સંપાદનો
Gujarati

‘ભારત પાસે ઇઝરાયલ જેવી ૧૦૦૦ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ તૈયાર કરવાની ક્ષમતા છે’

YS TeamGujarati
26th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

એક વ્યવસાયી, એક સીરિયલ ઉદ્યોગસાહસિક અને એક રોકાણકારના રૂપે પ્રખ્યાત કૌશલ ચોકસીએ પાછલા દાયકાઓમાં એશિયા, અમેરિકા અને યૂરોપમાં ૨૦થી વધારે સંગઠનોની સ્થાપના કરી છે. એટલુ જ નહીં, તેઓ અત્યાર સુધીમાં એક સફળ નિર્ગમ (exits) અને એક આઈપીઓનો પણ ભાગ રહ્યા છે. ‘યોરસ્ટોરી’એ ગોવામાં આયોજીત થયેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે વાતચીત કરી હતી અને ભારતીય સ્ટાર્ટઅપના પરિસ્થિતિજન્ય તંત્ર અને ભારતીય કંપનીઓને વૈશ્વિક બનાવવાની જરૂરિયાત મુદ્દે તેમના બહુમૂલ્ય વિચારોથી માહિતગાર થયા હતા.

image


કૌશલના જણાવ્યા પ્રમાણે, “મને અનુભૂતિ થઇ કે આજની આ ડિજિટલ દુનિયામાં કોઇપણ બાબત સ્થાનિક રહી ગઇ નથી અને વૈશ્વિક થવું સમયની સૌથી મોટી જરૂરિયાત અને માગ બની ગઇ છે.” તેઓ કહે છે કે જો તમે વૈશ્વિક વેપાર કે પ્રોડક્ટ નથી, તો પણ તમારે વૈશ્વિક સ્તરે શું ચાલી રહ્યું છે તે વિશે જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે જેથી તમે પોતાના વેપારની રક્ષા કરવા ઉપરાંત તેમાં સમયની સાથે જ કાંઇ નવુ જોડવામાં સફળ રહી શકો. તેઓ આનો એક દાખલો આપતા સમજાવે છે કે જો મ્યૂનિખ કે બાર્સિલોનાના ટેક્સીચાલકોને આ સમજાવવામાં આવે કે તેમના વેપારને આવનારા સમયમાં સેન ફ્રાન્સિસ્કોવાળાથી ખતરો છે તો કોઇપણ વિશ્વાસ નહીં કરે.

તેમના અનુસાર કોઇ પણ વ્યાપારને વૈશ્વિક સંદર્ભમાં સમજવો અને જાણવો આ કારણે જ મહત્વપૂર્ણ છે. તેઓ વધુમાં કહે છે કે ભારતમાં બહુ મોટા પાયે ટેક્નોલોજી અને ટેક્નિકનું નિર્માણ અને વિકાસ કરવામાં આવી રહ્યો છે પણ વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર-પ્રસાર અને વિતરણ થઇ શકી રહ્યું નથી. અને તેથી જ સ્કાલે (Scaale)ને સ્થાપિત કરવામાં આવી હતી. કૌશલના જણાવ્યા પ્રમાણે તે વૈશ્વિક સંદર્ભ ધરાવતા નવા વેપાર મોડલ્સને આગળ આવવામાં મદદ કરે છે પછી ભલે તે વૈશ્વિક મૂડી, સેલ્સ કે પછી પ્રતિભા જ કેમ ના હોય.

કૌશલનાં અનુસાર, “અમે સમગ્ર રૂપે કોઇ પણ કંપની પર નજર કરીએ છીએ, સંસાધનો ઉપલબ્ધ કરાવીએ છીએ, પોતાના રોકાણકારોના જૂથના માધ્યમથી નાણાંકીય મદદ ઉપલબ્ધ કરાવવાની સાથે જ કંપનીઓને વિસ્તાર કરવામાં સહાયતા આપીએ છીએ.” પોતાની આ રણનીતિનાં માધ્યમથી જ, પછી તે કન્સ્ટ્રક્શન અને ઊર્જા ક્ષેત્રના પરંપરાગત વ્યવસાય હોય કે પછી વેપાર માટેના સામે આવેલા ઘણાં નવા મોડલ્સ, તે બધાને ફાયદો થઇ રહ્યો છે. કૌશલના જણાવ્યા પ્રમાણે સ્કાલે વિભિન્ન સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે અને વિભિન્ન તબક્કાઓમાં આગળ વધવા અને વિકસિત થવામાં તેમની મદદ કરે છે. સેન ફ્રાન્સિસ્કોમાં સ્થાપિત સ્કાલે સમૂહની સાત કરતા પણ વધારે કંપનીઓ છે અને દુનિયાભરના ૧૨ કરતા પણ વધારે શહેરોમાં ૩૦૦ કરતા પણ વધારે લોકોની એક ટીમ કામ કરી રહી છે.

વેબસાઈટ

લેખક- નિશાંત ગોયલ

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

    Latest Stories

    અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો