સંપાદનો
Gujarati

10મું પાસ કશ્મીરી યુવકે બનાવ્યું અખરોટ તોડવાનું મશીન, બિઝનેસમાં લાગ્યા ચાર ચાંદ!

22nd Jun 2017
Add to
Shares
25
Comments
Share This
Add to
Shares
25
Comments
Share

આ મશીન એક ક્લાકમાં 150 કિલો અખરોટ તોડી શકે છે!

image


કાશ્મીરના એક દસ ધોરણ પાસ યુવકે તૈયાર કર્યું છે અખરોટ તોડવાનું મશીન. કાશ્મીરના અખરોટના ઉદ્યોગને વધુ સરળ બનાવવા માટે તૈયાર થયેલ આ મશીન એક ક્લાકમાં 150 કિલો અખરોટ તોડી શકે છે. સાથે સાથે અખરોટના બીજની ગુણવત્તા પણ જાળવી રાખે છે. 5થી 6 વ્યક્તિનું કામ આ મશીન કરી લે છે. આ મશીનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે વિજળી સાથે અને વિજળી વગર પણ ચાલી શકે છે.

image


પોતાના વિચારોને હકીકતમાં બદલવાનું શ્રેષ્ઠ ઉદાહરણ કાશ્મીરના દસ ધોરણ પાસ યુવકે આપ્યું છે. મુશ્તાક અહમદ ડાર પાસે કોઈ મોટી ડીગ્રી નથી, પણ તેમણે એક એવી મશીનરી તૈયાર કરી છે જે કદાચ એક એન્જિનિયર જ કરી શકે. આ યુવાને એક એવું મશીન તૈયાર કર્યું છે જે અખરોટ તોડવાનું કામ કરે છે. આ ઉપરાંત, તેમણે એક એવું પોર્ટેબલ ક્લાઇમ્બર તૈયાર કર્યું છે જેના દ્વારા સરળતાથી ઉંચાઈ પર ચડી શકાય છે, જે વૃક્ષો પર ચડવા માટે ઘણું ઉપયોગી બની રહે છે!

નાનપણથી જ હતો રમકડાં બનાવવાનો શોખ!

મુશ્તાકને નાનપણથી જ બાળકોના રમકડાં બનાવવાનો શોખ હતો. જેનો ઉપયોગ તેઓ પોતાના ઘરની સજાવટમાં કરતા હતાં. એક વખત મુશ્તાકના એક શિક્ષકની નજર તે રમકડાંઓ પર ગઇ. તેમણે મુશ્તાક પાસેથી એક રમકડું માગ્યું. આ ઘટનાએ મુશ્તાકની જિંદગીમાં આત્મવિશ્વાસ ભરી દીધો, જેથી ત્યારબાદ તે અન્ય વસ્તુઓ પણ બનાવવના પ્રયાસો કરવા લાગ્યા. મુશ્તાકનો પરિવાર અખરોટ તોડવાનું કામ કરતો. કાશ્મીરમાં અખરોટનો ઘણો મોટો ઉદ્યોગ છે. જ્યારે તેઓ દસમા ધોરણમાં હતા ત્યારે તેમના પિતાનું મૃત્યું થઇ ગયું. પરિવારમાં અન્ય કોઇ કમાતું ન હોવાથી મુશ્તાકનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી ગયું અને પરિવારની જવાબદારી તેમના માથા પર આવી ગઇ.

કેવી રીતે તૈયાર થયું અખરોટ તોડવાનું મશીન?

મુશ્તાકે જોયુ કે અખરોટ તોડવામાં ઘણો શ્રમ પડે છે અને આ ઘણું મુશ્કેલીભર્યું કામ પણ છે. એટલું જ નહીં, એક ક્લાકમાં માત્ર દસ કિલો અખરોટ તોડી શકાતા હતાં. ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે એક એવું મશીન તૈયાર કરવું જોઇએ જે 5થી 6 વ્યક્તિઓના કામ એકસાથે કરી શકે. મુશ્તાક જણાવે છે,

"અખરોટ તોડવામાં ઘણો સમય લાગતો હતો અને ઘણી વાર અખરોટ તોડનાર વ્યક્તિને હાથમાં વાગી પણ જતું હતું. આ માટે મેં મશીન તૈયાર કરવા માટે લોકોની સલાહ લેવાનું શરૂ કર્યું."

મુશ્તાકના સાથી મિત્રોએ આ મશીન તૈયાર કરવામાં તેમનો ઉત્સાહ વધાર્યો જેનાથી પ્રેરાઇને તેઓ રાત દિવસ આ મશીન તૈયાર કરવા પાચલ લાગી ગયા. મુશ્તાકના જણાવ્યા પ્રમાણે તેમને મશીનમાં ઘણી વાર મોટા ફેરફાર પણ કરવા પડ્યા પરંતુ 3 વર્ષની આકરી મહેનત પછી અખરોટ તોડતું મશીન બનાવવામાં તેમને સફળતા મળી.

મુશ્તાક કહે છે,

"આ કામ મુશ્કેલ હતું, કારણ કે મારે એક એવું મશીન તૈયાર કરવું હતું જે અખરોટને તો તોડે પરંતુ સાથે સાથે તેના બીજની ગુણવત્તા પણ જાળવી રાખે."

આજે આ મશીન અલગ અલગ આકાર, આકૃતિ તથા કઠણ અખરોટને તોડવાની સાથે સાથે તેના બીજને પણ સલામત રાખે છે. આ મશીનમાં લાકડાનું રોલર, મોટર અને પુલ્લી (એક પ્રકારનું ચક્કર)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મશીનની ખાસિયત એ છે કે તે વીજળી દ્વારા પણ ચાલી શકે છે અને વગર વિજળીએ પણ તેને ચલાવી શકાય છે. જો આ મશીનને વિજળીથી ચલાવવામાં આવે તો એક કલાકમાં તે ઓછામાં ઓછા 150 કિલો અખરોટ તોડી શકે છે, જ્યારે વિજળી વગર તે 100 કિલો અખરોટ તોડે છે. મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઇ જઇ શકાય તે માટે તેની નીચે વ્હિલ્સ લગાવવામાં આવ્યા છે.

એક અંદાજ પ્રમાણે દર વર્ષે કાશ્મીરમાં એક લાખ મેટ્રિક ટન અખરોટનું ઉત્પાદન થાય છે, જેની માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. મુશ્તાકની આ શોધ પછી અખરોટ તોડવાના ઉદ્યોગમાં ચાર ચાંદ લાગી ગયા છે. મુશ્તાક દ્વારા તૈયાર થયેલા આ મશીનનો ઉપયોગ કાશ્મીર ઉપરાંત હૈદરાબાદ અને નેપાળમાં પણ થઇ રહ્યો છે.

તેની કિંમત અંગે મુશ્તાકના કહેવા પ્રમાણે, માત્ર 30 હજાર રૂપિયા છે!

મુશ્તાકના નામ પર માત્ર આ એક જ ઉપલબ્ધિ નથી. તેમણે 'પોર્ટેબલ ક્લાઇમ્બર'નું મોડેલ પણ તૈયાર કર્યું છે. જેની મદદથી ઉંચાઇ પર સરળતાથી ચડી શકાય છે. જેમ કે વૃક્ષ પર ચડવા માટે પણ તે ઘણું મદદરૂપ સાબિત થાય છે. મુશ્તાક જણાવે છે,

"હું મારી આસપાસના વિસ્તારોમાં જોતો કે વિજળીના થાંભલા પર ચડવા માટે લોકો સીડીનો ઉપયોગ કરે છે. જે સીડી વજનમાં ઘણી ભારે હોવાથી તેને ઉપાડવા માટે 2થી 3 લોકોની જરૂરિયાત રહેતી. આ માટે મેં વિચાર્યું કે કોઇ એવી વસ્તુ બનાવવી જોઇએ જેનાથી ઉંચાઇ પર સરળતાથી ચડી શકાય."
image


મુશ્તાક દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ 'પોર્ટેબલ ક્લાઇમ્બર'નો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આ વસ્તુની ખાસિયત એ છે કે તે વજનમાં ઘણી હલકી છે, જેને એક બેગમાં મૂકીને ગમે ત્યાં લઇ જઇ શકાય છે. મુશ્તાક દ્વારા તૈયાર કરવામાં આવેલ 'પોર્ટેબલ ક્લાઇમ્બર'ની માગ મલેશિયામાં ઘણી વધારે છે. આ મશીનનું નિર્માણ અમદાવાદની એક કંપની કરી રહી છે.

મુશ્તાક ભણી શક્યા નથી પરંતુ તેમના દ્વારા તૈયાર થયેલા ઇનોવેશને એ વાત સાબિત કરી દીધી છે કે વ્યક્તિના વિચારોને હકીકતમાં બદલવાનો મોકો મળે તો તેણે તે તક ઝડપી, ધગસથી કામ કરી, પોતાના સપના સાકાર કરી લેવા જોઈએ. 

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Add to
Shares
25
Comments
Share This
Add to
Shares
25
Comments
Share
Report an issue
Authors

Related Tags