ધર્મથી મોટી છે માનવતા, જાણો કેવી રીતે સદફ આપાએ બચાવ્યો ગર્ભવતી રાજકુમારી અને તેના બાળકનો જીવ

By YS TeamGujarati
May 10, 2016, Updated on : Thu Sep 05 2019 07:17:16 GMT+0000
ધર્મથી મોટી છે માનવતા, જાણો કેવી રીતે સદફ આપાએ બચાવ્યો ગર્ભવતી રાજકુમારી અને તેના બાળકનો જીવ
માનવતા અને પ્રેમનું જીવતું ઉદાહરણ બની એક ગરીબના ઘરની ખુશીઓ લાવનારી સદફ આપાની હકીકત
Clap Icon0 claps
 • +0
  Clap Icon
Share on
close
Clap Icon0 claps
 • +0
  Clap Icon
Share on
close
Share on
close

વેદ, પુરાણ, ગીતા, મહાભારત, કુર્રાન, બાઈબલ... ધર્મગ્રંથ કોઈ પણ હોય- ધર્મ કોઈ પણ હોય, તેણે હંમેશાં આપણને એમ કહ્યું છે કે એક મહિલા ત્યાગ, બલિદાન, મમતાની મૂરત હોય છે. અને ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલી કોઈ પણ રચના એક નારીથી સુંદર નથી હોતી. કહેવાય છે કે શક્તિથી જ ઊર્જાનો સંચાર થાય છે. શક્તિ વિના ઊર્જાની કલ્પના વ્યર્થ છે.

ઉપરની પંક્તિઓ વાંચીને કદાચ તમે એ વિચારવા પર મજબૂર થઈ ગયા હો કે આખરે એવું શું છે, કે આજે એક વાર્તાની શરૂઆતમાં આપણે એટલા આધ્યાત્મિક થઈ ગયા છીએ? આજે વાત જ કંઈ એવી છે. આજની અમારી જે આ વાર્તાની સ્થિતિનું નિર્માણ 22 ફેબ્રુઆરી 2016એ તૈયાર થયું હતું, પરંતુ તે આજે પણ એટલી જ તાજી છે, એટલી જ અનન્ય છે, જેટલી તે 22 ફેબ્રુઆરીએ હતી. 22 ફેબ્રુઆરીએ રોહિતનો જન્મ થયો હતો. આમ તો રોહિત પણ ભારતમાં જન્મ લેનારા કરોડો બાળકોમાંથી એક છે, પરંતુ એક વાત જે તેને કરોડોથી અલગ કરે છે તે છે તેના જન્મથી જોડાયેલી વાર્તા. આ વાર્તાના અમુક પાત્ર કંઈક આવા છે. રોહિત, વ્યવસાયે ચોકીદાર તેનો ગરીબ બાપ કે.ડી. લાલ, રોહિતની માતા રાજકુમારી અને 'સદફ આપા'.

image


આગળ વધવા પહેલાં તમને અમે 'સદફ આપા'ની ઓળખ કરાવી દઈએ. સદફ આપા લખનઉની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષિકા છે, જેને આપણે રોહિતની બીજી માતા કહી શકીએ છીએ. સદફ આપા અને તેમની સમજણ જ એ કારણ છે, જેના લીધે આજે કે.ડી. લાલ અને રાજકુમારીના આંગણામાં રોહિતનો કલબલાટ ગૂંજી રહ્યો છે.

image


કંઈક આવું થયું હતું 22 ફેબ્રુઆરીના દિવસે!

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના પોલિટેકનિક ચારરસ્તા, ફેબ્રુઆરીની એક આળસી બપોરની ગુલાબી ઠંડી, આસપાસ જમા થયેલી ભીડ અને સામે કણસતી એક ગર્ભવતી મહિલા અને તેનો પતિ.

લોકો તમાશો જોઈ રહ્યા હતા, ભીડમાં હાજર અમુક લોકો મોબાઈલ કાઢીને વીડિયો શૂટ કરી રહ્યા હતા, તો અમુક લોકો મહિલાનો ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત હતા. લોકો શિખામણ પણ આપી રહ્યા હતા ‘અરે મહિલાને છાંયામાં બેસાડો’, ‘છાંયો કરી આપો, તેને ડિવાઈડર પર જ સૂઈ રહેવા દો.’

જો કે, સદફ આપા પણ રોજની જેમ છૂટ્યા બાદ તેના દીકરા હુમૈદની સાથે સ્કૂલથી ઘરી જઈ રહ્યાં હતાં. ત્યાંથી પસાર થતાં કસમયે એકઠી થયેલી ભીડે તેનું પણ ધ્યાન આકર્ષિત કર્યું અને તે પણ મામલાની તપાસ કરવા માટે ગાડીમાંથી નીચે ઉતર્યાં. તેમણે સામે જે જોયું તેનાથી તેમની આંખ ફાટેલી રહી ગઈ. તેમની સામે એક ગર્ભવતી સ્ત્રી હતી, જે લેબર પેઈનથી તડપી રહી હતી, અને ત્યાં હાજર લોકો તમાશો જોઈ રહ્યા હતા.

image


સદફ આપાએ હુમૈદને ઝડપથી ઘરે છોડ્યો અને પાછા ઘટનાસ્થળ તરફ પાછા વળ્યાં. ભીડ હજુ પણ હતી, લોકો હજુ પણ એકઠા થયેલા હતા, મહિલા હજુ પણ દર્દથી કણસી રહી હતી, મહિલાનો ગરીબ પતિ હજુ પણ કોઈ ચમત્કારની રાહમાં હતો. આવતાં જ સદફ આપાએ તે મહિલાના પતિને બોલાવ્યા અને '108' પર ફોન કર્યા બાદ અમુક નાણાં આપ્યાં. હવે ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ આવી ચૂકી હતી. આપા દ્ગારા મહિલાને 'કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ' લઈ જવામાં આવી, જ્યાં 'સી સેક્શન' બાદ મહિલાએ આ 'સુંદર અને સ્વસ્થ' બાળકને જન્મ આપ્યો. નોંધવા જેવી બાબત એ છે કે સદફ આપાએ આ બાળકનું નામ 'રોહિત' રાખ્યું છે.

image


આ પૂરી ઘટના અંગે જાણકારી આપતાં 'સદફ આપા'એ જણાવ્યું,

"એક મહિલાનું દર્દ, તે પણ ખાસ કરીને 'લેબર પેઈન' જેવું દર્દ એક મહિલા જ સમજી શકે છે, અને મેં તે જ કર્યું જે દેશની એક જવાબદાર મહિલા નાગરિકે કરવું જોઈતું હતું."

સદફ આપાનું એ પણ કહેવું છે કે ધર્મ કોઈ પણ હોય, તે હંમેશાં માનવતા અને ભાઈચારાનો માર્ગ બતાવે છે, અને વ્યક્તિ પોતાની જાતને ત્યારે જ માનવ કહે, જ્યારે તેની માનવતા બાકી રહી હોય.

image


રોહિત વિશે જાણકારી આપતાં સદફ આપાએ જણાવ્યું,

"રોહિતના પિતાની આર્થિક સ્થિતિ સારી નથી, અને તેમનો પરિવાર મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, એટલે તેમણે વ્યવસાયે ચોકીદાર બાળકના પિતા કે.ડી. લાલને આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી તેમનું જીવન છે તે જ આ બાળકના સંપૂર્ણ લાલનપાલન અને તેના પૂરા અભ્યાસની જવાબદારી ઉઠાવશે."

પૂછવા પર સદફે એ પણ જણાવ્યું છે કે, તેમની ખૂબ ઈચ્છા છે કે આગળ જઈને આ બાળક એક સારો નાગરિક બની શકે, જેથી આપણી આવનારી પેઢી માનવતા અને સંસ્કૃતિને આગળ લઈ જઈ શકે.

સદફ આપાએ સમાજ માટે એક ઉદાહરણ ઊભું કરતાં સંદેશ આપ્યો છે કે આપણે હિન્દુ, મુસલમાન, શિખ, ઈસાઈ બાદમાં છીએ અને પહેલાં એક માણસ છીએ. અને જો આપણી અંદર માનવતા નથી - જો આપણા હૃદયમાં પ્રેમ, ત્યાગ અને બલિદાનની જ્યોત ન પ્રજ્વલિત ન થાય તો પછી ચાહે કાબા હોય કે કાશી, કે બધા તીર્થ, નમાઝ અને પૂજા-અર્ચના બધું વ્યર્થ છે.

લેખક- બેલાલ જાફરી

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

તારા પાટકર પત્રકારત્વ છોડીને રોટી બેંક દ્વારા ભુખ્યાને ભોજન કરાવે છે!

સમાજમાં સ્માઈલ ફેલાવતું અભિયાન ‘થૅંક યૂ ઈન્ડિયા’

રાહ જોઇને કંટાળેલા, રાજસ્થાનના ગ્રામવાસીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા જાતે જ બસ ખરીદી!

Clap Icon0 Shares
 • +0
  Clap Icon
Share on
close
Clap Icon0 Shares
 • +0
  Clap Icon
Share on
close
Share on
close