સંપાદનો
Gujarati

જેની પાસે ન હતાં પુસ્તકો ખરીદવાના પૈસા, તેણે આજે બનાવી નાખી 40 શૈક્ષણિક એપ્સ!

3rd Jul 2017
Add to
Shares
16
Comments
Share This
Add to
Shares
16
Comments
Share

દેશમાં એવા કેટલાંયે બાળકો છે જેમની પાસે ભણવાની ચોપડીઓ ખરીદવાના પણ પૈસા નથી હોતા. એવા અગણિત બાળકો છે જેઓ ભણવા તો ઈચ્છે છે પરંતુ મજબૂર છે કારણ કે તેમની કે તેમના માતા-પિતા પાસે પૈસા નથી. આ જ બાળકોમાંના એક છે રાવપુરા, જયપુરના શંકર યાદવ. શંકર યાદવની સારી બાબત એ છે કે તેઓ તેમની મજબૂરીના રોદણાં રડવાને બદલે તે જ મજબૂરીને પોતાની તાકાત બનાવી દીધી! 

image


જયપુરના એક ગામ રાવપુરાના શંકરે અન્ય બાળકો માટે જોયું પુસ્તકોનું સપનું અને તેનું સમાધાન આવ્યું ડિજીટલ એપ્સના માધ્યમથી. આજની તારીખે શંકર 40થી વધુ શૈક્ષણિક એપ્સ બનાવી ચૂક્યા છે! તેમની આ એપ્સ અન્યોને ભણવામાં મદદ કરી રહી છે!

શંકરની તમામ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ છે જેને કોઈ પણ ડાઉનલોડ કરી શકે છે. શંકરે બનાવેલી એપ્સ ઓફલાઈન કામ કરે છે અને સમય સમય પર જાતે જ અપડેટ થતી રહે છે.

આપણા દેશમાં એવા કેટલાંયે બાળકો છે જેઓ ભણી નથી શકતા. તેમાંના જ એક છે શંકર યાદવ. એક એવો સમય હતો જ્યારે તેમના અભ્યાસક્રમની ચોપડીઓ ખરીદવાના પૈસા તેની તેની પાસે નહતા. પણ ગમે તેમ કરીને તેમણે ભણવાનું ચાલુ રાખ્યું. એજ દિવસોમાં શંકરે એક સપનું જોયું, જેથી ભણવા ઈચ્છતા બાળકોને ચોપડીઓ ખરીદવાની જરૂરિયાતો જ ન રહે. આ સમસ્યાનું સમાધાન શંકરને ડિજીટલ એપ્સમાં દેખાયું. અને કોઈ જ પ્રોફેશનલ ડિગ્રી વિના 21 વર્ષના શંકરે એજયુકેશનલ એપ્લિકેશન બનાવી નાખી. આજની તારીખ સુધી શંકર 40થી વધુ એપ્સ બનાવી ચૂક્યા છે. 

પોતાના ગામને ડિજીટલ બનાવવાની પહેલમાં શંકરે એસઆર ડેવલપર્સ નામની પોતાની કંપની શરૂ કરી છે. લગભગ 8 મહિના પહેલાં જ આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પર મૂકી. ખાસ વાત તો એ છે કે આ એપ્સને અત્યાર સુધી 20 લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર શંકરરાવપુરા ડૉટ કૉમ સર્ચ કરવાથી આ તમામ એપ્સ ડાઉનલોડ કરી શકાય છે. 

આવી રીતે આવ્યો એપ બનાવવાનો આઈડિયા

વર્ષ 2009માં શંકર જ્યારે 8મા ધોરણમાં હતાં ત્યારે ગામની સરકારી સ્કૂલના શિક્ષક શિવચરણ મીણાએ તેમને એક પરીક્ષાની તૈયારી કરવાના હેતુથી પ્રશ્નોના જાવામ ઓનલાઈન શોધવાની સલાહ આપી. ત્યારે તેમને માલૂમ પડ્યું કે ઓનલાઈન પણ ભણી શકાય છે. શંકરના કહેવા પ્રમાણે, આ પહેલો મોકો હતો જ્યારે તેમને લાગ્યું કે પુસ્તકોને પણ ડિજીટલ સ્વરૂપે વાંચી શકાય છે. ત્યારબાદ કમ્પ્યુટરમાં તેમને રસ પાડવા લાગ્યો. આર્થિક પરિસ્થિતિઓ વિપરીત હોવા છતાં પણ તેમના પિતા કલ્લૂરામ યાદવે કમ્પયુટર ખરીદ્યું. ત્યારબાદ શંકર ભણવાની સાથે સાથે કમ્પ્યુટર પર પણ સમય વિતાવવા લાગ્યા. આ દરમિયાન તેમણે ગૂગલ પર એપ બનાવવાની ટેક્નિકને પણ જાણવાની શરૂઆત કરી.

image


શંકરે રાવપુરા સ્થિત સરકારી સ્કૂલથી વર્ષ 2011માં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ગામની જ એક ખાનગી સ્કૂલથી ગણિત વિષય સાથે 12મા ધોરણની પરીક્ષા પાસ કરી. એપ્સમાં શંકરને એટલો રસ પડવા લાગ્યો કે પ્રોગ્રામિંગ શીખવાના ઓનલાઈન કલાસીસ શોધી, બેંગાલુરુથી એન્ડ્રોઈડ ડેવલપમેન્ટની ઓનલાઈન તાલીમ લેવાની શરૂ કરી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડિજીટલ ઇન્ડિયા અભિયાન બન્યું શંકરની પ્રેરણા 

એન્ડ્રોઈડ ડેવલપમેન્ટનો કોર્સ કર્યા બાદ શંકર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ડિજીટલ ઇન્ડિયા અભિયાનથી પ્રેરણા લઇ, બદલાવની નવી રાહ પર ચાલવા લાગ્યા. એક પછી એક એજ્યુકેશનલ એપ્સ બનાવવા લાગ્યા. તે સિવાય, શંકરે ધર્મ, સ્વાસ્થ્ય, રમતગમતને લગતી એપ્સ પણ બનાવી. તેમાં ઘણાં શિક્ષકો અને મિત્રોએ તેમની મદદ કરી. હાલ શંકર સહિત 4 લોકોની એક ટીમ છે જેઓ આ એપ્સને અપડેટેડ રાખવામાં તેમને મદદ કરે છે. ઘણાં ગામોમાં હજી પણ ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી આ એપ્સ એવી રીતે બનાવી છે જેથી ઓફલાઈન પણ તેનો ઉપયોગ કરી શકાય.

image


શંકર પોતાના ગામના સૌથી પહેલા એપ ડેવલોપર છે. તેમણે પોતાના ગામની નાની નાની જાણકારી ભેગી કરીને ડિજીટલ રાવપુરા નામની એક એપ પણ તૈયાર કરી છે. શંકરની આ પહેલને રાજકુમાર યાદવ (IAS), જિલ્લા કલેકટર સાઉથ સિક્કિમ તેમજ રાજકુમાર દેવાયુષ સિંહ (રાજસ્થાન ભાજપા સહ સંયોજક) પણ સમ્માનિત કરી ચૂક્યા છે. શંકરના પિતા કલ્લૂરામ યાદવ એક ખેડૂત છે અને તેમના માતા જયાના દેવી ગૃહિણી છે. શંકર કહે છે કે આ એપ્સ દ્વારા થોડી ઘણી કમાણી પણ થવા લાગી છે, પરંતુ તેના કરતા શંકરના થતાં વખાણથી તેમના માતા-પિતા ખૂબ ખુશ છે. 

શંકરે પોતાની બધી એપ્સ 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવી છે. વિજ્ઞાન, ગણિત, ભૂગોળ, સોશિયલ સાયન્સ સિવાય ભારતીય સંવિધાન, રાજસ્થાનની સંસ્કૃતિ, જનરલ નોલેજને લગતી પણ એપ્સ બનાવી છે. શંકરના કહેવા પ્રમાણે, એપ્લિકેશન પર અપાતી જાહેરાતોથી થોડી ઘણી આવક થઇ જાય છે જેનાથી એપ્સને અપડેટ કરવાનો ખર્ચો નીકળી જાય છે. શંકરનું માનવું છે કે, એપ્સ એક એવું માધ્યમ છે જેનાથી દેશનો દરેક બાળક સરળતાથી શિક્ષિત બની શકે છે.

- આ સ્ટોરી શંકર યાદવ દ્વારા લખીને મોકલવામાં આવી છે, કોઈ પણ ઉણપ કે કાલ્પનિકતા માટે યોરસ્ટોરી જવાબદાર નથી


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Add to
Shares
16
Comments
Share This
Add to
Shares
16
Comments
Share
Report an issue
Authors

Related Tags