તમારી બ્રાન્ડની ગપશપ કરવાનું શ્રેષ્ઠ સ્થળ એટલે 'કપશપ'
સામાન્ય રીતે તમારી કોઈ પ્રોડક્ટની જાહેરાત કરવી હોય તો મોટી એલઈડી લાઈટનું ફોકસ કે પછી અન્ય માધ્યમોની મદદ લેવી પડે છે. ગ્રાહકોની વાત કરીએ તો તેઓ રિવર્સ સાઈકોલોજીથી પણ વિચારતા હોય છે અને તેના કારણે જ તેઓ ક્યારેક મગજ બ્લોક કરીને માત્ર જે વસ્તુઓ જૂએ છે કે સાંભળે છે તે વધારે પસંદ કરે છે. તેનો સીધો અર્થ એવો છે કે ગ્રાહકો એવી વસ્તુ પસંદ કરે છે જેની જાહેરાત આવે છે, જે સમજી શકાય છે અને ખાસ કરીને તેમની અપેક્ષાઓ મુજબની હોય છે. આવા વાતાવરણમાં પણ માર્કેટિંગનો ઘોંઘાટ ચાલુ રહે છે તો બીજી તરફ બ્રાન્ડિંગના પણ મેસેજ આવતા રહે છે જેથી ગ્રાહકો પર ઈમ્પ્રેશન પાડી શકાય.
ચાય પે ચર્ચા
મુઝફ્ફરપુરના સિદ્ધાર્થ સિંહ અને ભોપાલના સનિલ જૈન તેમના ચૈન્નાઈમાં પસાર કરેલા સંઘર્ષમય દિવસોને યાદ કરે છે જ્યારે તેઓ એમબીએની એન્ટ્રન્સની તૈયારી માટે ત્યાં ગયા હતા. એનએનઆઈએમએસ એમબીએની એન્ટ્રન્સ પાસ કર્યા પછી તેમને એક વાતનો ખ્યાલ આવ્યો કે સમગ્ર અભ્યાસ દરમિયાન કટિંગ ચા તેમની અવિતર સાથી રહી છે.
સિદ્ધાર્થ જણાવે છે, "ચા ભારતીયો માટે ખૂબ જ મહત્વની છે અને ખાસ કરીને ચર્ચા દરમિયાન તો ચા હોય જ છે, અથવા તો એમ કહીએ કે ચાની સાથે ચર્ચા તો હોય જ છે. તે સમયે હું પણ મારા મિત્રો સાથે રસ્તાની પાસે એક ખૂણાની દુકાનમાં ચા પીતો અને ફિલ્મો તથા રાજકારણ પર ચર્ચા કરતો. એક વખત મને અનુભવાયું કે મારી જિંદગીની કિમતી 15 મિનિટ મેં કેવી ચર્ચાઓમાં વેડફી નાખી છતાં એમ થયું કે આ સમય ખરેખર ગુણવત્તાસભર, આનંદદાયક અને રાહત આપનારો પસાર થયો હતો. આ એવી સ્થિતિ છે જ્યાં તમારી બ્રાન્ડનું યોગ્ય રીતે પ્રમોશન કરી શકાય છે. તે સમયે મને વિચાર આવ્યો કે આપણે ચાના કપ અને ચાની કિટલીને જ બ્રાન્ડ બનાવીએ તો ત્યાં અન્ય બ્રાન્ડ વિશે પણ સારી ચર્ચા થઈ શકે તેમ છે."
ઉદ્યોગસાહસિકતાની તાલિમ દરમિયાન અંતિમ તબક્કામાં તેમણે 'કપશપ'ના વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું. પહેલાં તો તેણે બજારની સ્થિતિ જાણવા એક અભ્યાસ હાથ ધર્યો.
તેણે વધુમાં જણાવ્યું, "ઓછી જથ્થામાં ચાના કપ લેવા અને તેના પર કંઈક છપાવવું થોડું મુશ્કેલ હતું છતાં મેં 100 કપ લીધા અને તેના પર એક બ્રાન્ડ અને તેની અન્ય ઓફરની માહિતી છપાવીને મારા ઘર પાસેના ચાવાળાને આપ્યા. મેં કેટલાક રોમાંચક અને રસપ્રદ સવાલો તૈયાર કર્યા અને જે લોકો ચા પી લેતા તેમની સાથે હું કપ મુદ્દે ચર્ચા કરતો. તેનું પરિણામ ખૂબ જ અદભૂત આવ્યું. મેં જેટલા પણ લોકો જોડે વાત કરી તેઓ બ્રાન્ડ અને ઓફર વિશે વાત કરી શક્યા અને માત્ર ઔપચારિક નહીં પણ સારી રીતે ચર્ચા કરી. ત્યારે મને વિશ્વાસ આવી ગયો કે આ વિચાર કામ કરી ગયો છે અને કોઈપણ બ્રાન્ડને એસ્ટાબ્લિસ કરવા અને તેનો પ્રચાર કરવા આ સારું માધ્યમ છે."
ચા એક એવું પીણું છે જેના અડ્ડા પર કોઈપણ પ્રકારની ચર્ચા થઈ શકે પછી તે સામાન્ય હોય કે અન્ય કોઈ. આમ જોઈએ તો એક બારી એ માત્ર બારી છે પણ તેની બહાર જોઈએ તો આખું બ્રહ્માંડ ખુલ્લું છે. ખાસ કરીને લોકો શું જુએ છે અને અનુભવે છે તેની ચર્ચા વધારે થતી હોય છે. આ વિચારને કાર્યાન્વિત કરવા અને તેના પર ગંભીર ચર્ચા કરવા તેણે તેના ખાસ મિત્ર અને એમેઝોનના પૂર્વ કર્મચારી સનિલ જૈનને વાત કરી. તે તરત જ તૈયાર થઈ ગયો અને 'કપશપ'નો બિઝનેસ શરૂ થયો.
વિન-વિન-વિનની સ્થિતિ
'કપશપ' એક એવી બ્રાન્ડ તરીકે કામ કરતી હતી જે ત્રણ લોકોને મદદરૂપ હતી, જેમ કે, કપ ઉપર બ્રાન્ડિંગ કરીને અમે ટીસ્ટોલને ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધું જ્યાં બ્રાન્ડ પર ચર્ચા કરી શકાય. અમારા ગ્રાહકોને પબ્લિસિટી મળે અને અન્ય લોકોને નવી વસ્તુ કે સેવા વિશે જાણવા મળે તથા તેની ઓફર અને અન્ય બાબતોની માહિતી મળી. આખરે અને એકંદરે ફાયદો ચા વાળાને પણ થવાનો જેને બ્રાન્ડિંગ કરનારા કપ માટે વધારાનો ચાર્જ ચુકવવામાં આવે.
"અમારો કોન્સેપ્ટ માત્ર સાદા કપ કે પ્લાસ્ટિકના ખરાબ કપ લઈને તેના પર જાહેરાત કરવાનો અને ફાયદો મેળવવાનો નહોતો. સારી ગુણવત્તાના અને રિસાઈકલ કરી શકાય તેવા કપ લાવ્યા હતા. અમે કપ ઉપર પણ ટોપ ક્વોલિટીની ફૂડ ગ્રેડ ઈંક અને અને બાયોડિગ્રેડેબલ કાગળનો જ ઉપયોગ કરતા હતા. આ વિચાર કોર્પોરેટને પણ પસંદ આવ્યો અને અમારા વિચાર તેમની ઓફિસ સુધી પહોંચી ગયા."
ટીવી અથવા તો રેડિયો પર કોઈ જાહેરાત આવે તો તે ગ્રાહકના માનસ પર ક્ષણિક અસર કરી જાય છે પણ ચાના કપ ઉપર જાહેરાત અને બ્રાન્ડિંગ હોય તો તે ગ્રાહકના માનસ પર લાંબાગાળાની છાપ છોડે છે. આ એક એવી બાબત હતી જેના દ્વારા લાંબા ગાળાની અસર ઉપજાવી શકાય તેવી હતી. વ્યક્તિ ચા પીવાની પાંચ કે સાત મિનિટની રિસેસ જેવું રાખે તેમાં પણ તેની પાસે બ્રાન્ડિંગના કપ આવે તે તેની ચર્ચાને રસપ્રદ, અસરકારક અને ફાયદાકારક બનાવે છે, સાથે સાથે તેના માનસ પર લાંબાગાળાની છાપ છોડે છે.
'કપશપ' અત્યારે મુંબઈ, પુના, બેંગ્લુરુ, હૈદરાબાદ, દિલ્હી, નોઈડા અને ગુડગાંવ જેવા ભારતના સાત શહેરોમાં 1,000 ઓફિસ, 400 કોલેજ અને 2,000 રિટેલ ફેરિયાઓમાં પોતાનું નેટવર્ક ધરાવે છે. તેમણે ચા વેચનારાઓને પણ તેમના રસ, જગ્યા, આઈટી પાર્ક, મેન્યુફેક્ચરિંગ હબ્સ, કોલેજ વગેરેના આધારે વહેંચી દીધા છે, જેથી ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી શકાય.
સિદ્ધાર્થ જણાવે છે, "અમારું આ યુનિક મોડેલ કોઈપણ બ્રાન્ડને કોર્પોરેટ ક્યુબિકલ, ક્લાસરૂમ, ઓફિસ અને કોલેજ કેમ્પસ સુધી અસરકારક રીતે પહોંચાડે છે."
કટિંગ માટે ક્યારેય હિંમતને કટ થવા નથી દીધી
તે બંનેએ 'કપશપ' માટે પ્રારંભિક તબક્કામાં તેમની કોર્પોરેટ લાઈફ અને સાહસને સાથે ચાલવા દીધા હતા. તેઓ સવારે નવ થી છ જોબ કરતા અને ત્યાર પછી કપશપનું કામ કરતા.
આ રીતે તેઓ કપરાં તબક્કામાંથી પસાર થઈ ગયા અને વિચારને કાર્યાન્વિત કર્યો. "તેના માટે અમે શહેરના નકશાને ધ્યાનમાં રાખતા અને ચા વેચનારની પસંદગી કરતા જેથી ચોક્કસ વિસ્તારમાં અમે ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી શકીએ. ચાની કિટલી પર કેવા લોકો આવે છે તે તેની આસપાસમાં આવેલી ઓફિસો અને અન્ય ઈમારતો પર આધાર રાખે છે. તેના કારણે જ આઈટી પાર્કની બહારના ચા વેચનારા દ્વારા ટેક્નોલોજી, ગેજેટ વગેરેનું બ્રાન્ડિંગ કરી તો કોલેજની બહારના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે. અમે ચા વેચનારાઓને તેમના સ્થળ અને આસપાસના સ્થળો દ્વારા વિભાજિત કરી દીધા. અમે ચા વેચનારનું લોકેશન જાણવા માટે અમારું એપ વિકસાવ્યું. તે જીઓ લોકેશન દ્વારા ચા વેચનારાના રસ પ્રમાણેના સ્થળો પર ફરતા રહેવાની ખાતરી કરાવતું રહે."
અમે બ્રાન્ડિંગ પણ એવી રીતે કરતા કે તેમાં બધી જ માહિતી હોય છતાં અસ્તવ્યસ્ત હોય જેથી લોકો તેને વાંચીને વધુ માહિતી માટે ચર્ચા કરે. અમે અમારા ચા વેચનારાઓને નવા ડસ્ટબિન પણ આપ્યા. તેના દ્વારા અમને કપ રિસાઈકલ કરવામાં સરળતા રહેતી, માહિતી સરળતાથી પહોંચી જતી અને ટીસ્ટોલ પર પણ ગંદકી થતી નહીં. અમારા નવા પ્રકારના ડસ્ટબિન જોઈને લોકો તેમાં કપ નાખવા આકર્ષાતા.
'કપશપ' દ્વારા દરરોજ કપ મોકલવામાં આવે છે જેથી તેનો દુરુપયોગ ન થયા કે બગાડ પણ ન થાય. તેના માટે તેમણે દરેક શહેરમાં સેન્ટ્રલાઈઝ ગોડાઉન બનાવેલા છે. હાલમાં જ તેમણે બે એરલાઈન્સ જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે જે ફ્લાઈટમાં ચા આપવા દરમિયાન બ્રાન્ડિંગ કરે.
2014માં તેમણે પોતાનું પહેલું કામ શરૂ કર્યું હતું ત્યારે તેમણે કોકાકોલા, સ્નેપડિલ, ફિનોલેક્સ, કોટક સિક્યોરિટીઝ, આઈસીઆઈસીઆઈ પ્રિડેન્શિયલ, વાયકોમ 18, ઓલા કેબ્સ, ઓયો રૂમ્સ, અર્બન ક્લેપ, ટ્રુલી મેડલી, સ્વિગી, ટાઈનીઆઉલ, બાબાજોબ વગેરે સાથે જોડાણ કર્યું હતું. દર મહિને 15 લાખની સરેરાશ સાથે તેઓ 70 લાખની આવક પર પહોંચી ગયા હતા અને ગત ત્રિમાસિક ગાળાથી તો તેમની કંપની નફો કરતી થઈ ગઈ છે.