સંપાદનો
Gujarati

દિવસે સમય ના મળતો હોય તો રાત્રે કરો સાઈકલસવારી, 23 એપ્રિલે અમદાવાદમાં 'નાઈટ સાઈકલ રાઈડ'નું આયોજન

17th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

સમય સાથે આપણે બદલાયા અને આગળ પણ વધ્યા, આઝાદી પછી આપણે પશ્ચિમના દેશોનું અનુકરણ કરતા હતા..એમાં કાંઇ ખોટું પણ ન હતુ કારણકે પશ્ચિમના દેશ વિચારથી લઇને ટેક્નોલોજીના ક્ષેત્રે આપણા કરતા જોજનો આગળ હતા. આપણે તેમની પાસેથી ઘણું બધું સ્વીકાર્યું. જોકે ધીમે ધીમે વિકાસના પંથે આગળ વધતા 21મી સદીમાં પહોંચતા ભારતે વિશ્વ ફલક પર પોતાનું નામ ગુંજતુ કર્યું. પહેરવેશથી લઇને ફાસ્ટફૂડ બાબતે આપણે પશ્ચિમના દેશનું અનુકૂળ કર્યું પણ તેની સામે ક્યાંક ને ક્યાંક તેમના સારા ગુણોની અવગણના કરી છે. પશ્ચિમના દેશના લોકો ફાસ્ટફૂડની સાથે સ્વાસ્થ્ય બાબતે પણ એટલા જ ચુસ્ત હોય છે, જે મુદ્દાની ભારતના લોકોએ અવગણીને અવનવા રોગોને આમંત્રણ આપ્યું છે. કસરત અને સાયકલિંગના અભાવે આપણું શરીર મેદસ્વીતાથી ઘેરાઇ રહ્યું છે અને ડાયાિબટીસ, બ્લડ પ્રેસર, હ્રદયના રોગોનું ઘર બની ગયું છે. સાઇકલ તો જાણે લુપ્ત થઇ રહી હોય તેમ બાળકો પણ માંડ વાપરતા જોવા મળે છે. વાહનોએ આપણને એટલા પાંગળા કરી નાંખ્યા છે કે સોસાયટી અથવા તો ફ્લેટની બહાર કાંઇ ખરીદવા ચાલતા અથવા સાયકલ પર જવાના સ્થાને વાહન લઇને જતા કરી દીધા છે. લોકો સાયકલ અને લોકલ ટ્રાન્સપોર્ટેશનને છોડી પર્સનલ વાહનોને અપનાવતા થયા.. જેને પગલે એક તો વાહનોની સંખ્યા વધી..અને તેના કારણે વાતાવરણ મોટા પ્રમાણમાંં પ્રદૂષણ મોટાપ્રમાણમાં ફેલાઇ રહ્યું છે.. સાથેજ આપણું શરીર પણ નબળું પડી રહ્યું છે. ત્યારે આ વિચારને ગંભીરતાથી લઇને ‘માયબાઇક’ સંસ્થાએ ડીકેથ્લોન કંપનીને સાથે રાખીને એક 'નાઇટ સાઇકલ રાઇડ'નું આયોજન કર્યું છે.

image


‘માયબાઇક’ સંસ્થા અમદાવાદમાં સાઇકલ શેરિંગ પ્રોજેક્ટનું કામ કરી રહી છે. આ સાઇકલ શેરિંગ અંતર્ગત વ્યક્તિએ અમૂક ફી ભરીને મેમ્બર બનવાનું રહે છે. જેમાં માયબાઇક સંસ્થા દ્વારા અપાયેલી સાયકલ તમારા ઘરથી બીઆરટીસ સ્ટેન્ડ સુધી લઇ જવાની રહેશે..જ્યારબાદ બીઆરટીસનો ઉપયોગ કરી જે સ્ટેન્ડ પર ઉતરશો ત્યાંથી તમને બીજી સાયકલ મ‌ળશે. જેના ઉપયોગ કરી તમે તમારા ડેસ્ટીનેશન સુધી પહોંચી શકશો. આ સેવા ચાલુ કરવા પાછળનો હેતુ લોકો સાઇકલિંગ કરતા થાય, વધુમાં વધુ લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપોયગ થાય જેના કારણે વાતાવરણમાં થતાં પ્રદૂષણમાં પણ ઘટાડો કરી શકાય. માયબાઇક દ્વારા લોકો સાઇકલિંગ અને પોતાના સ્વાસ્થ્ય અંગે જાગરૂક થાય તે માટે ઘણીવાર સાઇકલ રાઇડ યોજવામાં આવતી હોય છે.

image


19 એપ્રિલ એટલે વર્લ્ડ સાઇકલિંગ ડે. માયબાઇક અને ડીકેથ્લોન સંસ્થા આ દિવસની ઉજવણી કરવા માગતું હોવાથી 19 એપ્રિલે તો નહીં પરંતુ તે જ વિકએન્ડ઼ એટલેકે 23 એપ્રિલ શનિવારના રોજ નાઇટ સાઇકલ રાઇડનું આયોજન કર્યું છે. જે ડીકેથ્લોન બોપલથી શરૂ થઇને સી.જી રોડ સુધીની 13 કિલોમીટરની રાઇડ રહેશે. આ 13 કિલોમીટરની રાઇડના ટ્રેક પર દરેક સ્થળે આયોજકના સ્વયંસેવકો ઉભા રહેશે, જેથી શિસ્ત જળવાય અને કોઇ દુર્ઘટના ન પરિણમે.. સાથે જ એમબ્યુલન્સ અને ડૉક્ટર્સની ટીમ આખી રાઇડ દરમિયાન રહેશે, જો કોઇ રાઇડર ઇજાગ્રસ્ત થાય તો તેમને તુરંત સારવાર આપી શકાય. આ રાઇડ શનિવાર અને ખાસ રાત્રે રાખવાનું મૂળ કારણ વધુને વધુ રાઇડર્સ પોતાની ઓફિસનું કામ પતાવીને જોડાઇ શકે અને રાત્રિના સમયે ગરમી પણ ન લાગે, જો થાકી ગયા હોય તો બીજા દિવસે રવિવાર હોવાથી આરામ પણ કરી શકાય.

ફી અને સાઈકલની વ્યવસ્થા

આ નાઇટ રાઇડમાં ભાગ લેવા માટે પહેલા તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ટોકન ફી પણ ચૂકવવાની રહેશે. જો તમારી પાસે સાઇકલ હોય અને તમે ખુદ તે લઇ જવાના હોય તો તમારે રૂ. 100 ટોકન ફી ભરવાની રહેશે.

જો તમારી પાસે સાઇકલ છે પણ સ્ટાર્ટીંગ પોઈન્ટ સુધી કેવી રીતે પહોંચવું અને ઘરે સાઇકલ કેવી રીતે લાવવી તે વિચારતા હોય તો તેના માટે પણ આયોજક દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આયોજક રાઇડના આગળના દિવસે તમારા ઘરેથી સાઇકલ લઇ જશે અને રાઇડના સમયે તમને સાઇકલ આપશે. અને રાઇડ પૂરી થતાં તે સાઇકલ પરત તમારા ઘરે પણ મોકલાવી દેશે. જેના માટે તમારે રૂ. 200 ટોકન ફી ભરવાની રહેશે.

image


જો તમારી પાસે સાઇકલ જ નથી છતાં તમારે રાઇડના સ્પર્ધક બનવું છે તો માયબાઇક પોતાની સાઇકલ તમને વાપરવા માટે આપશે જેના માટે રાઇડરે રૂ. 300 ટોકન ફી ભરવાની રહેશે. આ ટોકન ફી રાખવા પાછળનું મૂળ કારણ રાઇડરની સંખ્યા અને તેમની સુરક્ષાનો બંદોબસ્ત કરી શકાય તે છે. માયબાઇકની સાઇકલ લેતા પહેલા તમારે તમારું કોઈ ઓળખ કાર્ડ આયોજકને સિક્યોરીટી તરીકે આપવાના રહેશે.

રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?

રાઇડરે માયબાઇકની વેબસાઇટ પર જઇને ‘બાય ટીકિટ’ પર ક્લીક કરીને પોતાની બધી પર્સનલ ડિટેઇલ્સ ભરી ફોર્મ ઓનલાઇન સબમિટ કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન સાથે તેની ટોકન ફી પણ ભરવાની રહેશે. આ રાઇડ માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે.

રાઇડરે એકવાર રજિસ્ટ્રેશન કરાવી લીધા બાદ તે રદ કરી શકશે નહીં અને ફી પણ પરત મેળવી શકશે નહીં. રજિસ્ટ્રેશન બાદ રાઇડ અંગેની તમામ માહિતી અને અપડેટ્સ ઇમેઇલ અને મોબાઇલ મેસેજ દ્વારા મોકલવામાં આવશે, તેમાં કોઇ પણ લેટર મોકલવામાં આવશે નહીં. આ માટે રાઇડરે સમયાંતરે પોતાના મેઇલ ચેક કરતા રહેવાના રહેશે. તેમ છતાં રાઇડરને કોઇ મુદ્દે મૂંઝવણ હોય તો વેબસાઇટ પર જણાવેલા ફોન નંબર સંપર્ક કરવાનો રહેશે.

રાઇડ પહેલા ધ્યાન રાખવા જેવી બાબત

સ્પર્ધકે સાઇકલ રાઇડની રાત્રિએ રાઇડના સમય કરતા એક કલાક વહેલા એટલેકે 8.30 pm સ્ટાર્ટીંગ પોઇન્ટ પર પહોંચી જવાનું રહેશે, તે દરમિયાન રાઇડરે પોતાની સાઇકલ ચેક કરવાની રહેશેકે તેમાં ક્ષતિ કે ખામી તો નથી અને જો હોય તો આયોજકનો સંપર્ક કરી વહેલી તકે દૂર કરવાની રહેશે. રાઇડરે પોતાનું હેલ્થ ચેક-અપ કરાવવાનું રહેશે, જેના કારણે કોઇને હાર્ટની અથવા અસ્થમા જેવી બિમારી હોય તો કોઇ મોટી સમસ્યાનો ભોગ ન બને. જો કોઇ રાઇડર કોઈ નશાનું સેવન કરતો હોય તો તે રાઇડમાં ભાગીદાર બની શકશે નહીં. આ રાઇડ દરમિયાન રાઇડરે પાણીની બોટલ અને બાકીની જરૂરી સાધન સામગ્રી ખુદ જ લાવવાની રહેશે.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags