સંપાદનો
Gujarati

સાથે રમીએ, સાથે વિકાસ કરીએ

16th Oct 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

'ખેલો ઈન્ડિયા'ની શરૂઆત દ્વારા, સામાજીક, સાંસ્કૃતિક, અને જાતિભેદના બંધનો તોડીને, રમત-ગમતને વિકાસ માટેનું મેદાન બનાવી દેવાનું લક્ષ્ય!

26 વર્ષના કુમાર અભિષેક માટે, રમત-ગમત એટલે, મેદાનમાં માત્ર પરસેવો વહાવવો જ નહીં. તેઓ પોતે, એક ઉત્સુક ખેલાડી હોવાનાં કારણે, ઘણી નાની વયે જ તેમણે એ વાત શીખી લીધી હતી કે, ભણવાની સાથે-સાથે રમત-ગમત પણ મહત્વપૂર્ણ છે. અભિષેક કહે છે, "મારા માટે, રમત-ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ એટલો જ જરૂરી હતો, જેટલું ભણવામાં ક્લાસમાં પ્રથમ આવવું. માત્ર મૅડલ મેળવવાં જ મારો ઉદ્દેશ્ય નહોતો, પણ મારામાં ખેલભાવનાનો વિકાસ થાય, એ પણ એક કારણ હતું."

કુમાર અભિશેક

કુમાર અભિશેક


એક દાયકા પછી, તેઓ ગાંધી ફેલોશિપમાં જોડાયાં, જેણે તેમને એવી દુનિયાનો પરીચય કરાવ્યો, જેમાં શિક્ષણનો અર્થ એટલે, માત્ર પાઠ્યપુસ્તકોમાંથી વાંચવું. શીખવાનો ધ્યેય તો અપૂર્ણ જ રહી જતો હતો, કારણ કે તેમાં તેમનો સાકલ્યવાદી વિકાસ નહોતો થતો. ફેલોશિપના છેલ્લાં વર્ષમાં, તેઓ અમદાવાદમાં વિદ્યાર્થીઓના એક ગ્રૂપ સાથે જોડાયાં, તેઓ રમત-ગમત દ્વારા બાળકોમાં સકારાત્મકતા પેદા કરવા ઈચ્છતાં હતાં.

"શરૂઆતમાં, હું મધ્ય અમદાવાદ સ્થિત 'અરવિંદ મિલ્સ'ની આસપાસ રહેતાં સમુદાયના બાળકો સાથે કામ કરતો હતો. 2002નાં રમખાણોના પ્રત્યાઘાત એટલાં સ્પષ્ટ હતાં કે, મુસ્લિમ સમુદાયના કોમી વિસ્તારો ઊભા થઈ ગયાં હતાં, અને તેઓને તેમના પાડોશીઓ સાથે ઓછાંમાં ઓછો સંપર્ક રાખવાનું જણાવવામાં આવતું. બાળકોના કુમળા મનમાં જે ભરી દેવામાં આવ્યું હતું એ ઘણું ખતરનાક હતું, જેથી મને ચિંતા થતી હતી." અભિષેકે, તેમના વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસાવીને, બાળકોને તેમના વિસ્તારમાંથી બહાર લાવીને, તેમના પાડોશી વિસ્તારના બાળકો સાથે રમાડવાનો પ્રયત્ન કર્યો. બાળકોને આ વિચાર ખૂબ ગમ્યો, અને જે એક પ્રયોગના રૂપમાં શરૂ થયું હતું, તેના સકારાત્મક પરિણામો મળવા લાગ્યાં હતાં.

image


વર્ષ 2012માં અભિષેકે 'ખેલો ઈન્ડિયા'ની શરૂઆત કરી, જેમાં સામાજીક, સાંસ્કૃતિક અને જાતિ ભેદના બંધનો તોડીને, રમત-ગમતને વિકાસ માટેનું મેદાન બનાવી દેવામાં આવ્યું. આ વિચાર દ્વિપક્ષીય હતો જેમાં- દેશમાં રમવામાં આવતી રમતો જેમકે, ગિલ્લી-દંડા, લખોટી, પતંગબાજી અને પિઠ્ઠું જેવી, ઓછી રમવામાં આવતી રમતો પ્રત્યે લોકોનો રસ ફરી જાગરૂક કરવો તથા રમત-ગમતમાં મનોરંજન, મહત્વકાંક્ષા અને વિકાસના પાસાઓની ત્રિપુટી બનાવવી. ખેલદિલીના આશયમાં પૂર્ણપણે વિશ્વાસ ધરાવતાં, તેઓ લોકોના જીવનમાં, રમત-ગમત દ્વારા સકારાત્મકતા લાવવાના ઈરાદા સાથે, તેની સંભાવનાઓને શાધવા નિકળી પડ્યાં છે.

'ખેલો ઈન્ડિયા'ની શરૂઆત 'ફ્રિસ્બી'ની રમત સાથે થઈ હતી. એક એવી રમત, જેને રેફરી વગર રમવામાં આવે છે, રમતની સ્વ-નિયંત્રક વિશિષ્ટતાએ, ટીમ બનાવવા અને મનોરંજન કરતાં ઘણું આપ્યું. આ રમતમાં સ્ત્રી-પુરુષના સંબંધિત સ્ટેમિના તથા સહનશક્તિને ચકાસવામાં નહોતી આવતી, એ વાત અભિષેકને બહુ ગમી ગઈ. આ રમત શરૂ કરવાનું કારણ જણાવતાં, અભિષેક કહે છે, "ફ્રિસ્બી ફેંકવા માટે, તમારી પાસે માત્ર ચપળતા તથા આવડત હોવી જોઈએ."

image


પાડોશના બાળકો તથા 'ગાંધી ફેલોઝ'એ, આમાં સામેલ થવાની તૈયારી બતાવી. અપેક્ષિત પરિણામો મીઠા આશ્ચર્ય સાથે આવ્યાં જેમાં, સ્ત્રી-પુરુષ સૌએ ઉત્સુકતાપૂર્વક ભાગ લીધો. તેમના માટે સૌથી ખુશીની પળ એ હતી, જ્યારે મુસ્લિમ સમુદાયના એક રૂઢિચૂસ્ત પરિવારની 'ગાંધી ફેલો', પોતાનો બુરખા અને હિજાબ કાઢીને, ટીમના અન્ય ખેલાડીઓ સાથે રમવા માટે મેદાનમાં આવી ગઈ. લોકોના જીવનમાં રમત-ગમત કેવા વિશાળકાય પરિવર્તનો લાવી શકે છે એ સમજાવતાં, આંખોમાં ચમક સાથે અભિષેક કહે છે, "તે સમય, રમત-ગમત કરતાં ઘણું વધુ કહી ગયો."

અભિષેક જણાવે છે કે, “પણ આમાં પડકારો ઘણાં હતાં. મને સમજાઈ ગયું કે, રમત-ગમતમાં ભાગ લેવો એ માત્ર પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધી મર્યાદિત નથી. રમત-ગમત પ્રત્યે સમાજના વલણ સાથે આનો સીધો સંબંધ છે. રમત-ગમતને ખાલી સમયમાં કરવામાં આવતી ક્રિયાના રૂપમાં જોવામાં આવે છે, અથવા તો જે બાળકો ભણવામાં નબળાં હોય છે, એમના માટેનો વિકલ્પ ગણવામાં આવે છે. માટે, આપણાં દેશમાં પ્રચલિત એક હિંદી કહેવત, ‘પઢ઼ોગે લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ’ ને ઘણી ગંભીરતાથી લેવામાં આવે છે." એકબાજું જ્યાં મહાનગરોના અભિભાવકો તેમના બાળકોને રમત-ગમતના શોખ ખાતર, ખુશ થઈને રમવા મોકલે છે, ત્યાં જ નાના શહેરો કે ગામમાં, માતા-પિતા આને સમય તથા પૈસાનો બગાડ ગણે છે, અને માટે તેમના બાળકોને રમવા માટે પ્રોત્સાહન નથી આપતાં.

image


"જાતિ પણ વિવિધ સ્તરની ઘણી જટિલતાઓ ઊભી કરે છે. છોકરીઓને રમવા માટે મનાવવી, એ તદ્દન જુદી જ મુશ્કેલી છે. બૅન્ડ ઈટ લાઈક બૅક્હમ ફિલ્મની જેમ જ, છોકરીઓને રમવા માટે મનાવવાનું ક્યારેય સહેલું નથી હોતું. તેમના સ્ટેમિના, સહનશક્તિ તથા ઉત્સાહને લઈને, છોકરીઓની સતત તેમના પ્રતિરૂપ પુરુષ ખેલાડીઓ સાથે તુલના કરવામાં આવે છે. મને ઘણી વાર લાગે છે કે, આ માત્ર માનસિક અવરોધો છે."

છેવટે ફ્રિસ્બીએ એ વાત સાબિત કરી દીધી; અને હવે આગળની યોજના હતી કે, 30 બાળકોના સમૂહો સાથે આનો પ્રયાસ કરવામાં આવે, જેમાં અન્ય રાજ્યોનાં વિવિધ બાળકો હોય. એક હતું ‘ખિડકી એક્સટૅન્શન’, જે નવી દિલ્હીના સાકેત વિસ્તારની પાસે આવેલા, નીચલા મધ્યમ વર્ગના ક્ષેત્રના બાળકોનું તથા અન્ય એક હતું મુંબઈના માનખુર્દ વિસ્તારનાં શિશુઘરના બાળકોનું. આ બન્ને સેટિંગનાં આર્થિક-સામાજીક સંદર્ભ અલગ હતાં, અને તેમનું જોડાણ 6 મહીના ચાલ્યું. અને આ સકારાત્મક અભિગમના લીધે જ અભિષેકને ભવિષ્ય માટે આશા બંધાઈ. “મારા માટે આ પ્રોજેક્ટ ખરી દિશામાં ત્યારે આગળ વધશે, જ્યારે બાળકો એકલા-અટૂલા શીખવા કરતાં સમૂહમાં શીખવાનું પસંદ કરશે. સમૂહમાં શીખવું એ એક અદ્દભૂત વાત છે, જેમાં આપણે જીવનની વાસ્તવિક ઘટનાઓ વિશે વધુને વધુ શીખી શકીએ છીએ. રમત-ગમતમાં એવાં ઘણાં મોકા આવે છે, જેમાં લોકો તેમના પ્રખર પ્રકૃતિ અનુસાર પ્રતિક્રિયા આપે છે."

image


ખેલો ઈન્ડિયા માત્ર એક શરૂઆત છે. અભિશેક શીખવાના વિકાસની પદ્ધતિને ચાર ખાનવાળી બનાવવાં માંગે છે જેમાં, વાંચવાની સાથે રમત-ગમત દ્વારા વ્યક્તિગત વિકાસ માટે, વિદ્યાર્થીઓ તેમાં સક્રિયપણે ભાગ લે. એમની યોજના છે કે, વિદ્યાર્થીઓના દરેક ગ્રૂપ સાથે, પાંચ વર્ષ માટે જોડાઈને તેમનો સતત વિકાસ થાય એવી મુલ્યાંકન પદ્ધતિ અપનાવવી. પાયાના સ્તર પર જાતિ સંવેદનશીલતા, સામાજીક સામંજસ્ય અને શાસન પદ્ધતિમાં સક્રિયપણે ભાગ લેવો, એ ખેલો ઈન્ડિયાનું મૂળ ઉદ્દેશ્ય છે. અને તેમને લાગે છે કે, તેમનાં સાથી યુવાનો સિવાય, કોઈ તેમને સહકાર આપી ન શક્યું હોત. "જેટલા જુસ્સા તથા ઉત્સાહથી યુવાનો પરિવર્તન લાવી શકે છે, એવું અન્ય કોઈ ન કરી શકે. લોકોના મોંઢા પર બદલાવનું સ્મીત તથા પરસેવાથી ભીની થયેલ પાંપણો જ મને આગળ વધતાં રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, અને મારી ટીમને પ્રેરણા આપે છે".

આ પ્રયોજન સાતે જોડાવા, અને પરિવર્તનની રમતને આગળ વધારવાં માટે, આ લિંક પર ક્લિક કરો: www.facebook.com/kheloindia

લેખક- મોહિની મહેતા (ગેસ્ટ ઑથર)

અનુવાદક- નિશિતા ચૌધરી

(આ લેખમાં વ્યક્ત વિચારો લેખકના અંગત વિચારો છે.)

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો