સંપાદનો
Gujarati

જૂનાં ‘વેસ્ટ’ ડેનિમમાંથી ‘બેસ્ટ’ ચીજવસ્તુઓ બનાવતા પ્રભાએ ચીતર્યો નવો ચીલો!

29th Jan 2016
Add to
Shares
12
Comments
Share This
Add to
Shares
12
Comments
Share

પર્યાવરણનું રક્ષણ અને જતન કરવાની વાતો કરવી એક બાબત છે, જ્યારે ખરેખર આ માટે પ્રયાસ કરવા બીજી બાબત છે. તેના માટે પ્રતિબદ્ધતા અને હિંમત જોઈએ. આવી જ હિંમત અને પ્રતિબદ્ધતા બેંગલુરુમાં રત્ના પ્રભા રાજકુમારે દાખવી છે. તેઓ પોતાના ઘરેથી અપસાઇકલિંગ બુટિક 'બ્લૂમેડગ્રીન' ચલાવે છે. બ્લૂમેડગ્રીન નામ રાખવા પાછળનું કારણ એ છે કે તેઓ ડેનિમ ફેબ્રિકનું અપસાઇકલિંગ કરે છે. જો તમે ઉત્પાદનોની ગુણવત્તા અને તેનું ફિનિશિંગ જુઓ તો ઓછામાં ઓછા એક દાયકો ચાલશે તેવું તમારે માનવું પડશે.

image


શરૂઆત

તો પ્રભા જેવી એકાઉન્ટન્ટ અને ફેશન ડિઝાઇનરે અપસાઇકલિંગ ક્ષેત્રમાં શરૂઆત કેવી રીતે આવી? વાત વર્ષ 2000ની છે. તે સમયે પ્રભા, તેમના પતિ અને તેમની પુત્રી ચીનના કેન્ટોન કે ગુઆંગઝોમાં રહેતા હતા. પ્રભા મેસ્ક્વેરેડ બોલ નામના એક કાર્યક્રમમાં પોતાની દિકરી માટે કથકલી કોસ્ચ્યુમ બનાવવા ઇચ્છતી હતી. આ વિશે તે કહે છે,

"અમે ચીનમાં હતાં, જ્યાં કથકલી માટેના વસ્ત્રો ઉપલબ્ધ નહોતા. હું મારી દિકરી કથકલીના વસ્ત્રો પહેરે તેવું ઇચ્છતી હતી એટલે મારી રીતે સંપૂર્ણ કોસ્ચ્યુમ બનાવવાનો નિર્ણય લીધો હતો. એક અઠવાડિયામાં તૈયાર થઈ ગયા. તે મારો રિસાઇકલિંગ કરવાનો પ્રથમ પ્રયાસ હતો અને ઘણા લોકોએ મારી પ્રશંસા કરી. મેં તાજ, બુટ્ટી, બંગડી વગેરે ખાલી કાર્ટન, અખબારો અને મિનરલ વોટરની બોટલમાંથી બનાવ્યાં હતાં."

પછી પ્રભાએ ઘરની આસપાસ અન્ય રિસાઇકલિંગ પ્રોજેક્ટ હાથ ધર્યા હતા. તેને હંમેશા જૂની ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવાની મજા આવતી હતીઃ ચોકલેટ બોક્સમાંથી ચાની ટ્રે, પાઠ્યપુસ્તકો અને કાર્ટોનમાંથી ફોટો ફ્રેમ વગેરે વેસ્ટમાંથી બેસ્ટ થતું હતું. તે કહે છે,

"આ ચીજવસ્તુઓ બનાવવી મુશ્કેલ નથી તો પણ કશું નવું બનાવવાનો સંતોષ મળે છે."

અપસાઇકલિંગ અને ડાઉનસાઇકલિંગ એટલે શું?

આપણે રિસાઇકલિંગ, અપસાઇકલિંગ અને ડાઉનસાઇકલિંગ શબ્દોનો ઉપયોગ પ્રમાણમાંથી છૂટથી કરીએ છીએ, છતાં અહીં તેમની સરળતાપૂર્વક સ્પષ્ટતા કરવામાં આવી છે. અપસાઇકલિંગ અને ડાઉનસાઇકલિંગ બંને રિસાઇકલિંગના સ્વરૂપ છે. અપસાઇકલિંગએટલે જ્યારે કોઈ નિકાલ કરી શકાય તેવી ચીજવસ્તુમાંથી ફરી ઉપયોગી કરી શકાય તેવી વસ્તુ બનાવવી. ડાઉનસાઇકલિંગ એટલે નિકાલ કરી શકાય તેવી ચીજવસ્તુઓને ઓછા કિંમતી કે ઓછા ઉપયોગી ઉત્પાદનોમાં પરિવર્તિત કરવી. ચોક્કસ આ સમજણ અતિ સરળ છે અને આ શબ્દોની વિસ્તૃત સમજણ મેળવવા કોઈ પણે રિસાઇકલિંગના આધુનિક પાસાંથી પરિચિત થવું જોઈએ.

પ્રભા ન્યૂઝપેપર બેગ બનાવવાની વર્કશોપમાં સમજાવે છે

પ્રભા ન્યૂઝપેપર બેગ બનાવવાની વર્કશોપમાં સમજાવે છે


માતાનો પ્રભાવ અને પ્રેરણા

પ્રભાની માતા 25થી વધારે વર્ષથી કેરળમાં બુટિક ચલાવે છે. તેમને 72 વર્ષની ઉંમરે ભીંત ચિત્રો શીખનાર શ્રીમતી દક્ષાયનીમાંથી પ્રેરણા મળી હતી. પ્રભા તેમનાથી બાળપણથી પ્રભાવિત હતી. તેમણે પ્રભાને 11 વર્ષની ઉંમરે ગૂંથણકામ શીખવ્યું હતું. હકીકતમાં તેમની અસર હેઠળ જ પ્રભાવ સીવણકામ શીખવા પ્રેરિત થઈ હતી અને કોઈ પણ રચનાત્મક અને સુંદર ડિઝાઇન બનાવવા જરૂરી બારીકાઈ શીખી હતી. પ્રભા કહે છે કે, પોતાની માતા સિવાય તેની તરુણ દિકરી અને પતિ તેમને સારી એવી પ્રેરણા પૂરી પાડે છે. તેઓ પ્રભાની પ્રશંસા કરે છે, તો સાથે સાથે કશું ખૂટતું હોય તો ધ્યાન પણ દોરે છે.

જોકે પ્રભાને રિસાઇકલિંગ તરફ તેનો વોર્ડરોબ દોરી ગયો હતો. તેના વોર્ડરોબમાં મોટા ભાગે એવા વસ્ત્રો હતાં, જેને ભાગ્યે જ તેણે પહેર્યા હતા. પ્રભા કહે છે,

"અમે મોટા ભાગના વસ્ત્રો ઘરકામ કરતાં નોકરોને આપી દેતાં હતાં. પણ ઘણી વખત અમારા કિંમતી વસ્ત્રો તેમની જીવનશૈલીને અનુકૂળ નહોતા એટલે તેમને પણ ઉપયોગી નહોતા. એટલે શરૂઆતમાં મેં તેમાંથી અપસાઇકલ એટલે નવા ગાર્મેન્ટ બનાવવાનો વિચાર કર્યો હતો (ડ્રેસ ડિઝાઇનર તરીકે, હું અપસાઇકલ ગાર્મેન્ટનો જ વિચાર કરતી હતી). બે બાબતોએ મને નિરાશ કરી હતી. એક, હું તમામ પ્રકારના ફેબ્રિકને સંચાલિત કરી શકતી નહોતી. બે, ઇન્વેન્ટરીનો સંગ્રહ અને તેની જાળવણી માટે ઘણી સ્પેસ અને રિસોર્સની જરૂર હતી. દરમિયાન મેં મારી ભત્રીજી માટે અમારા નકામા જીન્સમાંથી ફ્રોક અને મારી દિકરી માટે બેગ બનાવી હતી. આ રીતે મેં મોટા ભાગનું કામ ડેનિમ સાથે કરવાનો નિર્ણય લીધો હતો."

તેણે ડેનિમને અપસાઇકલ કરવાનો નિર્ણય લીધો હતો, જેથી જૂનાં જીન્સની જોડીનો ફરી નવા ડેનિમ ઉત્પાદનો તરીકે ઉપયોગ કરી શકાય.

પર્યાવરણની ચિંતા

પ્રભાએ સાહસ શરૂ કર્યા પછી તેનામાં ઘણું પરિવર્તન આવ્યું છે. તે કહે છે,

"પ્રદર્શનો અને કાર્યક્રમો દરમિયાન હું પર્યાવરણની ખરેખર ચિંતા હોય તેવા ઘણા લોકોને મળી હતી. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું હતું. મેં વર્કશોપમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને તેમાં મેં મારી રીતે જૂનાં ગાર્મેન્ટમાંથી ફેબ્રિક બેગ બનાવવાનું શીખવ્યું હતું. હું મારી પોતાન જીવનશૈલી વિશે વધુને વધુ વાકેફ થઈ. તેમાંથી મને આપણી જીવનશૈલી પર્યાવરણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેવી રીતે અસર કરે છે તે સમજવામાં મદદ મળી."
image


'બ્લૂમેડગ્રીન'માં પ્રભા બે પ્રકારના નવીન અને પ્રેક્ટિકલ ઉત્પાદનો (શોપિંગ બેગ્સ) ડિઝાઇન કરે છે, જેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. અન્ય ઉત્પાદનોમાં સામેલ છે – બેકપેક્સ, લેપટોપ બેગ્સ, હેન્ડબેગ, સ્લિંગ બેગ, ડેનિમ સ્કર્ટ, જેકેટ, ફ્રોક્સ, એપ્રોન્સ, ઓર્ગેનાઇઝર્સ, કુશન કવર્સ અને બેડસ્પ્રેડ.

પડકારો અને ભવિષ્ય

પ્રભા પડકારો વિશે જણાવે છે, "સારું ફિનિશિંગ ધરાવતા ઉત્પાદનો બનાવવા માટે સારી તાલીમ અને સમયની જરૂર હોય છે. દરેક વખતે નવી ડિઝાઇન બનાવવી પડકારજનક છે, જેની મને મજા આવે છે. બ્લૂમેડગ્રીનના તમામ ઉત્પાદનો વિશિષ્ટ છે એટલે કે કોઈ પણ બે ઉત્પાદનો એકસરખા હોતા નથી! ચોક્કસ, ઘણાં ઉત્પાદનો કસ્ટમાઇઝ (ગ્રાહકની જરૂરિયાતો અનુસાર) હોય છે અને કોઈ પણ વ્યક્તિ અપસાયકલ પ્રોડ્કટ માટે ઓર્ડર આપી શકે છે."

પ્રભાને મોટા ભાગના કસ્ટમાઇઝ ઓર્ડર ફેસબુક અને/અથવા વ્યક્તિગત સંપર્ક દ્વારા મળે છે. જ્યારે માઉથ-પબ્લિસિટી દ્વારા થોડા ગ્રાહકો મળ્યાં છે, ત્યારે પ્રભા નવા ક્લાયન્ટ્સ મેળવવા પ્રદર્શનો અને કાર્યશાળાઓ પણ યોજે છે. અત્યારે બ્લૂમેડગ્રીન ચેન્નાઈમાં ગોલી સોડા મારફતે ઓનલાઇન વેચાણ કરે છે, પણ તે ઇ-કોમર્સ માધ્યમ મારફતે વિસ્તરણ કરવાની યોજના પણ ધરાવે છે.

તે ફંડ મેળવવાની યોજના ધરાવે છે? “કદાચ, બહુ નક્કી નથી,” તેવું તે હસતાં હસતાં કહે છે.


લેખક- સૌમિત્ર કે ચેટર્જી

અનુવાદક- કેયૂર કોટક

Add to
Shares
12
Comments
Share This
Add to
Shares
12
Comments
Share
Report an issue
Authors

Related Tags