સંપાદનો
Gujarati

ઘર બેઠાં અભ્યાસના વિડીયો જુઓ અને કૉલેજમાં જઈને કરો હોમવર્ક!

Khushbu Majithia
1st Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

GTU ની અનોખી પહેલ!

GTUનો 'ફ્લિપ ક્લાસરૂમ'ના કોન્સેપ્ટને ટેકો, ગુજરાતની અનેક કોલેજીસે દાખવ્યો રસ!

સામાન્ય રીતે સ્કૂલ કે કોલેજના ક્લાસરૂમની વાત કરવામાં આવે ત્યારે નજર સમક્ષ એજ દ્રશ્ય ખડું થાય જેમાં શિક્ષક બ્લેકબોર્ડ પર લખતા હોય અને વિદ્યાર્થીઓ તેમની નોટબુક્સમાં. આ થઇ પરંપરાગત ક્લાસરૂમની વાત. જેમાં પ્રોફેસર ક્લાસમાં વિદ્યાર્થીઓએ ભણાવે અને પછી ઘરે જઈને હોમવર્ક કરવાનું હોય. કેમ? બરાબર ને? પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-GTU આ પરંપરાગત રસ્તાથી હતી કંઇક અનોખી પહેલ કરશે. અને તે પહેલ એટલે ‘ફ્લિપ ક્લાસરૂમ’.

image


‘ફ્લિપ ક્લાસરૂમ’ એક એવો કોન્સેપ્ટ છે જેમાં વિદ્યાર્થીએ ઘરેથી જ વિડીયો લેકચર જોઈ, સમજી, અભ્યાસ કરવાનો, જરૂરી માહિતી મેળવવાની અને પછી કોલેજના ક્લાસરૂમમાં જઈને હોમવર્ક કરવાનું! અજુગતું લાગે કે વળી આવું કેવું? પણ ‘ફ્લિપ ક્લાસરૂમ’નો ફાયદો એ થાય છે કે કોઈ વિદ્યાર્થીને જો વિડીયો લેકચર દ્વારા કંઈ સમજ ન પડી હોય, કોઈ માહિતી ખૂટતી લાગતી હોય તો કોલેજ જઈ હોમવર્ક કરતી વખતે પ્રોફેસર નજર સામે જ હોવાથી તેમણે સીધું જ પૂછી શકાય. 

'ફ્લિપ ક્લાસ'ના મુખ્ય ચાર પાયા છે:

1. F- Flexible Environment

2. L-Learning Culture

3. I- International Content

4. P- Professional Educator

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુએ જે કાલેજીસ ‘ફ્લિપ ક્લાસરૂમ’નો કોન્સેપ્ટ અમલમાં મૂકવા ઈચ્છે છે તેને ટેકો આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ બાબતે જીટીયુની વેબસાઈટ પર દરખાસ્ત મૂકવામાં આવતા અનેક કાલેજીસ તથા અનેક પ્રોફેસર્સે પોતાના ક્લાસરૂમમાં તે કોન્સેપ્ટ અપનાવવામાં રસ પણ દર્શાવ્યો છે.

આ બાબતે પ્રતિક્રિયા આપતા જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. અક્ષય અગ્રવાલ જણાવે છે,

“છેલ્લા ૧૫૮ વર્ષથી આપણી શિક્ષણ અને મૂલ્યાંકનની પધ્ધતિમાં પૂરતા પ્રમાણમાં ફેરફારો થયા નથી. દુનિયાના બાકીના દેશો પ્રગતિ સાધી રહ્યા છે અને ક્લાસરૂમ શિક્ષણ વધુ ને વધુ રસપ્રદ તેમજ અર્થસભર બનાવવાની દિશામાં આગેકદમ માંડી રહ્યા છે. અને આપણી પાસે હાલમાં જ્યારે જ્ઞાનનો વિપુલ ખજાનો ઉપલબ્ધ છે, ત્યારે આપણે પણ શિક્ષણની નવી પધ્ધતિઓ ભણી મીટ માંડવી જ પડશે.”

GTUએ છેલ્લા ચાર વર્ષથી ‘એક્ટિવ લર્નિંગ એન્ડ ક્રિએટીંગ એક્સાઈટમેન્ટ’ નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે તે દિશામાં વધુ એક પગલું ભરીને ‘ફ્લિપ ક્લાસ’ શરૂ કરવામાં મદદ પૂરી પાડવાનું નક્કી કર્યું છે.

‘ફ્લિપ ક્લાસરૂમ’ અંર્તગત વિદ્યાર્થીઓને નાના-નાના વિડીયો લેક્ચરો આપવામાં આવશે. જેથી તેઓ ક્લાસમાં જેનો અભ્યાસ કરવાનો હોય તે પાઠ ઘેરબેઠા વિડીયો જોઈને ભણી શકે. પછી ક્લાસરૂમમાં જઈને તે પાઠનું હોમવર્ક કરે એટલે તેમાં ન સમજાય એ પ્રોફેસરને પૂછી શકે. જે પ્રોફેસર આ નવી શૈલીથી વિદ્યાર્થીઓને ભણાવવા ઈચ્છતા હોય તેઓએ કોલેજના પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીઓની મંજૂરી મેળવે તો જીટીયુ તેઓને શક્ય એટલી તમામ મદદ કરશે. આ કોન્સેપ્ટ યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો અભ્યાસના વાતાવરણમાં ઘણો ફરક પડી શકે છે. તેના મુખ્યત્ત્વે ચાર ફાયદા થઈ શકે:

- વાતાવરણ હળવાશભર્યું રહે

- ભણવાનું સમગ્ર કલ્ચર જ બદલાઈ જાય

- શિક્ષણ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવી શકાય

- પ્રોફેશનલ કેળવણીકારોની મદદ મળી શકે

જીટીયુના એએલસીઈ કાર્યક્રમ હેઠળ ‘એક્ટિવ લર્નિંગ વિડીયો લેક્ચર કામ્યુનિકેશન’ની શ્રેણી ચલાવવામાં આવે છે. ‘મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ’ અંર્તગત તેમાં વિવિધ વિષયોના ઘણાં ટોપિક્સને આવરી લેવામાં આવે છે. અભ્યાસની તે સામગ્રીને ઈન્ટરનેટ પર પણ મૂકવામાં આવે છે. આ કાર્યક્રમ અંર્તગત વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ અને શિક્ષણ સહાયકો વચ્ચે પરસ્પર સંવાદ વધે એવા પ્રયાસો કરવામાં આવે છે. ‘ફ્લિપ ક્લાસરૂમ’ તે દિશામાં વધુ એક કદમ છે અને આ પહેલમાં વધુ ને વધુ શિક્ષકો જોડાય તો કદાચ શિક્ષણપદ્ધતિમાં સમય પ્રમાણે બદલાવ લાવવાના આપણા સૌના પ્રયાસોને સફળ બનાવી શકાય.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો