સંપાદનો
Gujarati

બે આઈડિયા જે બદલી શકે છે આપની દુનિયા

30th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

એકબાજુ તનતોડ મહેનત અને બીજી તરફ અર્થોપાર્જનમાં નહીંવત સફળતાને પગલે સ્ટાર્ટઅપની ધીરજ ખૂટી પડે છે. આવા સમયે સ્ટાર્ટઅપને આવી મુશ્કેલીમાંથી બહાર આવવા માટે એક નવી થિયરીની આપણે ચર્ચા કરીશું.

સ્ટાર્ટઅપની વાત આવે એટલે બધાંને વણમાગી શિખામણ આપવાનું મન થાય. તમે કોઈ નવા આઈડિયા સાથે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા હોવ અને નિશ્ચિતપણે આ બાબતે તમારા સ્નેહીજનો કે મિત્રો સાથે ચર્ચા કરતા હશો.આવી ચર્ચાઓ તમે ચાની કિટલી પર અને તમારા મિત્ર કે સ્નેહીજનોની ઓફીસમાં કલાકો સુધી કરી હશે. કોઈ પણ નવા બિઝનેસને જામતાં વાર લાગે છે અને આ પ્રક્રિયા દરમિયાન લગભગ દરેક સ્ટાર્ટઅપને નાણાંભીડ, ઉદાસીનતા અને બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયે કોઈપણ સ્ટાર્ટઅપે શું કરવું જોઈએ તેની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.

કોઈ પણ વેપારને જમાવતાં 1000 દિવસો થાય છે

આજે ભારત વિશ્વના સૌથી યુવાન દેશ તરીકે ઓળખાય છે, ત્યારે ઉદ્યોગસાહસિકતામાં વધારો થાય તે સ્વાભાવિક છે. ગુજરાતીઓનાં લોહીમાં જ વેપાર છે, અને એટલે જ ગુજરાતીમાં કહેવાય છે , કે કોઈ પણ ધંધો જમાવતાં પહેલાં એક હજાર દિવસો સુધી ગાદી ગરમ કરવી પડે છે. પરંતુ આજનાં એક્સપ્રેસ યુગમાં ત્રણ વર્ષ સુધી ધીરજ ધરવી એ સ્વયં એક મોટી વાત છે. એકબાજુ તનતોડ મહેનત અને બીજી તરફ અર્થોપાર્જનમાં નહીંવત સફળતાને પગલે સ્ટાર્ટઅપની ધીરજ ખૂટી પડે છે.

એક સાથે બે વેપારનો પ્રારંભ કરો

મોટેભાગે કોઈ પણ સ્ટાર્ટઅપ પોતાનાં બિઝનેસ આઈડિયાને વિકસાવવા આદુ ખાઈને પાછળ પડી જતા હોય છે. પરંતુ જે તે બિઝનેસને વિકસાવવા દૂરંદેશીની સૌથી વધુ જરૂર છે. વળી આ સમય દરમિયાન જે તે વેપારમાં સમયાંતરે સતત રોકાણ કરતા રહેવું પડે છે. એવા ટાણે નાણાંકીય વળતરના અભાવે ઉદભવતી ઉદાસીનતાને સામે મૂળ વેપાર સાથે બીજો રોકડીયો ધંધો શરૂ કરવાથી સ્ટાર્ટઅપને ઘણો ફાયદો થઇ શકે છે.

પ્રથમ દ્રષ્ટીએ જોઈએ તો, કદાચ આ વાત ગળે ઉતરશે નહીં. તો ઘણાં લોકો એકસાથે બે વેપાર કરવાને બે હોડીઓની સફર સાથે સરખાવે છે. પરંતુ આ વાત કરનારા લોકો એ ભૂલી જાય છે કે, હોડી હોય કે પછી સ્ટીમર, તેની સાથે એક લાઈફબોટ જરૂરથી જોવા મળશે. હવે આજ ઉદાહરણનું સ્ટાર્ટઅપની દ્રષ્ટીએ મૂલ્યાંકન કરીએ તો આપણને જાણ થશે કે આપણે બિઝનેસ ચાલુ કરતા હોઈએ તેમાં ત્રણ વર્ષ સુધી આપણો સમય, નાણાં અને મહેનતનું રોકાણ. પરંતુ આ દરમિયાન જે નાણાંકીય ભીડનો અનુભવ સામે ટકવા માટે બીજો વેપાર કે જે રોકડીયો ધંધો હોય તે ખૂબ જ મદદરૂપ થાય છે.

મોટાભાગના ઉદ્યોગસાહસિકોને ભરણપોષણ અને અન્ય જવાબદારીઓ હોવાથી મોટાભાગના ઉદ્યોગ સાહસિકો ત્રણ વર્ષ સુધી નાણાકીય ભીંસ સામે ટકી શકતા નથી, આવા ટાણે રોકડીયો ધંધો ખૂબ જ મદદરૂપ થાય છે, કારણકે તેના થકી ઓફીસનું ભાડું , સ્ટાફનો પગાર નીકળી જતો હોય છે, જેથી ઉદ્યોગસાહસિકની ચિંતામાં ઘણો ઘટાડો થાય છે.

image


એટલું જ નહીં, પરંતુ ઉદ્યોગસાહસિક પોતાના મૂળ વેપાર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ સમયે આપણે એક કેસ સ્ટડી જોઈએ તો, આ મુદ્દો આપણને બરાબર સમજાઈ જશે.

ટ્રાવેલ એજન્સી સાથે પ્રિન્ટીંગ વ્યવસાય

આ કેસ સ્ટડીની વિગતોનુસાર, લગભગ ત્રણેક વર્ષો અગાઉ એક યુવાને પોતાની એક ટ્રાવેલ એજન્સીનો પ્રારંભ કર્યો હતો. પરંતુ આ ઑફ સીઝનમાં ચાલુ થઇ હોવાથી તેને દિવાળીની સીઝન સુધી ધીરજ ધરવી પડે એમ હતી. આ ઉદ્યોગસાહસિક માટે રોજીંદો ખર્ચ કાઢવો એક મોટી સમસ્યા હતી. ત્યારે તેણે ઉપરોક્ત મંત્રને અનુસરીને પ્રિન્ટીંગ વ્યયસાયમાં ઝંપલાવ્યું અને ધીમે ધીમે પ્રિન્ટીંગમાં તે વિઝીટિંગ કાર્ડથી માંડી ઇન શોપ બ્રાન્ડિંગ સુધીના પ્રોજેક્ટ લેવા માંડ્યો હતો. પ્રિન્ટીંગનો વ્યવસાય મૂળ રોકડીયો ધંધો હોવાથી તેમાંથી અર્થોપાર્જન થવાથી હવે તે વ્યક્તિ નિશ્ચિતપણે મૂળ વ્યવસાયમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંડ્યો હતો. એટલું જ નહીં, પરંતુ જે પ્રિન્ટીંગના ગ્રાહકો હતા તેઓ ધીમે ધીમે ટીકીટ બૂકિંગ અને હોલીડે પ્લાનિંગ માટે પણ સંપર્ક કરતા થઇ ગયા હતા. આમ આજના યુગમાં સ્ટાર્ટઅપને એકસાથે બે વેપારમાં ઝંપલાવવું જરૂરી છે.

તમારો બીજો ધંધો કેવો હોવો જોઈએ ?

  1. તમારા મૂળ ધંધાને પૂરક સાબિત થાય તેવો બીજો ધંધો શરૂ કરવો જોઈએ.
  2. જે ધંધામાં રોકડીયો વહેવાર હોય તેવો ધંધો શરૂ કરવો.
  3. તમારા મૂળ વેપારના રોકાણના 10 ટકાના રોકાણથી બીજો ધંધો શરૂ કરવો.
  4. બને ત્યાં સુધી સર્વિસ બિઝનેસમાં ઝંપલાવવું.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags