'સોશિયલ એન્ટરપ્રાઈઝ' માટે 10 મિનીટનું અસરકારક પ્રેઝન્ટેશન
રોકાણની વાત આવે ત્યારે મેં મોટાભાગે 25 પાનાનું સાહિત્ય જોયું છે જે શરૂઆતથી અંત સુધી વાંચવાનો મારી પાસે સમય નથી હોતો, તો ક્યારેક એક જ પાનાનું સાહિત્ય હોય છે જેમાં પૂરતા ખુલાસા અને સમજ નથી હોતા. સામાન્ય રીતે સ્ટાર્ટઅપની જે માહિતી છે તે ખૂબ જ ટૂંકી અને અસરકારક તથા મુદ્દાસર હોવી જોઈએ. અન્ય ઉદ્યોગોની સરખામણીએ સામાજિક સાહસોમાં આ વાતનો વધારે ખ્યાલ રાખવો જોઈએ. રોકાણકારોને પાંચ મુખ્ય બાબતો જાણવી હોય છેઃ (1) તમે કોણ છો? (2) મુખ્ય બાબત શું છે?, (3) તમારો ઉકેલ કેવી રીતે અસરકારક સાબિત થશે?, (4) તમારો બિઝનેસ અસરકારક બની સાતત્યતા સાથે આગળ વધશે, (5) તમે તેને માપી શકો છો?
મારી પાસે કેટલાક નમૂના છે જે તમને જણાવશે કે તે કેવી અસરકારક રીતે કામ કરે છે, તે તમને માત્ર 11 સ્લાઈડમાં તમામ માહિતી, મુદ્દાસર અને મહત્વની બાબતો સાથે રજૂ કરવામાં મદદ કરશે જે જાણવાની રોકાણકારને ઈચ્છા હોય છે. તમે રોકાણકાર પાસે જઈને 10 મિનિટનો ડેમો આપી શકો છે અથવા તો તેમને ઈમેલ દ્વારા પણ મોકલી શકો છો. હું એવું માનીશ કે તમારા પ્રેઝન્ટેશન સાથે એક વાતને જોડી દો અને સ્લાઈડને તેને સંલગ્ન બદલતા રહો. તમે આ સ્લાઈડને બે તબક્કામાં પણ વહોંચી શકો છો અને રોકાણકાર સાથેની ચર્ચાના સમયને આ રીતે બમણો પણ કરી શકો છો.
ધ્યાન રાખવા જેવા મહત્વના મુદ્દા
a. તમારી પ્રોડક્ટનું ચિત્ર, તમારા ક્ષેત્ર સાથે સંકળાયેલા ચિત્રો કે તસવીરો, તમારી ટીમની તસવીર, બિઝનેસ મોડલ સમજાવવા ફ્લોચાર્ટ, સંબંધિત કાર્ટૂનનો ઉપયોગ કરવો.
b. લિસ્ટ, કોષ્ટક, ફ્લોચાર્ટ, પ્રોસેસ, ગ્રાફ અને ગ્રોથ જેવી બાબતો બતાવવા માટે પાવરપોઈન્ટના સ્માર્ટ આર્ટ ફિચરનો ઉપયોગ કરવો.
c. બુલેટ પોઈન્ટ્સ દ્વારા ટૂંકા વાક્યોમાં વાત પૂરી કરો. વધુ શબ્દોનો ઉપયોગ કરવો નહીં.
d. તમારા તમામ સ્પેલિંગ સાચા હોવા જોઈઅ.
e. 16 અથવા તો તેની નીચેની સાઈઝના ફોન્ટનો ઉપયોગ કરો.
1 માસ્ટર સ્લાઈડઃ
આપણે સંબંધિત સ્લાઈડ શરૂ કરીએ તે પહેલાં તમારે તમારી માસ્ટર સ્લાઈડનો ક્રમ અને રજૂઆત ચકાસી લેવા.
a. ખાસ કરીને તમારો લોગો યોગ્ય હોવો જોઈએ. માસ્ટર સ્લાઈડમાં તેની ગોઠવણ જમણી બાજુના ખૂણામાં ટોચ પર હોવી જોઈએ. દરેક પાને આ જ ક્રમ જાળવવો.
b. સ્લાઈડના કલર તમારી કંપનીના લોગો અને પ્રોડક્ટની સાથે સુસંગત લાગે તેવા પસંદ કરવા.
c. સ્લાઈડને ક્રમ આપવાનું ન ભુલશો કારણ કે રોકાણકારને તેમાં વધારે રસ હોય છે. તમારે મેન્યુઅલી નંબર આપવાના બદલે ઓટોમેટિક ફોર્મેટ પસંદ કરવું. તેને ડાબી તરફ ખૂણામાં રાખવા.
ટાઈટલ સ્લાઈડ
આ એક સામાન્ય સ્લાઈડ છે પણ અહીંયા તમામ માહિતી હોવી જોઈઅ, જેમકેઃ
a. કંપનીનું નામ લોગો સાથેઃ રોકાણકારને રજિસ્ટર્ડ પ્રાઈવેટ લિમેટિડમાં વધારે રસ હોય છે, તેથી તમારી કંપનીનું નામ (જો હોય તો). તમે કંપનીના નામના બદલે તમારી બ્રાન્ડથી ઓળખાવા માગતા હોવ તો બ્રાન્ડનું નામ જે તમારી કંપની હેઠળ રજિસ્ટર્ડ થયેલી છે.
b. કોન્ટેક્ટ ડિટેઈલઃ મોટાભાગના લોકો આ સ્લાઈડ છેલ્લે રાખે છે, પણ મોટાભાગના રોકાણકારો ત્યાં સુધી સ્લાઈડ જોતા જ નથી અને તેમાં તમારી માહિતી અપૂરતી લાગતા રસ લેતા નથી. તેથી આ સ્લાઈડ આગળ રાખો જેમાં તમારું નામ, ઈમેલ એડ્રેસ, વેબસાઈટ વગેરે પ્રાથમિક માહિતી આપો. તમારા રોકાણકાર સુધી આ માહિતી સરળતાથી પહોંચે તેવી વ્યવસ્થા રાખો.
c. તારીખઃ તમારા ડેકમાં સમયાંતરે પરિવર્તન આવવું જોઈએ. તેના માટે તમારે ફાઈલમાં વી-1 કે વી-2 લખવાની જરૂર થી પણ તેની કરામત હોવી જોઈએ. તેમાં ચોક્કસ ટાઈમલાઈન હોવી જરૂરી નથી. પહેલી અને છેલ્લી સ્લાઈડમાં તારીખ નાખો જે MMYY ફોર્મેટમાં હોય.
સ્લાઈડ 1- સમસ્યા અને તેનું સમાધાન
a. સમસ્યાઃ આ એવી બાબત છે જ્યાં તમારે ગ્રાહકના માનસને ધ્યાનમાં રાખીને તેની સમસ્યાનું વર્ણન કરવાનું છે અને માર્કેટના આધારે તમે તેનો યોગ્ય નિકાલ લાવી શકો છો અથવા તો તેવી તક પૂરી પાડો છો તે સુચવવાનું છે.
i. સમસ્યાનો પ્રકાર કેવો છે તેનું વર્ણન કરો અને સમજાવો (કેટલા લોકોને અસર થશે, કેટલો બગાડ થઈ રહ્યો છે, વગેરે વગેરે)
ii. તમારા દેશ અને વિશ્વમાં તેનું કેવું માર્કેટ છે?
iii. ચાર્ટ, ડેટા અને તસવીરોનો ઉપયોગ કરો
b. માર્કેટમાં ઉપલબ્ધ તત્કાલિન ઉપાયઃ ખૂબ જ ટૂંકાણમાં સચોટ રીતે એક કે બે ઉપાયો જણાવો જે માર્કેટમાં ઉપલબ્ધ હોય અને એ પણ સમાજવો કે નવા ઉકેલની શા માટે જરૂર છે. આ સ્લાડનો ઉદ્દેશ છે,
i. આ સમસ્યાનો કોણ સામનો કરી રહ્યું છે?
ii. તમારી ઓફર અને અન્યમાં શું તફાવત છે? શું ભાવ ખૂબ જ વધુ છે? ગ્રાહકની જરૂરીયાતે સંતોષી શકતા નથી?
iii. વર્તમાન સ્થિતિમાં કામ કરતા અન્ય લોકોના નામ લેવામાં શરમાવું નહીં, પણ તેમનું માન જાળવીને વાત કરવી.
c. તમે સામાજિક સાહસ કરવા જઈ રહ્યા છો તો તેની અસર તમારા બિઝનેસ પર આવશે તેવી સ્પષ્ટતા મગજમાં રાખો જ.
સ્લાઈડ 2- કંપનીનો ઓવરવ્યૂ
આ પહેલો તબક્કો જે તમારી કંપનીને રજૂ કરે છે, તેમાં વર્તમાન સમસ્યા અંગેના તમારા રચનાત્મક ઉકેલની ચર્ચા કરો
a. બે ત્રણ લાઈનમાં જ તમારી કંપની વિશે જણાવો અને તે પણ જણાવો કે તે સમસ્યા સાથે કેવી રીતે કામ કરે છે.
b. ગ્રાહકને ટાર્ગેટ કરોઃ તમારા ગ્રાહકને ટાર્ગેટ કરો, જેમ કે ખેડૂત કે જેની પાસે એકાદ એકર જમીન હોય, અથવા તો એવી માતાઓ જે ઓછી આવકમાં ઘર ચલાવે છે.
c. તમારી કંપની માટે તમારું વિઝનઃ તમારી કંપની માટે તમારું જે વિઝન છે તે રજૂ કરો. અહીંયા મોટા ફલક પર વાત કરવાની છે, પણ તમે વૈશ્વિક ગરીબી નાબુદ કરવાના છો તેવી મોટી વાતો કરવી નહીં. તમારી પ્રોડક્ટ અથવા તો તમારા વિષયને સંલગ્ન જ વાત હોવી જોઈઅ જેમ કે, નાની અને મધ્યમ ખેતી ધરાવતા ખેડૂતોને સિંચાઈની પોષાય તેવી વ્યવસ્થા અને સેવા પૂરી પાડવી વગેરે વગેરે.
d. તમારા મિશનની વિગતઃ તમારા મિશનની વિગત અને સમયમર્યાદાનું વર્ણન કરો, સાથે રોકાણની માહિતી પણ આપો. ઉદાહરણ તરીકે, પાંચ વર્ષમાં તમે મહારાષ્ટ્ર અને ગુજરાતના 1,00,000 નાના ખેડૂતનો સુધી પહોંચવા માગો છો જેમાં તમારી સાથે સ્ટેક હોલ્ડર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, ખેડૂત સંઘ અને એગ્રી યુનિવર્સિટી વગેરે પણ જોડાયેલા હશે. તેના કારણે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ થશે. આ આંકડા થોડા મોટા રાખો પણ વધુ પડતાં નહીં.
સ્લાઈડ 3- તમારી પ્રોડક્ટ-સેવા
a. પ્રોડક્ટઃ
i. તમારી મુખ્ય પ્રોડક્ટ, તેનો ઉપયોગ અને તેની કિંમત વિશે જણાવો
ii. તમારી પ્રોડક્ટની તસવીરો મૂકો
iii. પ્રોડક્ટ કયા તબક્કામાં છેઃ આર એન્ડ ડી અથવા તો ક્લિનિકલ ટેસ્ટિંગમાં કે કોમર્શિયલ રોલઆઉટ વગેરે વિશે સ્પષ્ટતા કરો.
iv. તમે કોઈ પેટન્ટ ફાઈલ કરાવી હોય તો તે પણ જણાવો
b. સેવાઓઃ
i. તમે સેવા કે બિઝનેસ જે પણ કરતા હોય તેની સંપૂર્ણ માહિતી આપો અને ડિસ્ટ્રિબ્યૂશન મોડલ વિશે જણાવો.
ii. તમારી સેવા કયા તબક્કામાં છેઃ પાઈલટ પ્રોજેક્ટ ચાલુ છે, પૂરો થઈ ગયો છે કે પછી આવક શરૂ થઈ ગઈ છે.
iii. તમારા ક્ષેત્રને લગતી તસવીરો મૂકો.
c. સ્પર્ધાઃ
i. તમારા જેવી પ્રોડક્ટ કે સેવા આપતી અન્ય કંપનીઓ વિશે જણાવો અને તમે તેમના કરતા કેમ અલગ છો તેની વધુ માહિતી આપો.
ii. તમારી કિંમતની સરખામણી કરો.
iii. તમારી અને અન્ય કંપનીની સરખામણી માટે કોષ્ટક તૈયાર કરો.
સ્લાઈડ 4. બિઝનેસ મોડલ
આ ખૂબ જ મહત્વની સ્લાઈડ છે જેમાં તમે સમગ્ર કામ મેળવી અથવા ગુમાવી શકો છો.
a. અમલીકરણની યોજનાઃ
કોઈપણ સ્ટાર્ટઅપ સારા અમલીકરણને જ આભારી છે. આ સ્લાઈડ દ્વારા સમજાવો કે તમે કેવી રીતે બજારમાં પ્રવેશ કરશો અને વિસ્તરણ કરશો, પાર્ટનર અને કસ્ટમર કોણ હશે.
તમે જેની સાથે ભાગીદારીની ચર્ચામાં હોવ તેનો પણ ઉલ્લેખ કરો.
b. આવકના સ્ત્રોતઃ
દરેક બિઝનેસમાં આવકના બે થી ત્રણ સ્ત્રોત હોય છે. તમે માત્ર પોઝિટિવ બાબતોને બતાવો અને જણાવો કે સારો બિઝનેસ કરવા અલગ અલગ સ્કિલનો ઉપયોગ કરતા હોવ છો.
c. ખર્ચનું માળખુઃ
i. તમારા મુખ્ય ખર્ચ જણાવોઃ સીઓજીએસ, મેનપાવર, સેલ્સ, માર્કેટિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ, આર એન્ડ ડી વગેરે.
ii. તમારા ખર્ચનું માળખું કેવી રીતે ગોઠવાયેલું છે તે જણાવો. ઉદાહરણ તરીકે રોજના 10 યુનિટ ઉત્પાદન પાછળ પ્રતિ યુનિટ 100 રૂપિયાનો ખર્ચ થાય છે પણ 10,000 યુનિટનું ઉત્પાદન કરવામાં આવે તો પ્રતિ યુનિટ 80 રૂપિયા જ ખર્ચાય છે.
સ્લાઈડ 5- યુનિટનું અર્થતંત્ર (કોષ્ટક દ્વાર)
a. પહેલાં તમારા યુનિટ નક્કી કરો- તે ક્યાં અને કેટલા પ્રમાણમાં છે.
b. મોટાભાગના સાહસમાં યુનિટ ઈકોનોમિક્સ મહત્વનું હોય છે, કારણ કે જો તમારું યુનિટ ઈકોનોમિક્સ કામ ન કરો તો તમને ક્યારેય નફાનો ચોક્કસ આંકડો નહીં મળે.
c. 99 ટકા રોકાણકારો યુનિટ ઈકોનોમિક્સના વર્ણન વગર તમારી વાત માનવા તૈયાર થતા નથી.
d. યુનિટ ઈકોનોમિક્સ દ્વારા તમે જણાવો કે તમારા કેટલા યુનિટ કેટલી સફળતા મેળવી શક્યા છે.
સ્લાઈડ 6- અત્યાર સુધીનો વિકાસ
અમલીકરણ મોટાભાગના સામાજિક સાહસનું સૌથી મોટું જોખમ હોય છે અને તેથી તેને ગ્રાઉન્ડ લેવલથી જ યોગ્ય રીતે ગોઠવવું પડે છે. તમે તમારા સાહસની ઉત્પત્તિથી માંડીને વર્તમાન સ્થિતિની વિગત આપો જેમાં ખાસ ખર્ચ ન થયા હોવાની છાપ વધુ અસરકારક રહેશે.
a. પાઈલટ પ્રોજેક્ટ થઈ ગયા, માઈલસ્ટોન પર પહોંચી ગયા.
b. અત્યાર સુધીના કુલ ગ્રાહકોને આપેલી સેવા અથવા તો વેચેલા માલ અંગેની વિગત આપો.
c. મહત્વાના ગ્રાહકો અથવા ભાગીદારોની માહિતી
d. કામગીરીની તસવીરો અને કેમ્પની વિગતો
e. ભરતી પ્રક્રિયા
સ્લાઈડ 7- મજબૂત મેનેજમેન્ટ અને સલાહકારોની ટીમ
મોટાભાગના સાહસોમાં ટીમની વિગતો કામ કરી જતી હોય છે.અમે એટલે જ જણાવીએ છીએ કે, તમારા રોકાણકાર પુછે તે પહેલાં જ તેને માહિતી આપોઃ
a. કોર મેનેજમેન્ટ ટીમની પ્રોફાઈલ (બુલેટ ફોર્મેટમાં)
i. ટીમના દરેક સભ્યની તસવીર
ii. તેમનું નામ, પદ અને કંપનીમાં તેમની કામગીરી
iii. ગત અનુભવો, વર્ષમાં હોય તો અને કંપનીના નામ સાથે
iv. શૈક્ષણિક લાયકાત
b. વર્તમાન ટીમનું કદ અને ભવિષ્યની ભરતીના આયોજન
c. સલાહકાર સમિતીના નામ અને કામ
સ્લાઈડ 8- એવોર્ડ કે સન્માન અથવા તો મીડિયામાં નોંધ
a. તમને મળેલા એવોર્ડ અથવા મીડિયામાં લેવાયેલી નોંધની માહિતી આપો
b. લોગો અને તમને મળેલા સન્માનના વીડિયો અથવા તસવીરો
સ્લાઈડ 9- વિકાસના આયોજન
આ એવી જગ્યા છે જ્યાં તમારે તમારા વિઝન અને મિશનની ચર્ચા કરવાની છે. તમારે કેવી રીતે કંપનીને એક, બે કે ત્રણ અથવા પાંચ વર્ષમાં આગળ લઈ જવા માગો છો તે જણાવો.
a. તમારી સેવા અથવા પ્રોડક્ટનું વિસ્તરણ
b. તમારા વિકાસને લગતો ગ્રાફ, કેન્દ્રો, આવક, અન્ય બાબતોનું તેમાં વર્ણન કરો.
c. ભૌગોલિક વિસ્તરણ માટે નકશા બતાવો.
સ્લાઈડ 10- આર્થિક આયોજન
a. તે ઉપરોક્ત પ્લાનના અનુસંધાનમાં હોવા જોઈએ.
b. ત્રણથી પાંચ વર્ષના આયોજનો જેમાં કામગીરીનું સરવૈયું હોવું જોઈએ, આર્થિક બાબતોનો ઉલ્લેખ કરવો, કુલ આવક, કુલ નફો, ચોક્કસ ખર્ચ, ટકાવારી વગેરેનું વર્ણન કરવું જોઈએ.
c. પ્રમોટરે કેટલી મૂડી રોકવી પડશે તથા બિઝનેસમાં કુલ કેટલી કેપિટલ જશે તેની માહિતી પણ આપો.
d. કોષ્ટક દ્વારા જરૂરી ભંડોળ અને ક્ષેત્ર જણાવો. તેના દ્વારા તમારે કયા ક્ષેત્રમાં કેટલી મૂડીની જરૂર છે તે સ્પષ્ટ થશે.
સ્લાઈડ-11 પડકારો અને જોખમ
આ મહત્વની સ્લાઈડ છે જેનો સાહસિકો ખાસ ઉલ્લેખ કરતા નથી. તમે જ્યારે તમારી સેવા કે પ્રોડક્સ વેચતા હોવ તો તમારે રોકાણકારને વાસ્તવિકતાથી પરિચિત કરાવવા જ જોઈએ અને તેથી તમારે તેમાં આવતા જોખમો અને પડકારો વિશે પણ માહિતી આપવી જોઈએ. તમે તેનો સામનો કેવી રીતે કરશો તે પણ જણાવો.
a. તમારા મુખ્ય પાંચ નાના કે મોટા જોખમો જણાવો. જેમ કે રોકાણકાર ખસી જવા કે પ્રોડક્ટમાં ફેરફાર થવા વગેરે.
b. કોષ્ટક દ્વારા પડકારો અને તેના ઉકેલની માહિતી આપો.
સ્લાઈડ 12- આભાર
a. તમારા પ્રેઝન્ટેશનને પૂરા કરતા સમયે આભાર માનો અને ઈચ્છા વ્યક્ત કરો, જેમ કે 1,00,000 ગરીબી બાળકોને પાંચ વર્ષ સુધી ભણાવવામાં અમારી મદદ કરો.
b. કોન્ટેક્ટ ડિટેઈલ્સ
આ લેખક મૂળ હિન્દીમાં અદિતી શ્રીવાસ્તવે લખેલો છે જેનો અહીં ગુજરાતીમાં ભાવાનુવાદ રજૂ કરવામાં આવ્યો છે.