્યા નહીં.

ઉદ્યોગસાહસિકતા તરફ ડગ માંડ્યા

વોર્ટનમાં રહેવા દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે, ઉત્તરી અમેરિકામાં ભારતીય હસ્તશિલ્પોની મોટાપાયે માગ છે. તેઓ જણાવે છે, “સામાન્ય તપાસ કરતા માલૂમ પડ્યું કે ભારતીય હસ્તશિલ્પનું બજાર 32 બિલિયન યુએસ ડોલરનું છે.” ત્યારબાદ તે હસ્તશિલ્પના વેપારમાં હાથ અજમાવવા અંગે વિચારવા લાગ્યા. તેમને થયું કે ઉત્તરી અમેરિકામાં વિશાળ બજાર ઉપલબ્ધ છે પણ પરંપરાગત દલાલોના કારણે વસ્તુ ગ્રાહકો સુધી પહોંચતા પહોંચતા ખૂબ જ મોંઘી થઈ જતી હોય છે. આ સમસ્યાનું સમાધાન લાવવું પડશે. માનસી જણાવે છે, “મારો વિચાર એવો હતો કે, ભારતના શિલ્પકારો, વણકરો અને કલાકારોના હસ્તશિલ્પ યોગ્ય કિંમતે તથા સુવિધાજનક રીતે તેના ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે.” ‘Tjori’ ચોક્કસ સમયમાં પોતાનો સામાન વેચવાના મોડલ પર કામ કરે છે, જેથી ગ્રાહકોને નવા નવા આશ્ચર્યની જેમ દરરોજ નવી નવી વસ્તુઓ ખરીદવાનો આનંદ પ્રાપ્ત થતો હતો તથા તેમના મનમાં એમ થયા કરતું કે સામાન ખૂટી પડે તે પહેલાં તેને ખરીદી લઈએ.

‘Tjori’ (તિજોરી)

માનસી હળવાશથી જણાવે છે, “એક રીતે આ ઉદ્યોગ ખજાનાની શોધ જેવો છે અને એટલે જ તેનું નામ પણ ‘Tjori’ (તિજોરી) રાખવામાં આવ્યું. ફિલાડેલ્ફિયામાં રહેવા દરમિયાન જ આ વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો હતો તેથી તેની યોજના પણ અહીંયા જ બની. એવું કહી શકાય કે આ દરમિયાન હું કેટલાક લોકોને મારી સાથે જોડવામાં સફળ રહી હતી પણ તેમનો આંકડો ખૂબ જ નાનો હતો. અમે 2012માં ભારત પરત આવ્યા અને પ્રારંભિક સ્તરથી કામ કરવાની શરૂઆત કરી. જાન્યુઆરી 2013માં કંપની અસ્તિત્વમાં આવી.”

image


તે આગળ જણાવે છે, “મેં જ્યારે વેબસાઈટની શરૂઆત કરી તો તે પહેલાં દિવસે જ ક્રેશ થઈ ગઈ. અમારે કેટલાક દિવસો માટે કામ બંધ કરવું પડ્યું જ્યારે અમારી પાસે 250 ઓર્ડર આવી ગયા હતા. ઓક્ટોબર-નવેમ્બર 2012 સુધીમાં અમારી ટીમના સભ્યોની સંખ્યા પાંચ થઈ ગઈ હતી.”

‘Tjori’ની શરૂઆત કરવામાં આવી ત્યારે તે ઉત્તરી અમેરિકામાં જ સેવા આપતી હતી અત્યારે ભારતભરમાં પોતાની સેવા આપે છે. માનસી જણાવે છે કે, તેમના આ સાહસની વિશેષતા એ છે કે, તેઓ સમયસીમામાં કામ કરવાનું મોડેલ અપનાવી બેઠા છે. તેના દ્વારા દરેક ગ્રાહકને નિશ્ચિત સમયમર્યાદામાં વસ્તુ ખૂટી પડવાનો અને તે પહેલાં ખરીદી કરી લેવાની ઈચ્છા જાગે.

માનસી જણાવે છે કે તેમનો સૌથી પડકારજનક સમય એ હતો જ્યારે તેમણે ભારતમાં પણ પોતાનો વ્યવસાય વિસ્તારવાનું શરૂ કર્યું હતું. પોતાના ભાગીદાર અંકિત સાથે જોડાઈને કરેલી સાહસની શરૂઆત ખૂબ જ યાદગાર રહી. “કોઈ પ્રોફેશનલ ભાગીદારની સરખામણીએ મને અંકિત પાસેથી વધારે મદદ મળી. મને કાયમ અંકિત પાસેથી કોઈપણ પ્રકારની શરત વગરનું સમર્થન મળતું રહ્યું છે. તે મારો સલાહકાર અને રોકાણકાર પણ છે. તેના માર્ગદર્શન અને ઉપયોગી કામગીરીએ ‘Tjori’ને વધારે મજબૂત બનાવી છે.”

પ્રેરણા

માનસી માટે પોતાના કામ પ્રત્યે સતત ઉત્સાહી બન્યા રહેવું ક્યારેય મુશ્કેલ નહોતું, કારણ કે તેમને નાની-મોટી વાતોમાંથી પ્રેરણા મળતી હતી જે તેમના માટે પર્યાપ્ત હતી. તે જણાવે છે, “હું કોઈના દબાણમાં કામ નથી કરી શકતી, કારણ કે હું એવી રચના ઈચ્છું છું, જેના આધારે દુનિયા મારા મૃત્યુ પછી પણ મને યાદ કરે.” ભવિષ્યની યોજનાઓ અંગે આવાનારા વર્ષોમાં ‘Tjori’ને વિકસિત જોવા માગે છે. તે પોતાની ટીમના સભ્યો, અથવા તો કર્મચારીઓ અને કલાકારોની સંખ્યામાં વૃદ્ધિ કરવા માગે છે, જેથી તે દુનિયાના બીજા દેશોમાં પણ તેઓ પોતાની સેવાઓ પ્રદાન કરી શકે.

નવો ઉદ્યોગ શરૂ કરનારી મહિલાઓ માટે મહત્વની ૩ ટિપ્સ:

1. મનની શાંતિ અને સંયમ જાળવી રાખો તથા સમગ્ર સમય પોતાના કામમાં જ વ્યસ્ત રહો.

2. પોતાના કામને પ્રેમ કરો અને એ જ કામ કરો જેને ખરેખર કરવાની તમને ઈચ્છા હોય.

3. હંમેશા બધા સાથે મિત્ર જેવો વ્યવહાર રાખવાનો પ્રયાસ કરો.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags