સંપાદનો
Gujarati

નવા ઉદ્યોગસાહસિકોને, સલાહ-સૂચનો મેળવવા માટે ઉપયોગી છે ‘Karma Circles App’

આ ઍપ, કુશળ ઉદ્યોગસાહસિકોને શોધીને, તેમને મળીને તેમના બિઝનેસ માટે સલાહ-સૂચનો આપે છે

31st Jan 2016
Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share

Karma Circles પોતાને એક ઓપન પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કરવા માગે છે, જેમાં કુશળ ઉદ્યોગસાહસિકોને શોધવા, ઑનલાઈન અથવા ઑફલાઈન મીટિંગ માટે વિનંતી કરવી અને પછી તેમને તેમના સમય તથા સલાહ માટે આભાર માનીને, પે ઈટ ફોરવર્ડ કરવું. આ પ્લેટફોર્મ, તેની પાસે સલાહ આપતાં હાલમાં 3,000 નિષ્ણાંતો હોવાનો દાવો કરે છે.

Office Hours’, પશ્ચિમી દેશોમાં એક લોકપ્રિય કૉનસૅપ્ટ છે, જ્યાં સફળ ઉદ્યોગસાહસિકો તેમનો સમય ફાળવીને, નવા ઉદ્યોગસાહસિકોને સલાહ સૂચનો આપે છે. ઘણાં ભારતીય તથા એશિયન ઉદ્યોગસાહસિકોએ મેઈનસ્ટ્રિમ સફળતા પ્રાપ્ત કરી હોવાથી, અગર યોગ્ય રીતે કરવામાં આવે, તો આ પ્લેટફોર્મને ભારતમાં પણ સારી લોકપ્રિયતા મળી શકે છે,

અત્યાર સુધીની યાત્રા

KarmaCircles ની ટીમ

KarmaCircles ની ટીમ


Karma Circles ની શરૂઆત, દીપક ગોયલ દ્વારા કરવામાં આવી હતી, અને હાલમાં આમાં 7 લોકોની ટીમ કામ કરે છે. આ પૂર્વે, દીપક શિકાગો સ્થિત માર્ક ક્યૂબન, તથા અન્ય એન્જલ ઈન્વૅસ્ટર્સ દ્વારા ફંડિંગ કરવામાં આવેલાં સ્ટાર્ટઅપ Packback નાં કૉ-ફાઉન્ડર તથા CTO હતાં. તે પહેલાં, તેઓ IndiaHomes નાં CPO હતાં, જ્યાં તેમણે પ્રોડક્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ અને એન્જીનિયરિંગ ટીમ્સને બનાવી તથા તેનું નેતૃત્વ કર્યું. તેઓ IIT દિલ્હીનાં ગ્રેજ્યૂએટ છે, તથા તેમણે હાસ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી MBA કર્યું છે.

Karma Circlesનાં દિલ્હી તથા USAમાં કાર્યકરો છે. આ સ્ટાર્ટઅપ, શરૂઆતમાં એક વૅબ-ઓન્લી પ્રોડક્ટ તરીકે શરૂ થયું હતું, તથા વૃદ્ધિ કરી રહેલાં સ્માર્ટફોન માર્કેટમાં પગ મૂકવા માટે, હાલમાં તેઓએ એક મોબાઈલ ઍપ પણ લૉન્ચ કરી છે.

આ સ્ટાર્ટઅપ, હાલમાં તેની મોબાઈલ ઍપ પર ધ્યાન આપી રહ્યું છે, કેમ કે તેનું માનવું છે કે, ભવિષ્યમાં સ્માર્ટફોન છવાઈ જશે. પણ તેઓ તેમનાં વૅબ વર્ઝનને તરછોડી નથી રહ્યાં. માર્કેટિંગ હૅડ કરનદીપ ડાંગનું કહે છે,

"મોબાઈલ અમારો ફોકસ હોવા છતાં, અમે અમારી વૅબસાઈટ પર કામ કરીને તેમાં પણ આવો જ અનુભવ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. અમે અમારા પોતાનાં નેટવર્ક્સ મારફતે સક્રિયપણે અમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યાં છીએ તથા કૉર્પોરેટ્સ અને અલ્યૂમ્ની નેટવર્ક્સ સુધી પણ પહોંચી રહ્યાં છીએ."

નિષ્ણાંતો તથા સલાહ મેળવનારો માટે, આ એક ઓપન માર્કેટ પ્લેસ છે. સ્ટાર્ટઅપ અત્યારે આને એક વર્ષ સુધી આમ જ રાખવા પર વિચારી રહ્યું છે, અને પછી તેને વિવિધ ચેનલો દ્વારા મૉનિટાઈઝ કરશે. 

image


આ કેવી રીતે કામ કરે છે?

યૂઝર્સે પ્લેટફોર્મ પર સાઈન-અપ કરવાનું રહેશે અને તેમનાં કાર્યક્ષેત્ર, તેમની કુશળતા અને ઓળખપત્રો તથા તેઓ મહીને કેટલા લોકો સાથે વાતચીત કરવા ઈચ્છે છે, તે વિશે કેટલીક વિગતો આપવાની રહેશે.

ત્યારબાદ, સલાહ માગનારાઓ કીવર્ડ્સ, ખાસ કુશળતાઓ, ગ્રૂપ્સ તથા લોકેશન અનુસાર, તેમને મનગમતા નિષ્ણાંતોને શોધીને સંપર્ક કરી શકે છે. એક વાર તેઓ નિષ્ણાંતને શોધી લે, પછી તેઓ તેમને મીટિંગ માટે વિનંતી કરી શકે છે, અને પોતાની પ્રોફાઈલ તેમની સાથે શેયર કરી શકે છે. બીજી બાજું નિષ્ણાંતોએ વિગતો આપીને, તેઓ જે ક્ષેત્રમાં નિષ્ણાંત છે તેની માહિતી આપવાની રહેશે, જેથી રેલેવેન્ટ સર્ચ રિઝલ્ટ હેઠળ તેમનો પ્રોફાઈલ સામે આવી શકે.

ત્યાર પછીનાં સ્ટેજમાં, સલાહ માગનારાઓને ‘પે ઈટ ફોરવર્ડ’નો વિકલ્પ આપવામાં આવે છે, અથવા મીટિંગ બાદ, તેમને મદદ કરી હોય એ નિષ્ણાંતને એક Karma નોટ મોકલી શકે છે. શરતો સાથે સહમત થયા બાદ, નિષ્ણાંતને મીટિંગની રિક્વૅસ્ટ મોકલવામાં આવે છે, અને સલાહ માંગનારને જણાવવામાં આવે છે કે, તેઓ નિષ્ણાંતને મળવા માટેની લાઈનમાં ક્યાં ઊભા છે. એક વાર મીટિંગની રિક્વૅસ્ટ મંજૂર કરવામાં આવી જાય, તો બન્ને યૂઝર્સ વચ્ચે એક ચેટ વિન્ડો ખૂલી જાય છે, અને તેઓ વાતચીત માટે મળવાનાં સમય તથા સ્થાન નક્કી કરે છે.

પ્રોસેસ વિશે વાત કરતાં દીપક કહે છે,

"મીટિંગ બાદ, સલાહ માગનારે Karma Giverને એક Karma note મોકલવાની રહે છે. આ ફીડબૅક નથી, પણ તેમને સમય આપવા માટે, આભાર વ્યક્ત કરતી નોટ છે. તમને ત્રણ સ્કિલ્સ માટે કર્મા ગિવરને ઍન્ડોર્સ કરવાની તક મળે છે."

આ ઍપ ગેમિફિકેશન પર નિર્ભર છે, અને તેનાં યૂઝર્સને એક બીજા સાથે વાતચીત કરવા માટે પ્રોત્સાહન આપે છે. કર્મા પોઈન્ટ્સ, પ્રતિષ્ઠા નક્કી કરે છે, અને મીટિંગ માટે કર્મા નોટ મળે તો યૂઝરને 10 પોઈન્ટ મળે છે, અને અગર તેઓ કોઈને કર્મા નોટ મોકલે તો તેમને 2 પોઈન્ટ મળે છે. આનું ઉદ્દેશ્ય છે કે, ‘કર્મા નેટવર્ક’ ને વધારવું અને જ્યારે પણ કોઈને મદદ જોઈતી હોય તો તેને તેનો લાભ આપવો.

ફિચર્સ

કર્મા ફીડ- આ ફીચર, યૂઝર્સને કર્માસર્કલ પ્લેટફોર્મ પર અપડેટ્સ મોનિટર કરવાની પરવાનગી આપે છે. યૂઝર્સ તેમની ક્વેરીને ફીડ પર પોસ્ટ કરી શકે છે, અને જનરલ પબ્લિક પાસે મદદની વિનંતી કરી શકે છે.

ગ્રૂપ્સ- કર્માસર્કલ, તેના યૂઝર્સને તેમની કંપનીઓ, અલ્યૂમ્ની નેટવર્ક્સ તથા તેમની રસ-રુચિ નાં આધારે ગ્રૂપ્સ બનાવવાની તથા જોઈન કરવાની અનુમતિ આપે છે.

પ્રાઈવેસી- સલાહ માગનાર અને એક્સપર્ટ વચ્ચેનાં મેસેજીસને ગોપનીય રાખવામાં આવે છે, અને તેઓ માત્ર બન્ને પાર્ટીને જ દેખાય છે. જોકે, અગર કોઈ એક્સપર્ટને કર્મા નોટ મોકલે, તો તે યૂઝરનાં પ્રોફાઈલમાં દેખી શકાય છે, પણ અગર યૂઝર ઈચ્છે, તો તેને છૂપાવી પણ શકે છે.

image


અમને શું ગમ્યું?

કર્મા સર્કલ એક વૅલ-ડિઝાઈન્ડ ઍપ છે અને તેમાં રંગનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઍપ પર આપેલા ફીચર્સ, સેલફ-એક્સપ્લેનેટરી છે, પણ તેમાં જે યૂઝર્સને શંકા હોય તેમની માટે, ‘How to Work’ સેક્શન આપેલું છે. મને કીવર્ડ્સ અને સ્કિલ્સ આધારીત સર્ચ કરવા પર સફળતા મળી છે, અને ઈચ્છાનુસાર ઘણાં રિઝલ્ટ પણ મળ્યાં છે. ‘Paying it forward’ અને ‘Karma Notes’નો કૉન્સૅપ્ટ, આખી પ્રક્રિયામાં પ્રોફેશનલિઝમની ઝલક આપે છે, અને મીટિંગ ગોઠવવાનાં કાર્યને રસપ્રદ બનાવી દે છે. ઈન-બિલ્ટ ઑપ્શન દ્વારા, યૂઝર્સ મીટિંગનો સરળતાથી સમય પણ બદલી શકે છે. 

યોરસ્ટોરીનો મત

કર્મા સર્કલ એક રસપ્રદ ઍપ છે, જે પ્રોફેશનલ કૉન્ટૅક્ટ સાથે વાતચીતને સરળ બનાવે છે, અને તેને ‘પ્રોફેશનલ્સ માટેનું વ્હોટ્સૅપ’ કહી શકાય છે. સલાહ માગનાર તથા એક્સપર્ટ્સ વચ્ચેનાં ડિમાન્ડ-સપ્લાયનાં ગેપને મેઈન્ટેઈન કરવાની ક્ષમતા અનુસાર, પ્લેટફોર્મની સફળતા નિર્ભર થશે. અનુભવી ટીમ સાથે અને ભારત તથા USA ની સિલિકૉન વૅલીમાં કામ કરી ચૂકેલાં ફાઉન્ડર હોવાથી, સલાહ માગનારાઓ તથા એક્સપર્ટ્સ માટે, કર્મા સર્કલ્સ એક રસપ્રદ વૅલ્યૂ પ્રપોઝિશન છે. તે જોવું રસપ્રદ હશે, કે તેઓ પ્લેટફોર્મમાં કેવી રીતે વૃદ્ધિ કરે છે, અને ભવિષ્યમાં મોનિટાઈઝિંગ માટે શું કરે છે.

ઍપ: Karma Circles

લેખક- હર્ષિથ માલ્યા

અનુવાદક- નિશિતા ચૌધરી

Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share
Report an issue
Authors

Related Tags