સંપાદનો
Gujarati

ખેડૂતપુત્રનો કમાલ, કરી એવી શોધ કે ગવાય છે દુનિયાભરમાં ગુણગાન!

25th Jan 2016
Add to
Shares
10
Comments
Share This
Add to
Shares
10
Comments
Share

ડૉ. વિજયરાઘવન વિશ્વનાથનને પોતાના એન્જિનયરીંગ કોલેજનો તે પહેલો દિવસ આજે પણ યાદ છે. જ્યારે તેને પોતાના વિશે કંઈક જણાવા માટે કહેવામાં આવ્યું હતું. તે સમયે તે અંગ્રેજીમાં અમુક શબ્દો જ બોલી શક્યા, અને તેની આંખોમાં આંસુ આવી ગયા. કારણકે, તે નહોતા જાણતા કે શું કહે અને શું કરે. પરંતુ આજે આ ડૉ. વિજયરાઘવન CERNમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે અને એક વ્યવસાયી પણ છે. મદુરાઈમાં રાજયલાયમમાં રહેનારા વિજય એક ખેડૂત પરિવારમાંથી આવે છે. પોતાના શરૂઆતી દિવસોમાં જ વિજય જાણી ગયા હતા કે, શિક્ષણનું જીવનમાં કેટલુ મહત્વ છે. તે હંમેશા અભ્યાસ કરવા ઈચ્છતા હતા, અને શૈક્ષણિક રીતે પોતાને સાબિત કરવા માગતા હતા. તેને ઈલેકટ્રોનિક્સ પ્રત્યે લગાવ હતો. આથી તેમણે કોઈમ્બતૂરમાં Amrutha એન્જિનિયરીંગ કોલેજમાંથી એન્જિનિયરીંગનું શિક્ષણ મેળવ્યું.

image


એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તેને અનેક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જ્યારે તે કોલેજના બીજા વર્ષમાં હતા ત્યારે આર્થિક મુશ્કેલીઓને કારણે તેમને તેમનું શિક્ષણ છોડવું પડ્યું. તેમ છતાં તેમણે મિત્રો અને સંબંધીઓની મદદથી તેણે ફરી એક વખત અભ્યાસ શરૂ કર્યો. આ ઉપરાંત સ્કોલરશિપથી પણ તેમને આગળ વધવામાં ઘણી મદદ કરી. ત્રીજુ વર્ષ પૂર્ણ થયા બાદ વિજયને લાર્સન એન્ડ ટુબ્રો, પવઈમાં નોકરી મળી ગઈ. પોતાના કોલેજના દિવસોને યાદ કરતા વિજય કહે છે કે, પ્રથમ વર્ષે તે પોતાની કોલેજના પ્રોફેસર મીની મેનનથી ખૂબ જ ડરતા હતા. કારણ કે, તેની અંગ્રેજી ભાષા પર ખૂબ સારી પકડ હતી, આથી મીની મેનન સાથે વાતચીત કરવામાં વિજય ખૂબ ડરતો હતો. તેમ છતાં એક દિવસ મીની મેનને તેની સાથે વાત કરી અને વિજયને અમુક એવી સલાહ આપી કે વિજયની જિંદગી જ બદલાઈ ગઈ. મેનને તેમને સલાહ આપી કે તે દરરોજ અંગ્રેજી ન્યૂઝપેપરનો સંપાદકીય આર્ટિકલ વાંચવાનું રાખે. પછી તે શબ્દોને સમજે કે નહીં. ત્યારબાદ જ્યારે પણ વિજયને કોઈપણ એવો શબ્દ મળતો કે તે સમજી ન શકતો તે લખી લેતો અને પછી તેનો અર્થ શબ્દકોશમાં શોધતો.

અન્યથી અલગ અને અંતર્મુખી વિજય પોતાનો મોટાભાગનો સમય લાઈબ્રેરીમાં પસાર કરતો હતો. ત્રીજા વર્ષ દરમિયાન તેને ખ્યાલ આવ્યો કે તેને સ્કોલરશિપ પણ મળી શકે છે. જેણે તેને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રેરિત કર્યો, ત્યારબાદ તેણે અલગ અલગ યુનવિર્સિટીમાં એપ્લિકેશન કરી. વિજય હોંશિયાર વિદ્યાર્થી હતો. જેણે ત્રીજા વર્ષમાં એન્જિનિયરિંગના અભ્યાસમાં 88 ટકા મેળવ્યા હતા. આગળ અભ્યાસ અર્થે તેણે બેંકમાં લોન માટે એપ્લિકેશન કરી પરંતુ બેંકે તેને લોન આપવાથી ઈન્કાર કરી દીધો, કે તે કેવી રીતે ચૂકવી શકશે. આ ઘટના બાદ વિજય ઉદાસ થઈ ગયા. પરંતુ તેમણે અન્ય યુનિવર્સિટીની તપાસ કરી કે જે 100 ટકા સ્કોલરશિપ આપે.

image


કિસ્મત પણ તે લોકો પર મહેરબાન હોય છે જે મહેનત કરે છે. ઈટલી, ફ્રાંસ, સ્વિઝરલેન્ડની યુનિવર્સિટીએ તેની એપ્લિકેશનનો સ્વીકાર કર્યો. ત્યારબાદ તેણે ઈટલી-ભારત શિષ્યવૃતિ કાર્યક્રમ અંતર્ગત શિષ્યવૃતિ લેવાનો નિર્ણય કર્યો. જો કે અત્યાર સુધી તે ક્યારેય તમિલનાડુની બહાર નહોતા ગયા. પરંતુ શિષ્યવૃતિ માટે સમગ્ર દેશમાંથી ત્રણ વિદ્યાર્થીનું સિલેક્શન થયું હતું. જેમાંથી તે પણ એક હતા. 5 સપ્ટેમ્બર, 2007ના રોજ વિજય ઈટલી માટે રવાના થઈ ગયા. જ્યારે તે મિલાન ઉતર્યા ત્યારે ત્યાં બરફ પડી રહ્યો હતો. જેના માટે વિજય તૈયાર નહોતા. કારણકે, તેની પાસે બર્ફબારીથી બચવા માટે કોઈ જેકેટ નહોતું. વિજય ખૂબ સીધા સાધા હતા.આથી તેણે કોઈ પાસેથી પૈસા પણ ન માગ્યા. પરંતુ તેના એક મિત્રે પોતાનું જેકેટ વિજયને આપ્યું. જ્યાં સુધી વિજય પાસે સ્કોલરશિપના પૈસા ન આવ્યા.

જો કે અહીં વિજયની મુશ્કેલીઓનો અંત ન આવ્યો. જ્યારે તે જમવા માટે બહાર ગયા, ત્યારે એક રેસ્ટોરન્ટમાં તેમણે શાકાહારી ભોજન માગ્યું .પણ ત્યાં સેન્ડવીચમાં માછલી હતી. આથી તેમને એક મહિના સુધી ભાતથી કામ ચલાવવું પડ્યું. આ દરમિયાન અમુક લોકોની મદદથી તેમણે રસોઈ બનાવવાનું શીખી લીધું. આટલા ખરાબ અનુભવ છતાં વિજય વ્યથિત ન થયા. અને બે વર્ષના નેનો ટેકનોલોજી પ્રોગ્રામ થકી તેમણે 110માંથી 108 માકર્સ મેળવ્યા. પરંતુ જ્ઞાન મેળવવાની ભાવના હજુ પણ તેની અંદર હતી. આથી તેમણે નેનો ટેકનોલોજીમાં પીએચડી કરવાનો નિર્ણય કર્યો. તેમણે કેમેરા ડિઝાઈનમાં થ્રીડી સ્ટેકિંગ વિશેષજ્ઞા પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. આ કાર્યક્રમ સરકાર, ઉદ્યોગો અને શિક્ષણવિદોના પરસ્પર સહયોગથી ચલાવવામાં આવી રહ્યો હતો.

આ દરમિયાન CERNને યૂરોપિયન કમિશનની મદદથી ઉન્નત વિકિરણની તપાસ માટે એક પ્રોજેક્ટની ઘોષણા કરી. ત્યારે જ તેમની આન્ટીનું કેન્સરને કારણે અવસાન થયું. જેની તેમના પર ઉંડી અસર પહોંચી,અને વિજય કેન્સર સાથે જોડાયેલા મુદ્દા પર રસ દાખવવા લાગ્યા. જ્યારે CERNને આ કાર્યક્રમ માટે દુનિયાભરમાં 14 લોકોની શોધ કરી, તો વિજયે પણ પોતાનું નામ નોંધાવ્યું. તેમણે આ કાર્યક્રમ માટે ભાગ લીધો. આ દરમિયાન વિજય પોતાના વિચારોના ઉત્પાદનને બદલવા માટે ઉતાવળા હતા. આ કાર્યક્રમા મુખ્ય ઉદ્દેશ્ય રિસર્ચ સાથે વ્યવસાયિકતાને પ્રોત્સાહન આપવાનું હતું.

ખેડૂતનો પુત્ર હોવાને કારણે વિજય ખેતીમાં આવનારી સમસ્યા અને તેની સાથે જોડાયેલા મુદ્દા વિશે ખૂબ સારી રીતે જાણતા હતા. વિજય CERNના કાર્યકાળ દરમિયાન અલગ અલગ ટેક્નિકની જાણકારી મેળવ્યા છતાં પણ વારંવાર વિચારતા હતા કે સમાજને શું પરત આપી શકે છે. ચાર વર્ષ બાદ રાજપલાયમ પરત ફર્યા તો તેમણે જોયુ કે આ વિસ્તાર ક્યારેક મીઠા પાણીનો વિસ્તાર હતો પણ આજે અહીં પાણીની અછત છે. ત્યારે વિજયે વિચાર્યુ કે, જો કોઈ પાસે 100 લિટર પાણી છે. તો તેનો સારામાં સારી રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય. વિજયના કહેવા અનુસાર,

“મેં એક એવું ઉપકરણ બનાવવાનું નક્કી કર્યુ. જેના થકી ખ્યાલ આવી શકે કે માટીમાં કેટલી ભીનાશ, ખનીજ, પીએચનું સ્તર અને અન્ય વસ્તુઓ છે.”

વિજયે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવા એક ઉપકરણની ડિઝાઈન તૈયાર કરી, જે માટી સાથે જોડાયેલા ડેટાને માપવામાં ન માત્ર મદદગાર થયું પણ તે સમગ્ર જાણકારી ખેડૂતના મોબાઈલમાં પણ પહોંચાડવામાં સક્ષમ હતું. આથી ખેડૂતોને પોતાની માટી સાથે જોડાયેલી જાણકારી મળી શકતી હતી. ખેડૂતોને જાણકારી રંગોના માધ્યમથી આપવામાં આવતી હતી. તેમાં લીલા અને લાલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લીલા કલરનો મતલબ માટીની સ્થિતિ સારી છે તે થતો હતો. જ્યારે લાલ રંગનો મતલબ ખરાબ હતો. આ ઉપરાંત તેમણે ફૂવારાનો વિકાસ કર્યો. જમીના ડેટાને જાણી, તે જ જગ્યા પર પાણી નાખવામાં આવતું જ્યાં પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય. આથી ન માત્ર 30 ટકા જેટલી વિજળીની બચત થતી, અને પાણીનો વપરાશ પણ ઓછો થતો.

image


વિજય ઈચ્છતા હતા કે, દેશમાં આ પ્રોજેક્ટમાં કોઈ તેની મદદ કરે. આથી તેમણે ફરી CERNની મદદ કરી. એક મહિનાના કાર્યક્રમ દરમિયાન તેમણે શીખ્યું કે તે પોતાના આ કામને વ્યવસાયમાં બદલી શકે છે. તેમને પ્રોટોપાઈપ વિકાસ માટે રોકાણ મળ્યું. જેથી તે દેશમાં પોતાની આ ટેક્નિકને લાગુ કરી શકે. એક મહિનાની રજાઓ વિતાવ્યા બાદ તે રિસર્ચ અને જમીની સ્તર પર કામ કરવા માટે ભારત પરત ફર્યા. આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમમાં ભાગ લીધો. જેમાં કૃષિ સાથે જોડાયેલા દુનિયાભરના 150 નવીન આવિષ્કારોને પ્રૌદ્યોગિકીનો સમાવેશ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં એકલા વિજયના 15 આવિષ્કારનો સમાવેશ થયો હતો.

વિજયના જણાવ્યા અનુસાર તેમને અનેક જગ્યા પરથી મદદ મળી રહી છે. જેમકે, Climate-KIC, CERN, ARDENT, EPFL, PSG-STEP,સહયોગીઓ, પરિવાર અને મિત્રો પાસેથી. મે, વર્ષ 2015માં ‘સ્માર્ટ એગ્રી’ના સિલેકશન જાપાનમાં આયોજિત એશિયાઈ ઉદ્યીમતા પુરસ્કાર માટે કરવામાં આવ્યું. એટલુ જ નહીં ‘સ્માર્ટ એગ્રી’એ સ્વિઝરલેન્ડમાં કૃષિ પુરસ્કાર પણ મેળવ્યો. વિજયને આમ તો વિદેશોમાંથી ભરપૂર મદદ અને સહયોગ મળી રહ્યો છે. પંરતુ તે ઈચ્છે છે કે, તેના આ કામ માટે ભારત સરકાર મદદ કરે. કારણકે, તેમની શોધ ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. વિજય ‘સ્માર્ટ એગ્રી’ માટે કામ વિકએન્ડમાં અથવા રાત્રિ દરમિયાન કરે છે. આ ઉપરાંત તે રેડિએશનને લઈને પોતાનું કામ પણ કરી રહ્યા છે. તેને વિશ્વાસ છે કે, સામાન્ય જનતા વિજ્ઞાનની જરૂરીયાત અને અનુસંધાનને સમજે અને જ્યારે તેમને યોગ્ય પરિણામ મળશે.


લેખક- હરીશ બિશ્ત

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Add to
Shares
10
Comments
Share This
Add to
Shares
10
Comments
Share
Report an issue
Authors

Related Tags