દેશનાં સૌપ્રથમ સર્ફિંગ ક્લબમાં જોડાઓ અને સર્ફિંગની મજા લો અને મળો 'સર્ફિંગ સ્વામી'ને
તમે ક્યારેય એવા સાધુ વિશે સાંભળ્યું છે જે આધ્યાત્મિક જ્ઞાન આપવાની સાથે સાથે સર્ફિંગની પણ કળા શીખવવા માટે જાણીતા હોય. મૂળ અમેરિકાના જેક્શનવિલેના રહેવાસી જેક હેનબર એવા જ એક સ્વામી છે જે પોતાની સર્ફિંગની કલા અન્યોને શીખવે છે. જેટલી સરળતાથી તે દરિયાના મોજા પર સર્ફિંગ કરે છે તેટલી જ સરળતાથી ઈન્ટરનેટ સર્ફિંગ પણ કરે છે. છેલ્લાં 50 વર્ષથી સર્ફિંગની દુનિયામાં સક્રિય જેક હવે 'સર્ફિંગ સ્વામી' તરીકે જાણીતા છે. વર્ષ 1972માં તેમણે પારંપરિક ભારતીય આધ્યાત્મના ચિંતનમાં હાથ અજમાવવાનું વિચાર્યું અને તે સમયથી તેઓ સર્ફિંગની દુનિયામાં સમાઈ ગયા. સર્ફિંગ ભારતમાં હજી એટલું લોકપ્રિય નથી અને જેક આ માન્યતાને બદલવાનો સંકલ્પ ધરાવે છે. જેક માટે એ વાત અસ્વિકાર્ય છે કે ભારત જેવા દેશમાં જ્યાં સૌથી મોટી તટરેખા છે ત્યાં વિવિધ ઋતુઓમાં સર્ફિંગ કરવાની સુવિધા આપે તેવા અનેક સ્થળ છે છતાં રહેવાસીઓ સર્ફિંગની સંસ્કૃતિથી સાવ અજાણ છે.
વર્ષ 2004માં તેમણે દક્ષિણ ભારતના કેટલાક યુવાનોને પોતાની સાથે જોડીને મેંગ્લોર ખાતે એક સર્ફિંગ ક્લબની શરૂઆત કરી. તે સમયે તેમની પાસે સર્ફિંગ શીખવા માટે માત્ર આઠ વર્ષનો એક છોકરો રામમોહન સિંહ આવતો હતો. અમે ભારતના સૌથી પહેલાં સર્ફિંગ ક્લબ મંત્રા વિશે વધુ જાણકારી મેળવવા માટે રામમોહન સાથે વિગતે ચર્ચા કરી. રામમોહને સર્ફિંગ કરવા ઉપરાંત સર્ફિંગની ફોટોગ્રાફી કરવાની પણ શરૂઆત કરી અને થોડા સમયમાં તો તે જાણીતો બની ગયો. સર્ફિંગ કરતી વખતે તેની ખેંચેલી તસવીરો દુનિયાભરમાં જાણીતી બની છે. રામમોહન જણાવે છે, "શરૂઆતમાં અમે સર્ફિંગ કરવા માટે ચેન્નાઈ જતા હતા." પોતાને સ્થાપિત કરવા માટે સર્ફિંગ સ્વામીએ મેંગ્લોરને પસંદ કર્યું હતું અને લોકોને મહાસાગરમાં સર્ફિંગનો આનંદ આપવાના ઉદ્દેશથી મંત્રા સર્ફિંગ ક્લબની સ્થાપના કરી હતી.
‘મંત્રા સર્ફિંગ ક્લબ' મૂળ રીતે એક આશ્રમ છે જ્યાં લોકો આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં આવે છે. અમે લોકો દરરોજ સવારે 4 વાગ્યે જાગીને સ્નાનાદી પ્રક્રિયા પૂરી કરી પોતાના મંત્રો અને ધ્યાનમાં જોડાઈ જઈએ છીએ. સવારે 6-30 વાગ્યે સમૂહ મંત્ર બાદ એક પૂજાનું આયોજન કરવામાં આવે છે. ધ્યાન કરવા માટે ઉપયોગમાં લેનારા મંત્રોને અમે મહામંત્ર કે કૃષ્ણમંત્ર કહીએ છીએ. જેક પોતાના વેબસાઈટ પર લખે છે. ત્યારબાદ શરૂ થાય છે સર્ફિંગ. મંત્રા સર્ફિંગ ક્લબ મહેમાનો માટે ખુલ્લી છે અને તે ઈચ્છે તો તેના પરિસરમાં ચાલતા સર્ફિંગના કોચિંગમાં ભાગ લઈ શકે છે અથવા તો તેઓ આ અભ્યાસમાં ભાગ લેવા નોંધણી પણ કરાવી શકે છે.
'મંત્રા સર્ફિંગ ક્લબ' એક વખતે માત્ર છ થી આઠ મહેમાનોને પોતાને ત્યાં રોકાવાની વ્યવસ્થા કરાવી શકે છે અને અપવાદ સ્વરૂપે જો કેટલાક લોકો સર્ફિંગ શીખવા માગતા હોય તો સંખ્યા વધારીને 15 સુધી જવા દેવામાં આવે છે. તે ઉપરાંત ક્લબ ચલાવવા માટે જેક અને તેની ટીમ વેબ ડિઝાઈનિંગથી માંડીને નાળિયેર વેચવા સુધીના કામ કરે છે. રામમોહન વધુમાં જણાવે છે, "અમારી વેબસાઈટ સર્ફિંગના ચાહકોમાં લોકપ્રિય છે. અમે સર્ફિંગ સંબંધિત સાધનો વેચવા માટે એક ઈ-કોમર્સ સ્ટોર પણ ખોલ્યો છે. અમે વર્ષ 2004માં SurfingIndia.net વેબસાઈટની શરૂઆત કહી હતી અને અમને ઘણા સકારાત્મક પ્રતિભાવ મળ્યા હતા. થોડા સમયમાં જ આ વેબસાઈટ એટલી લોકપ્રિય થઈ ગઈ કે ભારતનું પહેલું સર્ફિંગ ક્લબ બનવાથી અમને સમુદ્રના વાસ્તવિક જીવનનો આનંદ લેવા માગતા લોકો પાસેથી અરજીઓ મળવા લાગી. ડોટનેટ ડોમેન અમને ખરેખર એક નેટવર્ક અને ક્લબની અનુભુતિ કરાવે છે."
ક્લબનું સંચાલન વધુ સારી રીતે થાય તે માટે મંત્રા સર્ફિંગ ક્લબ પાસે લગભગ પાંચ લોકોની ટીમ છે જેમાં જરૂરીયાત પ્રમાણે સભ્યોની સંખ્યામાં વધારો-ઘટાડો કરવામાં આવે છે. સર્ફિંગ સ્વામી મોટાભાગે પ્રવાસે હોય છે પણ તેમણે મેંગ્લોરને પોતાનો ગઢ બનાવેલો છે. તે ઉપરાંત આ ક્લબ સર્ફિંગ સાથે જોડાયેલી સ્પર્ધાઓનું પણ આયોજન કરે છે જેમાં ભાગ લેવા માટે દર વર્ષે દુનિયાભરના લોકો મેંગ્લોરમાં આવે છે. પ્રકૃતિનું સન્માન અમારા જીવનનો મહત્વનો ભાગ છે. જેક જણાવે છે, "અમે લોકો પ્રકૃતિને સર્વોચ્ચતાનું પરિબળ માનીને તેનું સન્માન કરવા પ્રેરણા આપીએ છીએ અને તેની સર્વોચ્ચતાની ભાવના પ્રત્યે જાગ્રત કરીએ છીએ. તે ઉપરાંત અમે લોકોને પર્યાવરણ સંરક્ષક થવાની સલાહ આપીને તેમને જંગલો, પર્વતો, નદીઓ, સમુદ્ર વગેરેને પ્રદૂષણથી બચાવવાનું કહીએ છીએ."
મંત્રા સર્ફિંગ ક્લબની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે આ રમત વિશે પૂછનારા લોકોની સંખ્યા વધી રહી છે. તેમણે હાલમાં જ મેક્સિકોમાં સિએરા મોદરના પર્વતોમાં પોતાની નવી યોજના મૂકી છે. તે વિસ્તારના નામને અનુરૂપ તેમણે આ યોજનાનું નામ હૌસ્ટેકા પોટાસિના અને એંકેંડાંટા રાખ્યું છે જ્યાં આવીને લોકો કયાકિંગ, રાફ્ટિંગ, ટ્રાયલ બાઈકિંગ, રેપલિંગ વગેરેનો આનંદ માણી શકે છે.
તે ઉપરાંત મંત્રા સર્ફિંગ ક્લબે હાલમાં જ ચેન્નાઈ ખાતે એક સફળ સમારોહની યજમાની પણ કરી હતી.