સંપાદનો
Gujarati

ભૂલી જાઓ ‘Diet’ને.. તમારી મદદ કરશે ‘Revise Diet’! વજન ઘટવાની સાથે સ્વસ્થ જીવન

YS TeamGujarati
27th Oct 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

આત્રેયીની જિંદગીમાં અનેક કસોટીઓ અને પડકારો આવ્યા. પરંતુ તેનાથી આત્રેયીનું વ્યક્તિત્વ વધારે મજબૂત અને સાહસિક બનતું ગયું. ‘Revise Diet’ની સ્થાપના કરનાર આત્રેયીએ તેમનું જીવન બીજા લોકોની મદદ કરવા માટે સમર્પિત કર્યું છે. તે લોકોને ભૂખ્યા રહીને વજન ઘટાડવાની સલાહ નથી આપતી પરંતુ લોકો પોતાના સ્વસ્થ જીવન વિષે વિચારે તેવા પ્રયાસો કરે છે અને એ પણ યોગ્ય આહાર લઈને.

image


આત્રેયીએ ઉદ્યોગસાહસિકતાની શરૂઆત 17 વર્ષની ઉંમરે જ કરી દીધી હતી જ્યારે તે પોતાના પિતાના ઉદ્યમ ‘Proniak Forge and Flaanges’ માં તેમની સાથે કામ કરતી હતી. 23 વર્ષની ઉંમરે એક દુર્ઘટનામાં તેના એક પગનું ઘૂંટણ તૂટી ગયું. જેના કારણે તેને એક વર્ષ સુધી પથારીમાં જ રહેવું પડ્યું. આ આત્રેયી માટે ખૂબ જ નિરાશાવાદી સમય હતો. હરવા–ફરવા માટે પણ બીજાનો સહારો લેવો પડતો હતો. તેણે જાતે ચાલવામાં 14 મહિનાનો સમય લાગ્યો. પરંતુ તે પોતાના ઘરની પાસે જ આવેલા પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રમાં જોડાઇ ગઇ. પોતાના સમયનો સાચો ઉપયોગ કર્યો. ત્યાં તે પોતાની મદદ તો કરતી જ અને સાથે વિજ્ઞાન પણ શીખતી. સંપૂર્ણપણે ઠીક થયા બાદ, આત્રેયી આઇઆઇએમ બેંગલુરુંના NSR સેલમાં જોડાઇ ગઇ. પોતાનો કોર્સ પૂરો કર્યા બાદ પણ તેને આઇટીમાં જોબ ના મળી. તે જણાવે છે કે, “ખુદ મારા પિતાના એક મિત્રની પણ બેંગલોરમાં કંપની હતી પણ તેમણે પણ મને નોકરી ના આપી.”

આવી રીતે ‘Revise Diet’નો જન્મ

ઘરમાં બેસી રહેવાની જગ્યાએ આત્રેયી આઇઆઇએમ બેંગલુરું ગઇ અને ત્યાં તેણે એક શોધકર્તાના રૂપમાં કામ કરવાની શરૂઆત કરી. અને પીએચડી કરવા અંગે વિચાર્યું. અહીંયા જ તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ જેમની સાથે તેમણે પાછળથી લગ્ન પણ કર્યા. તેઓ ત્યાં જ રહીને ફૂડ બ્લોગ લખવાની શરૂઆત કરી. તેમણે મસાલેદાર ભારતીય ભોજનના સ્વાસ્થ્યપ્રદ સ્વરૂપો વિકસાવ્યા. અને આ રીતે ‘Revise Diet’નો જન્મ થયો, તેમનો બ્લોગ ઘણો સફળ રહ્યો.

એક નવી ચેલેન્જની થઇ શરૂઆત

આઇઆઇએમ બેંગલુરુંમાં તેમની નોકરી પણ ખૂબ જ સારી ચાલી રહી હતી. પરંતુ આત્રેયી માટે આ કસોટીઓની તો એકમાત્ર શરૂઆત હતી. તે એક અન્ય દુર્ઘટનાની શિકાર બની અને તેને ફરીથી એજ ઘૂંટણ પર વાગ્યું. થોડા મહિના બાદ તેમના પગનું હલન–ચલન સંપૂર્ણપણે બંધ થઇ ગયું. આત્રેયીને પગના લીધે જે તકલીફો થવાની હતી તેના માટે તે પહેલેથી જ તૈયાર હતી. તેમણે આઇઆઇએમ બેંગલુરુંમાંથી બ્રેક લીધો અને જે ડૉક્ટર પાસે પહેલા ઇલાજ કરાવ્યો હતો તેની પાસે પાછી ગઇ. આત્રેયી કહે છે, “આ સમયે મેં નક્કી કર્યું હતું કે હું આ ક્ષણનો પણ એક આનંદ લઇશ.” કહેવાય છે ને કે દરેક કાળા વાદળા પછી એક નવી સવાર થાય છે. તેમને ગુજરાતના પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર દ્વારા હકારાત્મક પ્રતિક્રિયાઓ મળી. સર્જરી કરવાના બદલે ડૉક્ટરે તેમને વજન ઉતારવાની સલાહ આપી, પરંતુ હલન ચલન વગર વજન ઉતારવું તેમના માટે ઘણું મુશ્કેલ હતું. તે યોગ જેવા હળવા વ્યાયામ કરવા લાગી અને ખોરાક પર સમજ કેળવી. જેના કારણે તે ઝડપથી ઠીક થવા લાગી અને બેંગલુરું પાછા જવાનો પ્લાન બનાવ્યો.

image


આત્રેયી જણાવે છે, “વજન ઓછું કરવા અંગે નહીં પણ પોતાના સ્વાસ્થ્ય અંગે વિચારો. હું લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માંગું છું. સ્વસ્થ રહેવું એ કંઈ મુશ્કેલ કાર્ય નથી. ભોજનની સમજ, જીવનમાં ધીરજ અને મનની શાંતિ હશે તો તમે પણ સ્વસ્થ જીવન જીવી શકો છો.”

તેમણે પેતાના એક મિત્ર સાથે બિઝનેસની શરૂઆત કરી. સ્ટાર્ટઅપે તેજી ત્યારે પકડી જ્યારે તેમના પ્રથમ ગ્રાહકે 2 મહિનામાં 12 કિલો વજન ઓછું કર્યું. અને ધીરે ધીરે સ્ટાર્ટઅપ word of mouth દ્વારા પ્રખ્યાત થવા લાગ્યું. એક વર્ષમાં આત્રેયીએ લગભગ 100 ગ્રાહકોની મદદ કરી. જેમાંથી વધારે પડતી મહિલાઓ હતી. આ સમયે ‘Revise Diet’ પુરુષ, મહિલા અને બાળકોની સાથે ભારતભરમાં કામ કરી રહ્યું છે. બે વર્ષમાં આત્રેયીએ 200 લોકોને તેમના સામાન્ય ભોજન દ્વારા જ વજન ઓછું કરવામાં મદદ કરી. તેમની ફી મહિનાની 1200 રૂપિયા છે. આત્રેયી વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માંગે છે. તે વજન ઘટાડવાની સાથે સાથે જૂના રોગોનો ઇલાજ પણ કરે છે.

image


આત્રેયીએ ‘MSc in food and nutrition’ માં એડમિશન લીધું છે. અને ન્યુટ્રીશન તેમજ પ્રાકૃતિક ચિકિત્સામાં પોતાના જ્ઞાનને જોતા તે પોતાના સ્ટાર્ટઅપ માટે રકમ ભેગી કરી આવનારા ટૂંક સમયમાં ઓછામાં ઓછા 80,000 લોકોને પોતાની સાથે જોડવા માટે વિચારી રહી છે.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો