સંપાદનો
Gujarati

'સ્ટાર્ટઅપ્સ' કર્ણાટકનું ભવિષ્ય છે: કર્ણાટકને સ્ટાર્ટઅપ્સની રાજધાની બનાવવાની ઉદ્યોગપ્રધાન આર.વી.દેશપાંડેની યોજના

31st Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

આપણે બધા જાણીએ છીએ કે કર્ણાટકે છેલ્લાં બે દાયકામાં અભૂતપૂર્વ આર્થિક વિકાસ કર્યો છે. પણ આ વિકાસની પાછળ એક વ્યક્તિની દીર્ઘદ્રષ્ટિ છે અને તે હંમેશા લો-પ્રોફાઇલ રહી છે. આ વ્યક્તિએ પોતાની સિદ્ધિઓના ઢોલ-નગારા પીટ્યાં વિના કર્ણાટકને દેશમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની રાજધાની બનાવી દીધું છે. કર્મને જ યોગ માનતી આ વ્યક્તિ બીજી કોઈ નહીં, પણ કર્ણાટક સરકારના ઉદ્યોગપ્રધાન આર.વી.દેશપાંડે છે. કહેવાય છે કે પ્રસિદ્ધિ ભૂખ્યાં રાજકારણીઓ વચ્ચે દેશપાંડે કર્મયોગી છે. તેઓ મોટી મોટી વાતો કરવાને બદલે કામ કરવામાં માને છે. તેઓ અત્યાર સુધી ત્રણ વખત કર્ણાટકના ઉદ્યોગપ્રધાન બન્યાં છે. છેલ્લાં બે દાયકામાં કર્ણાટકમાં રૂ. 28,000 કરોડનું રોકાણ આવ્યું છે, જેમાંથી રૂ. 18,000 કરોડનું રોકાણ ફક્ત દેશપાંડેના જુદાં જુદાં કાર્યકાળમાં આવ્યું છે. કર્ણાટક સરકારનું ઉદ્યોગ મંત્રાલય 'કર્ણાટક ઉદ્યોગ મિત્ર' કહેવાય છે, જેની ઓફિસમાં સૌપ્રથમ દેશપાંડે આવે છે અને સૌથી છેલ્લે દેશપાંડે જ નીકળે છે. હવે તેમણે કર્ણાટકને સ્ટાર્ટઅપ્સની રાજધાની બનાવવાનું બીડું ઝડપ્યું છે.

image


અહીં તેમની સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશ રજૂ કરવામાં આવ્યા છે:

પ્રશ્રઃ 'ઇન્વેસ્ટ કર્ણાટક 2016' શરૂ થવાની તૈયારી છે ત્યારે અમે સ્ટાર્ટઅપ્સ માટે શું અપેક્ષા રાખી શકીએ?

પ્રધાન: મારે તમને કહેવું જોઈએ કે કર્ણાટક અને નવીન ઉદ્યોગ હંમેશા એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલા છે. જ્યારે અમે 16 વર્ષ અગાઉ બેંગલુરુમાં રોકાણકારોની બેઠક યોજી હતી, ત્યારે કર્ણાટક આઇટી ઉદ્યોગમાં દેશની રાજધાની બની જશે તેની કલ્પના પણ કોઈએ કરી નહોતી. તે સમયે પ્રાપ્ત થયેલા રોકાણના મીઠાં ફળ હવે દેખાય છે. અત્યારે કેટલાંક મિડ-લેવલ એન્જિનિયર્સ સ્ટાર્ટઅપ સ્થાપકો બની ગયા છે. તેઓ દાયકા અગાઉ ફ્રેશર્સ હતાં. કર્ણાટકના આઇટી ઉદ્યોગે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. દેશમાંથી આઇટીની કુલ નિકાસમાં એકલા કર્ણાટકનો હિસ્સો જ અડધોઅડધ (50 ટકા) છે. સ્ટાર્ટઅપ્સની વાત કરીએ તો અમે તેમને મદદ કરવા ઘણી નીતિઓની જાહેરાત કરવાના છીએ. દરેક 'ફંડ ઓફ ફંડ્સ'ની જાહેરાત કરવાના છીએ અને તેની સાથે અમે બાયો-ટેક સ્ટાર્ટઅપ્સ અને સેમિ-કન્ડક્ટર સ્ટાર્ટઅપ્સ માટે કેટલીક યોજનાઓનો અમલ કરવાના છીએ. ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીના રોજ સ્ટાર્ટઅપ્સે આવવું જોઈએ અને ઉદ્યોગના નિષ્ણાતો, સરકારી અધિકારીઓને મળવું જોઈએ અને તેમની જરૂરિયાતો વિશે વાત કરવી જોઈએ. હું ગર્વ સાથે કહું છં કે કર્ણાટકના સ્ટાર્ટઅપ્સ ભારત માટે સોલ્યુશન્સ બનશે અને અમને અપેક્ષા છે કે નવી નીતિ સાથે અમે નીતિ નિર્માણમાં ફરી સમગ્ર દેશને નવી દિશા આપીશું.

પ્રશ્રઃ તમને ઉત્પાદન ક્ષેત્રમાં કોઈ સ્ટાર્ટઅપની અપેક્ષા છે?

પ્રધાન: અત્યારે સામાન્ય રીતે ઉત્પાદન ક્ષેત્રને સ્ટાર્ટઅપ ગણી ન શકાય. પણ જો બજારો વચ્ચે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કડી સ્થાપિત કરવામાં આવે, તો એ ખરેખર સારો બિઝનેસ છે. એક ઉદાહરણ આપું. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં કોઈ સ્ટાર્ટઅપ ખેતરથી ઉત્પાદન એકમ સુધી કિંમતમાં સુધારોવધારો કરવા સક્ષમ બનાવી શકે અને તેમાં તમામ પક્ષને ફાયદો થાય તો તેને સ્ટાર્ટઅપ ગણી શકાય. ટેકનોલોજીનો ઉપયોગ કરતી, ગ્રાહક અને બિઝનેસને જોડતી કોઈ પણ નવી કંપની સ્ટાર્ટઅપ છે. પણ સાથે સાથે પ્રોડક્ટ સ્ટાર્ટઅપ્સ પણ છે. ડેટા કલેક્શન અને એનાલિટિક્સ પણ સ્ટાર્ટઅપ બિઝનેસ છે. અમે મુખ્યત્વે ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા ભાર મૂકીએ છીએ. અમે લઘુથી મધ્યમ કદના ઉદ્યોગસાહસોને સપોર્ટ કરીશું. અમારા માટે સંરક્ષણ ક્ષેત્ર પણ મહત્ત્વપૂર્ણ છે.

પ્રશ્રઃ તમે નાના શહેરોને ઔદ્યોગિક નગરો બનાવી તેનું એક નેટવર્ક ઊભું કરવા ઇચ્છો છો. આ દિશામાં આગળ તમારી યોજના શું છે?

પ્રધાન: જુઓ, છેલ્લાં થોડા વર્ષોમાં ઉત્પાદકો કોલાર, મૈસૂર, હુબલી અને તુમ્કુર જેવા શહેરો તરફ વળ્યાં છે. હું વ્યક્તિગત રીતે નાનાં શહેરોને ઔદ્યોગિક નગરો બનાવવાની કામગીરીમાં સંકળાયેલો છું, કારણ કે આ તમામ વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવું પડશે. ઉપરાંત આ શહેરોમાં ઉદ્યોગ માટે જરૂરી પ્રતિભાઓ પ્રદાન કરે તેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. મેં કેટલીક કોલેજોમાં ઉદ્યોગસાહસિક સેલ શરૂ કરાવ્યાં છે. સરકાર તેને સપોર્ટ કરશે.

પ્રશ્રઃ કર્ણાટક મોટા પાયે જળવિદ્યુત ઊર્જા પર નિર્ભર છે. પણ શું થર્મલ ઊર્જા ક્ષમતામાં વધારો થયો છે?

પ્રધાન: અત્યારે જળવિદ્યુત ઊર્જાની સમસ્યા છે, કારણ કે છેલ્લાં બે વર્ષથી ચોમાસું નબળું રહ્યું છે. હકીકતમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. એટલે મેં કોલસા-આધારિત થર્મલ ઊર્જા ઉત્પાદનના પ્રોજેકટ્સ મંજૂર કર્યા છે. અમે ઉદ્યોગને મદદ કરવા ચાલુ વર્ષની મધ્ય સુધીમાં વધુ 2,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરીશું.

પ્રશ્રઃ અન્ય રાજ્યો સામેની સ્પર્ધા વિશે તમારું શું માનવું છે?

પ્રધાન: હું તમને સાચું કહીશ. આપણી આઇટી નીતિઓએ પાયો નાંખ્યો છે, જેના આધારે અન્ય રાજ્યોએ પોતાની આઇટી નીતિ બનાવી છે. રાજ્યો વચ્ચે રોકાણ મેળવવા સ્પર્ધા વધશે તો છેવટે દેશની જ પ્રગતિ થશે. મારું માનવું છે કે આપણા દેશમાં ઘણા યુવાનો પ્રતિભાશાળી છે, તેમની પાસે અવનવા વિચારો છે, જેને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. હું તમામ સ્ટાર્ટઅપ્સને 'ઇન્વેસ્ટ કર્ણાટક'માં આવવા અને અમારી નીતિઓથી પરિચિત થવા વિનંતી કરું છું.

યોરસ્ટોરીને કર્ણાટક સરકારના ‘ઇન્વેસ્ટ કર્ણાટક’ સાથે જોડાવવાનો ગર્વ છે, જેમાં કર્ણાટકે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં કરેલી પ્રગતિ દર્શાવવામાં આવશે અને સમગ્ર દુનિયામાંથી રોકાણો પણ આકર્ષવામાં આવશે. આ ઇવેન્ટ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી, 2016 વચ્ચે બેંગલુરુમાં યોજાશે. (અહીં રજિસ્ટર કરાવો)

ઇન્વેસ્ટ કર્ણાટક એપનું લોંચિંગ કરતાં રત્ના પ્રભા (ડાબે) અને આર વી દેશપાંડે (જમણે)

ઇન્વેસ્ટ કર્ણાટક એપનું લોંચિંગ કરતાં રત્ના પ્રભા (ડાબે) અને આર વી દેશપાંડે (જમણે)


ઇન્વેસ્ટ કર્ણાટક, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં તમામ સહભાગીઓને ડિજિટલ યુઝર પ્લેટફોર્મ પ્રદાન કરવાના આશય સાથે કર્ણાટક સરકારે તાજેતરમાં ઇન્વેસ્ટ કર્ણાટક 2016 મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. તમે તમારી એન્ડ્રોઇડ ડિવાઇઝ પર એપ ડાઉનલોડ કરી શકો છો.


લેખક- વિશાલ ક્રિષ્ના

અનુવાદક- કેયૂર કોટક

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags