સંપાદનો
Gujarati

'ઇન્વેસ્ટ કર્ણાટક'- રોકાણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની પહેલ સમી ગ્લોબલ સમિટનો શુભારંભ

YS TeamGujarati
3rd Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

રોકાણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતામાં અગ્રણી કર્ણાટક ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે

ઇન્વેસ્ટ કર્ણાટક 2016 ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ, અગ્રણી ઉદ્યોગસાહસિકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓની મોટા પાયે હાજરી જોવા મળી. કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે, કર્ણાટક સંસાધનો, શ્રેષ્ઠ હ્યુમન રિસોર્સ અને પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકોનો કુદરતી ફાયદો ધરાવે છે.

અરુણ જેટલીએ ઉમેર્યું,

"મારું માનવું છે કે આ તમામ ફાયદા સાથે કર્ણાટક દેશની આર્થિક વૃદ્ધિ કરતાં વધુ બે ટકા વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે.” 

આવો જ મત રજૂ કરતાં કેન્દ્રિય શહેરી વિકાસ પ્રદાન વૈંકયા નાયડુએ કહ્યું હતું કે, કર્ણાટક દેશના અન્ય રાજ્યો કરતાં વધારે લાભદાયક સ્થિતિમાં છે અને તેને કેન્દ્રનો સંપૂર્ણ સાથસહકાર મળે છે.

image


રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જગતભરમાં રોકાણકારોને આમંત્રણ આપીને દેશમાંથી ગરીબી દૂર કરવા માંગે છે. કર્ણાટકના ઉદ્યોગપ્રધાન આર વી દેશપાંડેએ કહ્યું,

"ઇન્વેસ્ટ કર્ણાટક એમઓયુ કરવા માટેની સમિટ નથી. તે રોકાણકારો માટે એક મિલન સ્થળ છે. જોકે રાજ્યની વૃદ્ધિ સુનિશ્ચિત કરવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જરૂરિયાત વધી રહી છે."

ઇન્વેસ્ટ કર્ણાટકના ઉદ્ઘાટનમાં કેન્દ્રિય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રાજ્યમાં રોડ વિકસાવવા રૂ. એક લાખ કરોડનું વચન આપ્યું હતું. આ જ મંચ પર ટ્રાફિકની ગીચતાની સમસ્યા પર બોલતાં તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ સમસ્યાઓનું સમાધાન કરવા ટૂંક સમયમાં ખભેખભો મિલાવીને કામ કરશે.

દરમિયાન કર્ણાટકના ઉદ્યોગપ્રધાન આર વી દેશપાંડેએ કહ્યું,

"કર્ણાટક ભારતનું ભવિષ્ય છે. અમે સ્ટીલ, કૃષિ, ટેકનિકલ, મેડિકલ, સ્ટાર્ટઅપ્સ અને ઉત્પાદનમાં રોકાણ મેળવવામાં ટોચ પર છીએ. કર્ણાટક દેશમાં રોકાણ આકર્ષવાના કાર્યક્રમો શરૂ કરવામાં પથપ્રદર્શક છે. વર્ષ 2000માં અમે જ આ શરૂઆત કરી હતી અમે મેક ઇન ઇન્ડિયાને સપોર્ટ કરીશું."

ઇન્વેસ્ટ કર્ણાટકમાં 300 પ્રદર્શકો હાજર છે અને ડીપીઆર પાસે 140થી વધારે પ્રોજેક્ટ વેબસાઇટ પર છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપ્સનો સ્વાભાવિક રીતે વિકાસ થઈ રહ્યો છે અને એરોસ્પેસમાં શ્રેષ્ઠ સંભવિતતા ધરાવે છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, દેશમાં વધુ ઉત્પાદન સેટઅપ્સનું નિર્માણ કરવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

રાજ્યમાં કેમિકલ ક્ષેત્રમાં નવી પહેલો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યમાં કૃષિ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ પ્રધાન અનંત કુમારે રાજ્યમાં 13 લાખ મેટ્રિક ટન ફર્ટિલાઇઝર પ્લાન્ટની ખાતરી આપી હતી. રાજ્ય અને કેન્દ્ર બંને સરકારના પ્રધાનોએ સંયુક્તપણે વૈશ્વિક રોકાણકારોને કર્ણાટકમાં રોકાણ કરવાની અપીલ કરી હતી.

કર્ણાટકમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે, પણ અત્યાર સુધી આઇટી ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત થયું છે. ઇન્વેસ્ટ કર્ણાટક પહેલ સાથે હવે ઉત્પાદન અને કૃષિ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કર્ણાટકમાં પ્લાસ્ટિક ટેકનોલોજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


લેખક- સિંધુ કશ્યપ અને વિશાલ ક્રિષ્ના

અનુવાદક- કેયૂર કોટક


ઇન્વેસ્ટ કર્ણાટકને લગતી અન્ય માહિતી અને અપડેટ મેળવવા અમારા Facebook Page ને લાઈક કરો


હવે વાંચો આ સંબંધિત આર્ટિકલ્સ:

કર્ણાટકને 'સ્ટાર્ટઅપ હબ' બનાવવા દિવસ-રાત એક કરતા મહિલા IAS અધિકારી રત્ના પ્રભા!

કર્ણાટકના ઉદ્યોગજગતમાં સફળતાના શિખરો કરતી મહિલા ઉદ્યોગસાહસિકો

'સ્ટાર્ટઅપ્સ' કર્ણાટકનું ભવિષ્ય છે: કર્ણાટકને સ્ટાર્ટઅપ્સની રાજધાની બનાવવાની ઉદ્યોગપ્રધાન આર.વી.દેશપાંડેની યોજના

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો