સંપાદનો
Gujarati

15 ઓગસ્ટ 2015ના રોજ પહેલી વાર 12 વર્ષના બે ભાઈઓએ સ્ટાર્ટઅપનો અર્થ જાણી શરૂ કર્યું 'સ્માર્ટઅપ ઇન્ડિયા' વેન્ચર!

26th Jan 2016
Add to
Shares
44
Comments
Share This
Add to
Shares
44
Comments
Share

વડાપ્રધાન મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં બંને ભાઈઓએ પહેલી વાર સ્ટાર્ટઅપ શબ્દ સાંભળ્યો...

પોતાના એન્જિનિયર પિતા પાસેથી બંને ભાઈઓ સ્ટાર્ટઅપ શબ્દનો અર્થ સમજ્યા!

સ્ટાર્ટઅપ શબ્દનો અર્થ સાંભળ્યા બાદ 'ઇન્ડિયન હોમમેડ ટોય્ઝ' નામનું સાહસ શરૂ કર્યું!

www.indianhomemadetoys.com ઉપર બંને ભાઈઓ દ્વારા બનાવવામાં આવેલાં રમકડાં ખરીદી શકાય છે!

શું તમે ક્યારેય એવા સ્ટાર્ટઅપ વિશે સાંભળ્યું છે કે જેનો સીઈઓ માત્ર 12 વર્ષનો હોય અને સીટીઓ માત્ર 10 વર્ષનો. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી દ્વારા 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં તે બંનેએ ભાગ લીધો હતો. તેમને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હોવાને કારણે તેઓ દિલ્હી આવ્યા હતા. આ બંને દ્વારા મોકલવામાં આવેલા વીડિયો ટિઝરને વિજ્ઞાન ભવન ખાતે પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરી તેના બરાબર થોડા સમય પહેલાં રજૂ કરવામાં આવ્યું હતું. જેને 235 સ્ટાર્ટઅપ દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાંથી પસંદ કરવામાં આવ્યો હતો.

જી હા, આ કથાની શરૂઆત કેરળના કોલ્લમ શહેરમાંથી શરૂ થાય છે. અહીં અદભૂત પ્રતિભાના માલિક બે ભાઈઓ અભિજિત પ્રેમજી અને અમરજિત પ્રેમજીએ માત્ર 12 અને 10 વર્ષની ઉંમરે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જે ઉંમર નાનાં બાળકો માટે રમવાની હોય છે તે ઉંમરે આ ભાઈઓ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. માત્ર સ્ટાર્ટઅપ શરૂ કર્યું એટલું જ નહીં પરંતુ ભારતભરના બાળકો માટે તેમનો આ સ્માર્ટ આઇડિયા હોવાને કારણે તેમણે તેને સ્માર્ટઅપ નામ આપ્યું છે. આ બંનેની સફળતા પાછળ તેમના માતા-પિતાનું યોગદાન છે. માતા પ્રિથા પ્રેમજિથ કોલેજમાં પ્રોફેસર છે અને પિતા મિકેનિકલ એન્જિનિયર છે.

image


બંને ભાઈઓની સફળતા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા ઉપરથી 15 ઓગસ્ટ 2015ના રોજ કરવામાં આવેલું તે ભાષણ છે કે જેમાં તેમણે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા'ની વાત કરી હતી. પીએમનાં આ ભાષણે જ બંને ભાઈઓને પ્રેરણા આપી હતી. પીએમનાં લાંબા ભાષણને કારણે બંને ભાઈઓએ રમવાનું શરૂ કરી દીધું હતું પરંતુ જેવી વડાપ્રધાને 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા'ની વાત કરી તો બંને ભાઈઓએ પિતા પ્રેમજિથ પ્રભાકરનને પૂછ્યું કે આ શું છે... ? બંનેએ પોતાના પિતા પાસેથી સ્ટાર્ટઅપ શબ્દનો અર્થ જાણવા માગ્યો...ત્યારે પિતાએ બંનેને સ્ટાર્ટઅપ શબ્દનો અર્થ સમજાવતાં કહ્યું હતું,

"એવો કોઈ આઇડિયા કે જેને તમે આગળ જઇને બિઝનેસ વેન્ચરમાં બદલી શકો અને રોકાણકારને તમારા આઇડિયામાં રોકાણ કરવા માટેની રજૂઆત કરી શકો."
image


તે વખતે જ બંને ભાઈઓએ પોતાના સ્ટાર્ટઅપનો આઇડિયા વિચારી લીધો. તેમણે પિતાને તેમના રમકડાંનાં સ્ટાર્ટઅપ વિશે વાત કરી. જોકે, માતાએ પૂછ્યું કે કયા રમકડાં વેચશો ચાઇનિઝ? આ અંગે બંનેએ તરત જ જવાબ આપ્યો કે ના, અમે જે રમકડાં બનાવીશું તે જ રમકડાં વેચીશું....

અહીંથી જ Indian Homemade Toys (IHT)ની સ્થાપના કરવામાં આવી. સ્કિલ ઇન્ડિયા અંતર્ગત 2022 સુધી મોદીજીનું સપનું 40 કરોડ યુવાનોને તૈયાર કરવાનું છે. જેમાંથી 20 કરોડ લોકો શાળાનાં બાળકો હશે. બાળકો રમકડાં સાથે ઝડપથી જોડાતાં હોવાને કારણે Indian Homemade Toys (IHT) સ્કિલ ઇન્ડિયા, ડ્રિમ ઇન્ડિયા, ડિઝાઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ક્લિન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, અને ગ્લોબલ ઇન્ડિયાને એક જ છત નીચે લાવીને સ્માર્ટઅપ ઇન્ડિયા માટે એક મજબૂત આધારશીલા રાખવા માગે છે.

image


image


એક આંકડા અનુસાર રમકડાંની આયાત પાછળ દર વર્ષે 2 અબજ ડોલર જેટલાં વિદેશી ચલણનો ખર્ચ કરવામાં આવે છે. આ આયાતમાં ચીનનો સૌથી મોટો ફાળો છે. આ રમકડાંઓ બાળકોનાં આરોગ્યની દૃષ્ટિએ સારાં નથી હોતાં. તેથી આ બંને પ્રતિભાશાળી બાળકોના પિતા પ્રેમજી પ્રભાકરન (પ્રભાકરનને ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ ભારત સરકાર તરફથી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું છે.)ના જણાવ્યા અનુસાર ઇન્ડિયન હોમમેડ ટોય જ તેનું સૌથી મોટું સમાધાન દેખાઈ રહ્યું છે. તેની પાછળનો પ્રભાકરનનો તર્ક એ છે કે દરેક બાળકમાં કંઈકને કંઈક શોધ કરવાની ક્ષમતા રહેલી છે. તેઓ કહે છે કે આજના આ ટોય મેકર ભારતના આવતીકાલના ટેકનોલોજી મેકર છે.

કંપનીના સીઈઓ અભિજિત પ્રેમજીના જણાવ્યા અનુસાર,

Indian Homemade Toys (IHT) માત્ર ઓનલાઇન સ્ટોર જ નથી પરંતુ બાળકોની સર્જનાત્મકતા માટે એક સ્રોત જેવો છે. અહીં બાળકો પોતાની કલ્પનાને પાંખો આપી શકે છે.

જ્યારે કંપનીના સીટીઓ અમરજિત પ્રેમજીના જણાવ્યા અનુસાર,

"અમારું મિશન બાળકોને ટેકનોલોજી ઇન્વેન્ટર બનાવવા માટે પ્રેરિત કરવાનું છે. તેના માટે અમે Indian Homemade Toys (IHT)ને સ્ટાર્ટઅપ ન કહેતાં સ્માર્ટઅપનું નામ આપ્યું છે."

વેપારની તકો

ભારતમાં દર વર્ષે રમકડાંની આયાત કરવી પડતી હોવાને કારણે લાખો કરોડોનાં વિદેશી ચલણનો ખર્ચ થઈ જાય છે. આ રકમને બચાવી શકાય છે. આઈએચટીના જણાવ્યા અનુસાર રમકડાં બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં પૂર્જા જેમ કે ઇલેક્ટ્રોનિક સર્કિટ, પ્લાસ્ટિક વ્હીલ્સ ગિયર બોક્સ, કનેક્ટર્સ, ચિપ, સોલાર પેનલ, ઉપરાંત અનેક એવી વસ્તુઓ છે કે જેમાં વેપારની તકો રહેલી છે. આઈએચટી એવું રમકડાંનું મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર બનાવવા માગે છે કે જ્યાં ચાઇલ્ડ ફ્રેન્ડલી સાથે ઇકો ફ્રેન્ડલી રમકડાંનું નિર્માણ થઈ શકે. તેવામાં આઈએચટીનો વિચાર પોતાની જ અંદર કમસે કમ 1 હજાર સ્ટાર્ટઅપ બનાવવાની છે. જેથી કરીને નરેન્દ્ર મોદીનાં સપનાનું સ્કિલ ભારતનું નિર્માણ કરી શકાય.

અમરજિતના જણાવ્યા અનુસાર,

"શિક્ષણ સંસ્થાઓ આ અંગે આઈએચટી સાથે મળીને આ કામમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. આ પગલાંને કારણે શૈક્ષણિક રમકડાં બનાવવામાં સારી એવી મદદ મળી શકે તેમ છે."
image


જ્યારે અભિજિતનું માનવું એવું છે કે ટોય મેકિંગને શાળાઓમાં ઇતર પ્રવૃત્તિ તરીકે ભણાવવામાં આવવું જોઇએ. તેના કારણે બાળકોને ખૂબ જ શીખવાનું મળે છે. પિતા પ્રભાકરનઆ અંગે ઘણી શક્યતાઓ જુએ છે. તેમનું માનવું છે કે શરૂઆતથી જ જો બાળકોને આ પ્રવૃત્તિ શીખવાડવામાં આવે તો નવમા દસમા ધોરણ સુધીમાં આવતાં આવતાં તેઓ રોબોટિક્સના સિદ્ધાંતો ઉપર એવી વસ્તુઓનું નિર્માણ કરવામાં સફળ થઈ શકે છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.

image


વડાપ્રધાન મોદીના ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનાં સપનામાં પોતાને સામેલ કરવાની વાતો કરનારા અભિજિત અને અમરજિતની યોજના Indian Homemade Toys (IHT) થકી થનારા નફાનો મોટો ભાગ દેશના ગરીબ બાળકોને શિક્ષણ આપવા પાછળ ખર્ચવાનો છે. જેના કારણે ભારતની સ્થિતિને એક વિકસિત દેશમાં બદલી શકાશે.

પોતાને અલગ વિચારસરણી અને અલગ કરવાની પ્રેરણા આપવા બદલ બંને ભાઈઓ પોતાનાં માતા-પિતાનો આભાર માને છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ભાગ લેવા માટે આમંત્રણ આપનારા સચિવ અમિતાભ કાન્ત માટે વિશેષ આભાર વ્યક્ત કરતાં તેઓ કહે છે કે વડાપ્રધાન મોદીને મળવું તેમનું સૌથી મોટું સપનું છે. બંને ભાઈઓ મોદીને મળીને સ્માર્ટઅપ ઇન્ડિયા વિશે વિસ્તૃત ચર્ચા કરવા માગે છે.

વેબસાઈટ


લેખક- તૌસિફ આલમ

અનુવાદ- મનીષા જોશી


આ પ્રકારની અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારા Facebook Page ને લાઈક કરો

Add to
Shares
44
Comments
Share This
Add to
Shares
44
Comments
Share
Report an issue
Authors

Related Tags