સંપાદનો
Gujarati

ગાંધીધામથી શરૂ થયેલી ‘હોફ’ ઝોનની સફળ સફર, ફર્નિચરની એક દુકાનમાંથી આજે ભારતભરમાં 16થી પણ વધારે સ્ટોર્સ!

28th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

શેફાલી કે. કલેર

‘હોફ’ પ્રથમ વાર આ શબ્દ વાંચતા કદાચ મનમાં એવો પ્રશ્ન આવશે કે હોફ શું છે. પરંતુ આ એજ હોફ ફર્નિચરની વાત છે જેનું ફર્નિચર અને ખાસ કરીને ખુરશીઓ આજે ભારતની દરેક કોર્પોરેટ ઓફિસીસમાં જોવા મળે છે. હોફની સફર અમદાવાદના બાપુનગર વિસ્તારથી શરૂ થઇ હતી. આજે ભારતભરમાં તેઓ 16થી પણ વધારે સ્ટોર્સ ધરાવે છે. ઓફિસ કલ્ચર માટે આરાયમદાયક ફર્નિચરની વાત આવે એટલે હોફ શબ્દ આજે દરેક વ્યક્તિ માટે જાણીતો બની ગયો છે. એક ફર્નિચરની દુકાનમાંથી સફળતાપૂર્વક 16 સ્ટોર્સ સુધી કેવી રીતે તેઓ પહોંચ્યા? કેવી રીતે હોફ ભારતભરમાં પ્રખ્યાત બની ગયું? શું છે તેની સફળતાના રહસ્યો? આ અંગે હોફ ઝોનના ચેરમેન પ્રવિણભાઈ પટેલ પોતાની સફર યાત્રા વિશે એક દિલચસ્પ ચર્ચા કરી રહ્યાં છે.

image


ભણતર પૂર્ણ થયા બાદ દરેક વ્યક્તિ બિઝનેસના સપના અચૂક જોતા હોય છે. પરંતુ તે પૂરા કરવાની ધગસ અને લગન અમુક જ લોકોમાં હોય છે. આવા જ સપના સાથે પ્રવિણભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલે 1986માં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ઓફિસ ઇન્ટિરિયર ક્ષેત્રમાં પોતાનો પગપેસારો કર્યો. બાપુનગરમાં માત્ર 1800 sq.ft.માં શરૂ થયેલી આ સફર આજે દુનિયાભરમાં હોફ ઝોન તરીકે એક પ્રચલિત બ્રાન્ડ છે. આજની તારીખમાં તેઓ 1,48,500 sq.ft.ના ત્રણ યુનિટ પ્લાન્ટ્સ ધરાવે છે. તેમના પરિવારમાં ક્યારેય કોઇએ બિઝનેસ કર્યો નથી, પરંતું બિઝનેસની શરૂઆતથી જ પોતાનું મિશન અને વિઝન તો નક્કી જ હતું.

અઢી લાખના મૂડી રોકાણમાંથી આજે 50 કરોડનું ટર્નઓવર!

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અઢી લાખના મૂડી રોકાણ દ્વારા ફર્નિચરની દુકાન શરૂ કરવામાં આવી હતી. હોફના ચારેય પાર્ટનર્સનો પહેલેથી જ મુખ્ય ઉદ્દેશ હતો કે તેઓ ઓફિસ ફર્નિચરમાં જ પોતાનું ફોકસ વધારે રાખશે. કારણ કે વ્યક્તિ ઘર કરતા પણ વધારે સમય ઓફિસમાં વિતાવે છે. આ અંગે કંપનીના ચેરમેન પ્રવિણભાઈ પટેલ જણાવે છે,

“અમે માત્ર અમારા વડિલોના આશિર્વાદથી આ બિઝનેસની શરૂઆત કરી હતી. જ્યારે અમે આ બિઝનેસની સ્થાપના કરી ત્યારે જ અમારું મિશન અને વિઝન બંન્ને ક્લિયર જ હતાં કે અમારે અમારી પ્રોડ્ક્ટને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઇ જવી છે.”

હોફ ઝોન દ્વારા ગાંધીધામમાં ફર્નિચરનો પ્રથમ શોરૂમ શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ 2012માં અમદાવાદમાં પ્રથમ એક્સક્લુઝિવ ડિઝાઇનર શોરૂમ શરૂ કરવામાં આવ્યો હતો. બસ ત્યાર પછી એક પછી એક હોફ ઝોનના સ્ટોર્સ વિવિધ શહેરોમાં ખૂલી રહ્યાં છે.

image


ઇન્ટરનેશનલ લેવલની ડિઝાઇન આપવા જાણીતાં!

નાના પાયેથી શરૂ કરેલી આ કંપની આજે ઓફિસ ઇન્ટિરિયરમાં ઇન્ટરનેશનલ લેવલની બેસ્ટ ડિઝાઇન આપે છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફેરમાં પણ ‘મેડ ઇન ઇન્ડિયા’ તરીકે ઓફિસ ફર્નિચર માટે હોફને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે હોફના પાર્ટનર્સનું કહેવું છે,

“અમે જ્યારે બિઝનેસની શરૂઆત કરી ત્યારથી જ અમે ક્વોલિટી પ્રોડક્ટ આપતા હતાં. જે અમારી સફળતાનું સૌથી સારું ઉદાહરણ છે. તેમની સાથે એનઆઇડીના ઇન્ટરનેશનલ લેવલના બેસ્ટ ડિઝાઇનર માનસિંગ જોડાયેલા છે.”

હોફ પોતાના ફર્નિચરની ગુણવત્તા તેમજ આરામદાયક ડીઝાઈનને સૌથી વધુ મજબૂત બાબત માને છે. ભારતીયોની ટકાઉ વસ્તુ ખરીદવાની માનસિકતાને સમજીને ચાલનાર હોફ 28 વર્ષથી ઓફિસ ઇન્ટિરિયરમાં ઉત્કૃષ્ટ ગુણવત્તા આપી રહ્યું છે. ક્વોલિટી ફર્નિચર ક્ષેત્રમાં નામના મેળવનાર હોફે હાલમાં જ ગુજરાતના નાણા અને ઉદ્યોગ વિભાગના મંત્રી સૌરભ પટેલના હસ્તે સ્મોલ એન્ટરપ્રાઇસ ફોર ક્વોલિટી ઉત્પાદન અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટનો ‘બેસ્ટ MSME’ એવોર્ડ મેળવ્યો છે.

image


જયારે બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ વુડન ફર્નિચર 2013નો રાષ્ટ્રીય પુરસ્કાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે મેળવ્યો હતો.

હોફના ચેરમેન પ્રણીવ પટેલ જણાવે છે,

“અમારી નેક્સ્ટ જનરેશનમાં અમારા બાળકો કુણાલ, ધ્રુવીન અને સંકેત અમારા બિઝનેસને અલગ મુકામ પર લઇ જવા માગે છે. તેઓ ઇટલી અને જર્મનીની કંપની સાથે જોડાણના લક્ષ્ય સાથે કંપનીમાં જોડાયા છે.”

જરૂરિયાત અને બદલતા સમય પ્રમાણે દર વર્ષે બિઝનેસમાં કંઇક નવો બદલાવ લાવવો જોઇએ. આ અંગે પટેલ બંધુઓ કૃણાલ, ધ્રુમીલ અને સંકેત જણાવે છે,

“છેલ્લા ત્રણ વર્ષમાં આ કંપનીના 16 સ્ટોર્સ ઓપન થયા છે. અમારું લક્ષ્ય આવનાર વર્ષોમાં ભારતભરમાં 50થી પણ વધુ સ્ટોર્સ ઓપન કરવાનું છે. આવનાર વર્ષો ગોલ્ડન વર્ષો તરીકે ઓળખાય એ અમારો મુખ્ય ગોલ છે. અમને ઘર બનાવવા કરતા ઓફિસ સજાવવામાં વધારે મજા આવે છે. અમારી કંપનીમાં સૌથી મહત્વની વાત એ છે કે અમારા વડિલો અને અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ જેથી અમારી સફળતા પણ ચાર ગણી વધી જાય છે. અમે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ પાંખો ફેલાવવા માટે હવે તૈયાર છીએ.”
image


હોફ દ્વારા શરીરના બાંધા મુજબ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે!

ઓફિસ ઇન્ટિરિયરમાં ક્વોલિટી પ્રોડક્ટ આપતી હોફ કંપની પોતાની ચેર ભારતના લોકોના શારીરિક બંધારણને ધ્યાનમાં રાખીને તૈયાર કરે છે. દરેક વ્યક્તિના શારિરીક બંધારણ અલગ અલગ હોય છે. તેના પર અભ્યાસ કરીને, ભારતીયોની કામ કરવાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને હોફ સોફા અને ચેરની ઓર્ગોનોમિકલ ડિઝાઇન તૈયાર કરે છે. ઓર્ગોનોમિકલ એટલે લાંબા સમય સુધી ખુરશી પર બેસી કાર્ય કરો તો પણ શરીરને થાક ના લગે તેવી પદ્ધતિથી બનેલી ખુરશી. આ ઉત્કૃષ્ટ કાર્ય માટે સ્ટ્રેન્થ એન્ડ સ્ટેબિલિટીનું અર્ગોનોમિક્સ સર્ટિફિકેટ પણ હોફ ફર્નિચર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ ધરાવે છે.

હોફની સફળતાની ચર્ચા કરતા પ્રવિણભાઈ જણાવે છે,

“કોઇ પણ બિઝનેસને સફળ બનાવવા માટે તેને 1000 દિવસ પૂરા આપવા જોઇએ. આ દિવસ દરમિયાન નફાની આશા રાખ્યા વગર કામ કરવું જોઇએ. આજના યુવાનોને તાત્કાલિક નફો કમાવવા લાગવું છે. પણ જો તમે તમારી પ્રોડક્ટને એક બ્રાન્ડ બનાવવા માગતા હોવ તો તેના માટે સમય અને મહેનત બંને જરૂરી છે.”

વધુ હકારત્મક તેમજ પ્રેરણાત્મક સ્ટોરીઝ વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

MBA થઇ કરી મજૂરી, આજે કરે છે 60 લાખનું ટર્નઓવર! પાર્થ ભટ્ટે અમદાવાદમાં શરૂ કર્યું ‘ઇકો-ફ્રેન્ડલી’ કલ્ચર

8 વર્ષ અગાઉ રૂ. 13 હજારમાં સ્પ્લેન્ડર બાઈક વેચી, સંઘર્ષ કરી, BMW સુધી પહોંચેલા શચિન ભારદ્વાજની સફર

એક રેસ્ટોરાંમાં કચરા-પોતા કરનારે બનાવ્યું સરવણા ભવન, આજે છે 80 રેસ્ટોરાંના માલિક

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags