ઈમેજ કન્સલટેશન દ્વારા મહિલાઓને સશક્ત બનાવતી મોનિકા ગર્ગ
“તમારી ઈમેજ એ તમારું શ્રેષ્ઠ વિઝિટિંગ કાર્ડ છે” તેમ કહેવું છે મોનિકા ગર્ગનું, જે નવી દિલ્હીમાં લક્ઝરી ઈમેજ કન્સલટૅન્સીની એક અકૅડ્મી ‘ઈન્ટરનેશનલ લક્ઝરી અકૅડમી’ના ડાયરેક્ટર છે.
ઈમેજ, સ્ટાઈલ, ફેશલ, કલર અને ઍટિકેટમાં અનેક સર્ટિફાઈડ ઈમેજ માસ્ટર્સ પાસેથી ટ્રેઈનિંગ લઈ ચૂકેલી મોનિકા, ન્યૂયોર્કની ‘ઍટિકેટ સ્કૂલ ઑફ મેનહૅટ્ટન’ની એક સર્ટિફાઈડ ટ્રેઈનર છે. વધુમાં, તેમણે સ્વિટઝરલૅન્ડની ‘ઈન્સ્ટિટ્યૂટ વિલા પેરેફૂ’ માંથી વિવિધ સર્ટિફિકેટ કોર્સીસ પણ કર્યા છે, જેના લીધે તેમની મહિલાઓના ઈમેજ એન્હેન્સમેન્ટની કુશળતામાં વધારો થયો છે.
મારી પાસે જેટલાં લોકો આવે છે, તેમની દરેકની અલગ ચિંતા હોય છે. જ્યારે ઘણાં લોકો તેમના લગ્નનાં દિવસે ઝળહળતા દેખાવાં માંગે છે, તો કેટલાંક લોકો કારકિર્દીમાં આગળ વધવા માટે પોતાની છબી સુધારવા માગે છે. તો એવા વિદ્યાર્થીઓ પણ છે, જેઓ તેમની સમર ઈન્ટર્નશિપ માટે વિદેશ જવા માંગે છે, અને ત્યાં પગ મૂકતાં પહેલાં જ પોતાની છબીને સુધારવા માંગે છે. ચિંતાઓ પણ વિવિધ છે, અને તેમના ઉકેલો પણ એટલાં જ વિવિધ છે, પણ અનિવાર્યપણે, આ બધું વ્યક્તિના આત્મવિશ્વાસને વધારવા માટે હોય છે.
જ્યારે ઘણાં લોકોને વ્યવસ્થિત બૉડી લેન્ગવેજ શીખવાડવામાં આવે છે, તો કેટલાક લોકોને ફેશન અને સ્ટાઈલ શીખવાડવામાં આવે છે. એક વ્યક્તિ માટે સામાન્યપણે આઠથી દસ સેશન પૂરતાં હોય છે. તેમની પારસ્પરિક અનુકૂળતા મુજબ, મોનિકા તેમને એક કે બે મહિનાની અંદર ટ્રેઈન કરી દે છે.
મોનિકા વિશે...
મોનિકા વિજ્ઞાન ભણેલી છે. વર્ષ 2010માં, તેમણે છોકરીઓ માટે ઍટિકેટ ટ્રેઈનિંગ સેન્ટરની શરૂઆત કરી હતી. ત્યાં તેઓ દુલ્હનો માટે વિવિધ કોર્સ ચલાવતાં હતાં. અને વર્ષ 2012માં તેમણે ઈમેજ કન્સલટેન્સીની શરૂઆત કરી.
ઓછા રોકાણનો આ વ્યવસાય મોટી આવક આપે છે. મોનિકા કહે છે કે, આવનારા સમયમાં, આ ક્ષેત્ર ઘણી પ્રગતિ કરશે. મોનિકાનાં ઘણાં વિદ્યાર્થીઓએ ઉદ્યોગસાહસિક બનવા માટેની પણ ટ્રેઈનિંગ લીધી હતી અને તેમણે પણ હવે પોતાના ઈમેજ સ્ટૂડિયો શરૂ કરી દીધાં છે.
ઈમેજ કન્સલટેશન દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે, તે સમયનાં દિલ્હીનાં મુખ્યમંત્રી શીલા દિક્ષિત દ્વારા મોનિકાને ‘સમાજ રતન’નું પુરસ્કાર મળ્યું છે. મોનિકા જણાવે છે કે, “અમે સમાજમાં સ્ત્રીઓની જગ્યા બનાવવા માટે, તેમને શિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એકવાર એક નેતાની પુત્રવધુ મારી પાસે મેકઓવર માટે આવી હતી, કારણ કે તેમને લાગતું હતું કે તેઓ મહત્વપૂર્ણ સભાઓમાં તેમના પતિની સાથે હાજરી આપવા માટે વ્યવસ્થિત રીતે ગ્રૂમ્ડ નથી. ગ્રૂમિંગ સેશન બાદ, તેમણે યોગ્ય આત્મવિશ્વાસ તથા ઈમેજમાં સુધાર પણ મેળવ્યો હતો."
મોનિકાની અકૅડ્મી દ્વારા, ભારતમાં આંતરરાષ્ટ્રિય અફિલિએશન સાથે, ઈમેજ કન્સલટેન્સીનો કોન્સેપ્ટ પ્રથમવાર લાવવામાં આવ્યો હતો જેથી આ ક્ષેત્રમાં, વિદ્યાર્થીઓ ઉત્તમ કક્ષાનાં આંતરરાષ્ટ્રિય કોર્સ કરી શકે. હાલમાં, વિવિધ બિઝનેસ વેન્ચર્સમાં કાર્યરત ગંગા ગ્રૂપ ઑફ કંપનીઝનાં બિઝનેસ વેન્ચર, સ્ટાઈલ ઈમેજ પ્રાઈવેટ લિમિટેડનાં ભાગ રૂપે, મોનિકા સફળતાપૂર્વક પોતાની ઈન્ટરનેશનલ લક્ઝરી અકૅડ્મી ચલાવે છે.
મોનિકાની વ્યવસાય વિસ્તારની યોજના
અન્ય શહેરોમાં પોતાની અકૅડ્મીનો વિસ્તાર કરવા ઈચ્છતી મોનિકા, મહિલાઓ માટે નવા કોર્સિસ શરૂ કરવાનું વિચારી રહી છે. એક સંપૂર્ણ બૂટસ્ટ્રૅપ્ડ વેન્ચર હોવાનાં લીધે, મોનિકા હાલ ફંડિગ વિશે નથી વિચારી રહી. તેઓ થોડા જ સમયમાં, લુધિયાનામાં એક સેન્ટર શરૂ કરવાની તૈયારીમાં છે.
મોનિકાને તેમનું કામ ઘણું જ ગમે છે, અને તેઓ જે કંઈ પણ કરે છે, તેના માટે ઘણાં ઉત્સુક રહે છે. તેઓને તેમના વિદ્યાર્થીઓને જાતે જ ટ્રેઈનિંગ આપવામાં ઘણો આનંદ આવે છે. તેઓ કોઈને પોતાનો આદર્શ નથી માનતાં, પણ સખત પરિશ્રમ કરવામાં વિશ્વાસ રાખે છે. આગળ વધવા માટે આ જ એક ઉત્તમ માર્ગ છે, એવું મોનિકા માને છે.
મોનિકાને લાગે છે કે તેમણે યોગ્ય ક્ષેત્રમાં રોકાણ કર્યું છે કારણ કે, આવનારા સમયમાં, ભારતમાં ઈમેજ ક્લિનિક્સનું મોટું માર્કેટ હશે.
મોનિકા કહે છે કે, “દિવસે-દિવસે લોકોમાં પોતાની છબી સુધારવા અંગે જાગૃતિ આવવા લાગી છે, અને આ અમારા માટે સારા સમાચાર છે."