સંપાદનો
Gujarati

‘સેવા’ને તક આપો, ઘેર બેઠાં જ તમારા ઘરના જૂના ઉપકરણોનું સમારકામ થઇ જશે

10th Aug 2016
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share

તમે આમ કહી શકો છો કે રવિ રાયઝાદાને સ્ટાર્ટઅપનો કીડો ત્યારે જ કરડી ગયો હતો, જ્યારે તેમણે કિશોરાવસ્થામાં હજુ ડગ જ ભર્યા હતા અને તેમણે ૧૪ વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોચિંગ ક્લાસનું સંચાલન શરૂ કરી દીધુ હતું. તેનું પરિણામ આવ્યું કે રવિની અંદર એક એવો વ્યવસાય શરૂ કરવાની લાલસાએ જન્મ લીધો હતો જેને આગળ જઇને તેઓ પોતાનો કહી શકે. થોડા સમય પછી વર્ષ ૨૦૧૦માં તેમણે જોયું કે હોમ સર્વિસિસ ન તો ઉપલબ્ધ હતી કે ન તો લોકોની તેના સુધી પહોંચ હતી એટલું જ નહીં જે અમુક ગણતરીની સર્વિસ ઉપલબ્ધ હતી તે પણ કોઇ પણ પ્રકારના માપદંડો કે પ્રમાણિકતા વિના જ સંચાલિત થઇ રહી હતી. આ તકલીફની અનુભૂતિ તેમને સૌ પહેલા પોતાના ઘરથી થઇ હતી જ્યારે તેમની માતાએ ઘરનો સામાન અને ઉપકરણો બગડી જાય ત્યારે તેના સમારકામ માટે અને વિભિન્ન ઘરેલૂ ઉપકરણોની જાળવણી માટે કોઇને બોલાવવા માટે નિયમિત રીતે તકલીફોનો સામનો કરવો પડતો હતો. તેવામાં તેમણે કાયમી ધોરણે સામે આવતી આ તકલીફનું એક સકારાત્મક સમાધાન શોધવાનો નિર્ધાર કર્યો હતો.

image


સેવાના રૂપમાં ‘સેવા’

‘સેવા’ એક ઓન-ડિમાન્ડ સર્વિસ પ્રોવાઇડર છે જે ધરેલૂ ઉપકરણોનું સમારકામ ઘર પર જ કરાવવા માટે ટેકનિશિયન્સ પૂરા પાડે છે. તે ઉપરાંત તે પોતાના ગ્રાહકોને તેમણે ઉપયોગમાં લીધેલા ઉપકરણો માટે સારા ગ્રાહક અપાવવામાં પણ મદદ કરે છે અને દરેક પ્રકારે તેઓ ઈ-વેસ્ટ (કચરા)ને ઘટાડવાની દિશામાં પ્રયાસ કરી રહ્યા છે.

રવિ માટે ‘સેવા’ તેમનું સ્વપ્ન સાકાર થવા કરતા પણ વિશેષ છે અને તેઓ આને રાષ્ટ્રવ્યાપી સર્વિસ બ્રાન્ડના રૂપમાં વિકસિત કરવા થતી જોવા ચાહે છે. રવિના જણાવ્યા પ્રમાણે,

“મારો સ્વભાવ જ એવો છે કે મને બીજા લોકોની મદદ કરવી ગમે છે અને તેથી જ મેં આનું નામ ‘સેવા’ રાખ્યું હતું. અમે અમારા લોગો તરીકે પાંદડીઓ પસંદ કરી હતી કારણ કે વૃક્ષ અને પકૃતિ એવા પ્રતીક છે જે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને હંમેશા સેવામાં ઉપલબ્ધ રહે છે.”

પોતાના હરીફોથી વિપરીત આ પ્લેટફોર્મ એક ઓનલાઇન બજાર નથી. પણ તે સ્ટાર્ટઅપ જયપુર, જોધપુર, ઉદયપુર, દિલ્હી, ગુડગાંવ, નોએડા અને પુણે, આ સાત સ્થળોએ સક્રિય ૪૭ સભ્યોની એક ટેક્નિકલ ટીમ છે.

image


રવિના જણાવ્યા પ્રમાણે,

“અમે અમારા હરીફોથી તદ્દન અલગ દરેક કામના ઊંડાણમાં જવાના પ્રયાસ કરીએ છીએ જ્યારે તેઓ માત્ર ઓનલાઇન બજાર બનીને જ રહી જાય છે. અમારા અન્ય હરીફો સ્થાનિક સેવા પ્રદાતાઓ છે જેઓ મર્યાદિત સંસાધનો અને વિસ્તારની સાથે કામ કરે છે. આમાનાં મોટાભાગના સ્વરોજગારમાં લાગેલા યુવાનો છે જેમની ટીમ કેટલાક પસંદગીના ક્ષેત્રોમાં જ કામ કરે છે.”

ખર્ચ

તેમની સેવાની ફી ઘરેલૂ ઉપકરણોની કિંમત પર આધાર રાખે છે. સામાન્ય રીતે તે ૩૦૦ રૂપિયાથી શરૂ થાય છે અને સમારકામ વખતે બદલવામાં આવેલા સ્પેરપાર્ટ્સ પર પણ આધાર રાખે છે.

તે ઉપરાંત આ કંપની વોરન્ટીની પણ સેવા આપે છે જેના બદલામાં તે ગ્રાહક પાસેથી દરવર્ષે ૨૯૯૯ થી લઇ ૭૯૯૯ રૂપિયા લે છે. એક તરફ ૨૯૯૯ રૂપિયામાં ૬૦ હજાર રૂપિયા સુધીની કિંમતના તમામ ઉપકરણો સામેલ હોય છે, ત્યાં જ બીજી બાજુ ૭૯૯૯માં બે લાખ રૂપિયા સુધીના ઉપકરણોની સર્વિસ પણ સામેલ હોય છે. વોરન્ટી દરમિયાન ઉપકરણોમાં કોઇપણ પ્રકારની તકલીફ કે સમસ્યા પેદા થાય તો તેના સમારકામની જવાબદારી કંપનીની રહે છે.

હાલ આ કંપની ૧૩૦૦ કરતા પણ વધારે ગ્રાહકોને પોતાની સેવાઓ પૂરી પાડી રહી છે જેમાં મોટાભાગના ઘરેલૂ ગ્રાહકો છે પણ હવે તે વોડાફોન, ઇન્ફોસિસ અને એસબીઆઈ જેવા મોટા કોર્પોરેટ્સ પર પણ પોતાની નજર ઠેરવીને બેઠી છે. રવિ અનુસાર તેમને મળતી ૪૦ ટકા ગ્રાહકો એવા હોય છે જેઓ પહેલા તેમની સેવાનો લાભ ઉઠાવી ચુક્યા હોય છે અને ફરી વાર તેમની સાથે જોડાવા માગતા હોય છે. તેમનો કસ્ટમર બેઝ પણ વાર્ષિક ૩૦ ટકાના દરે વધી રહ્યો છે અને કંપનીનું અનુમાન છે કે આવનારા સમયમાં તે ૬૦ ટકાના દરે વધશે.

image


ભવિષ્યની યોજનાઓ

તેમની યોજના ગ્રાહકોને જૂના ઉપકરણો વેચવા અને ખરીદવાના ક્રમમાં ‘સેવા’ની વોરન્ટી આપવાની બાબતનું સમર્થન પ્રદાન કરવાની છે. આ સેવા જલ્દી જ ઉપલબ્ધ થનારી તેમની મોબાઇલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ થશે. કંપની આગામી સમયગાળા દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પોતાનો પગદંડો જમાવવાની વિચારણા કરી રહી છે.

પોતાના લાંબાગાળાની યોજના હેઠળ ‘સેવા’ ઈ-વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યાનું સમાધાન રજૂ કરવાની પોતાની યોજના પર પણ કામ કરી રહી છે. તેના સંસ્થાપકના જણાવ્યા પ્રમાણે,

“અમે મશીનોના સમારકામની સાથે જ તેમની સાર-સંભાળનું પણ કામ કરીએ છીએ તેથી અમને પહેલાં જ ખબર પડી જાય છે કે મશીન હવે ઉપયોગ કરવા લાયક છે કે પછી બેકાર બની ગયું છે. તે સિવાય આ વાતની પણ પૂરી સંભાવના છે કે ગ્રાહકો પોતાની પાસે રહેલા આવા કચરાનો નિકાલ કરવા માટે અમારો જ સંપર્ક કરે. આ બજાર અને લોજિસ્ટિક્સ એકસમાન જ છે તેથી અમારા માટે આમ કરવુ ખૂબ સરળ રહેશે.”

યોરસ્ટોરીનો નિષ્કર્ષ

જોકે આ જટિલતાઓ અને કૃત્રિમતાથી ભરપૂર એક અલગ જ ક્ષેત્ર છે તેમ છતાં પણ આ સ્ટાર્ટઅપ ખરીદવા અને વેચવા ઉપરાંત ઈ-વેસ્ટના મેનેજમેન્ટ જેવા નવા ક્ષેત્રમાં પણ ઘણું સારું કામ કરી રહ્યું છે. આ પણ એક હકીકત છે કે સમારકામ કરનારા કારીગરોને પોતાની સાથે જોડવા મુશ્કેલ કામ છે પણ તે બાબત જ આ સ્ટાર્ટઅપને બીજા કરતા અલગ બનાવે છે અને તેને ઘણી આગળ ઊભી રાખે છે.

તે ઉપરાંત કંપની આ ક્ષેત્રમાં સારો દેખાવ કરનારી હેન્ડીહોમ જેવી દિગ્ગજ કંપની સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધી રહી છે. પાછલા દિવસોમાં ઘણો સારો વ્યવસાય કર્યો હોવાની વાતને ધ્યાનમાં લઇને આ જોવું રસપ્રદ રહેશે કે આ પ્લેટફોર્મ કંપનીનાં નફાને વધારવામાં કેટલું પ્રદાન કરવામાં સફળ રહે છે.

લેખક- તરુશ ભલ્લા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ઇકો-ફ્રેન્ડલી 'ચાય પોઈન્ટ', ચા-સમોસાની ડિલિવરી માટે થાય છે ઇલેક્ટ્રિક બાઈકનો ઉપયોગ!

'WickedRide.in' પર આવો અને ભાડેથી મેળવો હાર્લી ડેવિડસન બાઈક!

નોકરિયાત લોકોનાં જીવનમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક આપવાનો પ્રયાસ એટલે FitGo

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags