સંપાદનો
Gujarati

બનારસમાં ‘ધ ધોબી’ દ્વારા રોજગારના સર્જન સાથે ગંગા સફાઈમાં જોડાયા 3 યુવાનો

30th Mar 2016
Add to
Shares
21
Comments
Share This
Add to
Shares
21
Comments
Share

તમે જાતે તો ROનું પાણી પીવો છો પણ શું પોતાના કપડાંને ROનું પાણી આપો છો... આવો સવાલ પૂછનારા ક્યાંય વારાણસીમાં જોવા મળે તો નવાઈ ન પામતા... શહેરમાં કેટલાક યુવાનોની ટોળકી છે જે જણાવે છે કે, તળાવો, કુંડ કે નદીઓ અને તમારા ઘરના અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં આવતા પાણીથી કપડાં ન ધોવા, કારણ કે તેમાં કેમિકલયુક્ત પાણી હોય છે. આ પાણી કપડાંને નુકસાન કરી શકે છે. આ બાબત અંગે જાગરૂકતા લાવવા ઉપરાંત તેમણે એક ઈન્ડસ્ટ્રિયલ લોન્ડ્રીની શરૂઆત પણ કરી છે. તેમાં ઈટીપી પ્લાન્ટ, વોટર સોફ્ટનર પ્લાન્ટ લગાવીને પાણી ચોખ્ખું કરવામાં આવે છે અને કપડાં ધોવામાં આવે છે જેથી કપડાંનું આયુષ્ય વધી જાય.

image


કપડાંનું આયુષ્ય વધારવા માટે પ્રગલ્ભ દત્ત તિવારી અને અજય સિંહે જોડાઈને ‘ધ ધોબી’ નામની કંપની બનાવી. પ્રગલ્ભ દત્ત તિવારી બનારસના જાણીતા ડૉક્ટરના પુત્ર છે. તેમની પોતાની 150 બેડની હોસ્પિટલ છે. દેશની જાણીતી બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનો અભ્યાસ કરનાર પ્રગલ્ભ દત્તે નોકરી કરવાના બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું તેની પાછળ રહેલી વાત પણ રસપ્રદ છે. યોરસ્ટોરીની ટીમ સાથ વાત કરતા પ્રગલ્ભ જણાવે છે,

"જે સમયે એમબીએ કરતો હતો તે સમયે લોકો કહેતા હતા કે એમબીએ બાદ હોસ્પિટલના માર્કેટિંગની જવાબદારી સંભાળીને આ બિઝનેસને આગળ વધારીશ. મારા મનમાં કોઈ કંઈક નવું જ કરવાની ઈચ્છા હતા. હું હંમેશા કંઈક અલગ કરવાનું વિચારતો હતો. તેના કારણે મેં આ વ્યવસાય પસંદ કર્યો."
image


image


શું છે આ વેપાર સાથે જોડાવાનું કારણ?

હકીકતમાં બનારસમાં તળાવો અને કુંડોનું પાણી અત્યંત ગંદુ છે... પ્રગલ્ભ જ્યારે પણ લોકોને આ કુંડો પાસે કપડાં ધોતા જોતો ત્યારે તેને એક જ વાત મનમાં આવતી કે આ બધું ખૂબ જ બિનઆરોગ્યપ્રદ છે અને તેને સરખું કેવી રીતે કરી શકાય. આ પાણીમાં દિવસભર ઉભા રહેવાથી લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થવાની પૂરતી શક્યતાઓ છે. આ બાબત સતત તેના મનમાં ચાલતી હતી. અભ્યાસ દરમિયાન પણ તેને વિચાર આવ્યા કરતા કે આ બધું યોગ્ય કરવા માટે કોઈ અભિયાન ચલાવવું જોઈએ.

પ્રગલ્ભ તિવારીને તેના વિચારો આગળ વધારવા માટે સાથ મળી ગયો અજય સિંહનો, જે વ્યવસાયે પત્રકાર છે અને સામાજિક સુધારા માટેની બાબતો પર વધારે ધ્યાન આપે છે. યોરસ્ટોરીએ જ્યારે અજય સિંહ સાથે વાતચીત કરી તો તેણે જણાવ્યું,

"2005માં જ્યારે હું બનારસ આવ્યો તો મેં જોયું કે ગંગાના ઘાટ ખૂબ જ સુંદર અને અદભૂત છે પણ ગંગાને અન્ય કોઈ નહીં આપણે જ ગંદી કરીએ છીએ. તેમાં એ લોકોનો સૌથી મોટો ફાળો છે. તે સમયે મનમાં વિચાર આવ્યો કે આમાંથી પોતાની ગંગાને મુક્ત કરાવવી જોઈએ."

આ દરમિયાન અજયસિંહની મુલાકાત કંઈક કરી છૂટવાનો જુસ્સો ધરાવતા પ્રગલ્ભ સાથે થઈ. તેમની વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ. તેમના વિચારો પણ એક થયા. બંનેએ સાથેમળીને એક લોન્ડ્રી સર્વિસ શરૂ કરવાનું નક્કી કર્યું જેમાં એવા પાણીથી કપડાં ધોવામાં આવે જેમાં ગંદકી ઓછી અને ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય. કપડાંને પછાડી પછાડીને તેનો જીવ ન લેવામાં આવે પણ મશીનના બાસ્કેટમાં ધોવામાં આવે તથા વરાળવાળું પાણી ઉપયોગમાં લેવામાં આવે જેથી જીવાણુઓ રહિત ધોલાઈ થઈ શકે. કપડાને યોગ્ય રાખવા માટે કોસ્ટિક સોડા અને એસિડના બદલે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે. તેના દ્વારા કપડાં સાફ, સુંદર, નરમ અને અનેક ધોવાણ છતાં નવા જેવા જ રહે. તેમની આ પરિકલ્પનાના પરિણામ સ્વરૂપે સામે આવ્યું ‘ધ ધોબી’

image


તેમની સામે મોટો પડકાર એ હતો કે ઈન્ડસ્ટ્રીયલ લોન્ડ્રીનું નામ આવતા જ લોકોના મનમાં એક જ વાત આવતી હતી કે, તેમાં હોસ્પિટલ, હોટેલ, રેલવે જેવી સંસ્થાઓના કપડાં ધોવાતા હશે. આ લોકોનું મિશન તો કંઈક અલગ જ હતું. તે આપણાં કપડાંને વધારે સારા બનાવવાનું વિચારતા હતા અને સાથે સાથે ધોબી સમાજને નવી ટેક્નોલોજી સાથે જોડીને તેમને ગંદા પાણીથી મુક્તિ અપાવવા માગતા હતા. સામાન્ય રીતે ઈન્ડસ્ટ્રિયલ લોન્ડ્રીમાં હોસ્પિટલ અને હોટેલના જ કપડાં ધોવાય છે તેવી માન્યતાને દૂર કરતા તેમણે લોકોના રોજિંદા કપડાં ધોવાનો સંકલ્પ કર્યો. 

મશીન આવી ગયું, લોન્ડ્રી શરૂ થઈ ગઈ. પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો , ધોબી સમાજને નવી ટેક્નોલોજી સુધી જોડવાનો અને ગંગાને ધોવાયેલા કપડાંની ગંદકીથી મુક્ત કરવાનો મોટો પડકાર હતો. આ માટે તેમણે પોતાના જુસ્સાને વધારવાની જરૂર હતી. તેમની આ શોધ પૂરી થઈ પત્રકાર મિત્ર નવીનસિંહ સાથેની મુલાકાતથી. નવીન ઘણી ન્યૂઝ ચેનલો અને દિલ્હી-મુંબઈના ઘણા પ્રોડક્શન હાઉસ સાથે કામ કરતો હતો અને તેણે આ નોકરી છોડીને તેમની સાથે જોડાણ કર્યું. યોરસ્ટોરીને નવીન જણાવે છે,

"આ કામમાં કપડાં ધોનારાને સ્માર્ટ બનાવવાની સાથે સાથે ગંગાને પ્રદૂષણથી મુક્તિ મળી રહી હતી. તે ઉપરાંત અમારો બિઝનેસ પણ વધવા લાગ્યો."
image


બનારસમાં 'ધ ધોબી'ના પ્રચારનું એ પરિણામ છે કે છેલ્લાં ચાર મહિનામાં 100થી વધુ ધોબી તેમનો સંપર્ક કરી ચૂક્યા છે. કંપનીની ઓફિસ શહેરમાં કપડા ધોનારા લોકોને નવી ટેક્નોલોજી સાથે જોડી રહી છે. તેમને માર્કેટિંગના પાઠ પણ ભણાવી રહી છે. 'ધ ધોબી' દ્વારા ગંગાને પ્રદૂષણમુક્ત કરાવવાનો સંકલ્પ પણ કપડાં ધોનારા લોકોને લેવડાવવામાં આવે છે. 'ધ ધોબી' દ્વારા શહેરના કપડાં ધોનારા લોકોને સમજાવવામાં આવે છે કે તમે ગંગામાં કપડાં ન ધૂઓ, તમે અમારી લોન્ડ્રીમાં આવી કપડાં ધૂઓ. અમે માત્ર વીજળી અને કેમિકલના સામાન્ય પૈસા લઈએ છીએ અને તે પૈસા પણ ન અપાય તો મફતમાં કપડાં ધૂઓ પણ ગંગાને સાફ રાખો.

પ્રગલ્ભ જણાવે છે,

"સદીઓથી જે લોકો પરંપરાગત રીતે કપડાં ધોઈ રહ્યા હતા તે એટલી સરળતાથી નહોતા બદલાવાના. તેના માટે સતત પ્રયાસ કરવાની જરૂર હતી અને અમે તે કરી રહ્યા હતા. તેમને તાલિમ આપવા માટે અને પ્રશિક્ષણ શિબિર પણ ચાલુ કરવાના છીએ. તેમાં આ લોકોને શીખવવામાં આવશે કે ઝડપથી બદલાતા સમયમાં કેવી રીતે મશીનો સાથે જોડાઈને વિકાસના રસ્તે જઈ શકાય છે."

હાલમાં તમામ લોકોને પાણીની ગુણવત્તા સાથે કપડાં ધોવાથી કયા ફાયદા થાય છે તેના માટે એપાર્ટમેન્ટમાં અમે 'ધ ધોબી'ના કેમ્પ કર્યા છે, જેના કારણે લોકો ધીમે ધીમે તેમની સાથે જોડાવા લાગ્યા છે.

image


'ધ ધોબી'ના આ કોન્સેપ્ટ અંગે અજય સિંહ ખૂબ જ ઉત્સાહ સાથે યોરસ્ટોરીની ટીમને જણાવે છે,

"તમે લોકો એવું ન વિચારતા કે અમે કોઈ સમાજસેવા કરીએ છીએ... સહેજ પણ નહીં... અમે તો અમારો બિઝનેસ ઊભો કરીએ છીએ... માત્ર નફા કે નુકસાન માટેનો આ બિઝનેસ નથી પણ આ એક એવું આ સ્ટાર્ટઅપ છે જેમાં બિઝનેસની સાથે સમાજને નવા યુગ પ્રમાણે એકજૂથ કરવામાં આવે છે... સાથે સાથે તેમને અપગ્રેડ કરવામાં આવે છે, કારણ કે જ્યારે તમામ ધોબી મશીનો સાથે અપગ્રેડ થશે તો કપડાં ધોવાણની બાબતમાં બનારસ સ્માર્ટ સિટી બની જશે... આ કારણે જ અમારી કંપનીનું સૂત્ર છે, તમારો ધોબી સ્માર્ટ થવા માગે છે, તે પોતાના માટે નહીં તમારા કપડાં માટે... તમારા કપડાં તેના માટે એક બાળક જેવા છે. તે તળાવ, નદી કે કુંડના ગંદા પાણીમાં તેને ધોઈને તેનું આયુષ્ય ઘટાડતા નથી પણ તેનું આયુષ્ય વધારે છે કારણ કે તે માત્ર ધોબી નહીં ‘ધ ધોબી’ છે."

લેખક – આશુતોષ સિંહ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

વિવિધ સ્ટાર્ટઅપ્સ અંગે અપડેટ્સ મેળવવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો. 

Add to
Shares
21
Comments
Share This
Add to
Shares
21
Comments
Share
Report an issue
Authors

Related Tags