સંપાદનો
Gujarati

તમારા ‘સેલ્ફ ઈન્ટ્રોડક્શન’ને યાદગાર બનાવો

YS TeamGujarati
10th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

પોતાનો પરિચય આપવાનો હોય, તે સમયે ચોક્કસ તમે મૂંઝવણ અનુભવતા હશો. પરિચય આપી દીધા પછી, યોગ્ય રીતે પરિચય ન આપ્યો હોવાની નિરાશા પણ તમે અનુભવી જ હશે. કાર્યસ્થળ પર અથવા અન્ય કોઈ જગ્યાએ જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને મળો છો ત્યારે, પરિચય આપવાની પ્રથાને તમે પરંપરાગત, નકામું તથા ફરજિયાતપણે કરવામાં આવતું કાર્ય માનો છો.

(image credit – Shutterstock)

(image credit – Shutterstock)


મને પણ આવું જ લાગતું હતું, એટલા માટે નહી, કે હું એવું વિચારતી હતી પણ, મારી આસપાસનાં તમામ લોકોને આવું લાગતું હતું, અને તેમણે આ પ્રક્રિયાને અર્થહીન બનાવી દીધી. આ અર્થહીનતા ચાલી રહી હોવાનાં લીધે, સમય જતાં હું મારા વિશે, તથા મારા પરિચય વિશે તદ્દન અજાણ બની ગઈ. હું અચૂકપણે મોટી વસ્તુઓ વિશે વિચારવા લાગી જેમ કે, હું કોને મળવા જઈ રહી છું, તેઓ કેટલી સફળ વ્યક્તિ છે, મીટિંગનો સંદર્ભ શું છે, હું તે મીટિંગમાંથી શું મેળવી શકું છું. ઘણાં વર્ષો સુધી આમ જ ચાલતું રહ્યું, અને દરેક મીટિંગમાંથી હું નિરાશ, સામાન્ય, અને અર્થહીન વ્યક્તિ તરીકે બહાર આવતી. મેં જ્યાં સુધી મારા બિઝનેસની શરૂઆત નહોતી કરી, ત્યાર સુધી હું જાણતી હતી કે, અન્ય લોકો મારા માટે ઘણાં મહત્વપૂર્ણ છે, અને તેમને પણ આ વાતનો અહેસાસ છે, પણ મારા બિઝનેસની શરૂઆત કર્યા પછી મને સેલ્ફ ઈમેજનો મહત્વનો અહેસાસ થયો. કેટલાંક વર્ષોમાં મને એક વાત સારી રીતે સમજાઈ ગઈ કે, તમે જે રીતે પોતાનો પરિચય આપો છો, તેનાથી એ વાતનો ખ્યાલ આવી જાય છે કે, તમે પોતાની સાથે કેવું વર્તન કરો છો. મારા વ્યવસાયિક તથા સામાજીક જીવનમાં સુધાર થવા માંડ્યો, અને મારો વિશ્વાસ કરો, મારા ‘સેલ્ફ ઈન્ટ્રોડક્શન’ નો એમાં મોટો હાથ હતો.

માટે, હું અહીંયા પાંચ એવી ટૅક્નિક્સ આપી રહી છું, જેથી તમે તમારા સેલ્ફ ઈન્ટ્રોડક્શનને યાદગાર બનાવી શકશો:

1. આને તમે તમારી વાર્તા સમજો

તમે તમારા ઈન્વૅસ્ટર્સ અથવા સંભવિત ક્લાઈન્ટ્સ સાથે વાત કરી રહ્યાં હોવ, યાદ રાખજો કે આ તમારી વાર્તા છે, એટલે તમે તમારા વિશે કોઈ સ્ક્રિપ્ટ વાંચતા હોવ એવી રીતે વાત ન કરી શકો. આને કરુણા તથા પ્રસન્નતા સાથે કહેવું જોઈએ, જાણે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છો. જોકે, લોકો તમારી પ્રોડક્ટ અથવા સર્વિસમાં જ રસ ધરાવતાં હોય છે, પણ તેમની સાથે જોડાણનો ખરો અર્થ તો ત્યારે જ હોય છે, જ્યારે તમે સામેવાળી વ્યક્તિને પણ તેમા સામેલ કરી લો, અને આ વાત માત્ર તમારી ઉપર જ નિર્ભર છે.

2. ટૂંકમાં બોલવું, પણ યોગ્ય રીતે બોલવું

એ વાત સાચી છે કે, લીડર્સ તેમના સંદેશને ઘણાં ઓછા સમયમાં સમજાવી દેતા હોય છે. આમ કરવા માટે, તમારું ઈન્ટ્રોડક્શ ટૂંકુ તથા સુસ્પષ્ટ હોવું જોઈએ. એક આદર્શ ઈન્ટ્રોડક્શનમાં તમારું વર્ક પ્રોફાઈલ, તમારી પ્રોડક્ટ અથવા સર્વિસનો સમાવેશ હોય છે, સાથે જ એમાં એ પણ હાઈલાઈટ કરવું જોઈએ કે તમે અન્યો કરતાં અલગ રીતે કામ કરો છો, અને કઈ વસ્તુના લીધે તમે અનન્ય થઈ પડો છો. આ તમામ વસ્તુઓ હાઈલાઈટ કરવી અત્યંત જરૂરી છે, કારણ કે આ તમારી રીકૉલ વૅલ્યુને વધારી દે છે. તમારે આમાં તમારી એકાદ વ્યક્તિગત માહિતી પણ શેયર કરવી જોઈએ. એક ખરેખર પ્રભાવિત ઈન્ટ્રોડક્શન, 90 સેકેન્ડ્સથી વધુ સમય નહી લે. હા, ચોક્કસપણે તેમાં અપવાદ હોય છે.

3. બાળક જેવા નિખાલસ બનવાથી શરમાશો નહીં

દરેક મનુષ્યમાં એક બાળક જેવી નિખાલસતા હોય છે, જે પ્રસન્નતા સાથે તેમની પાસે અસામાન્ય વસ્તુઓ કરાવે છે. તમારા સ્ટાર્ટઅપ, બિઝનેસ અથવા પ્રોફેશન માટે પણ, મારા મત પ્રમાણે તમારામાં બાળક જેવી નિખાલસતા હશે જ, જેણે તમારી આ યાત્રાની શરૂઆત કરાવી છે, અને પ્લીઝ, ગંભીર અથવા પરિપક્વ દેખાવા માટે, પોતાને પજવશો નહી. આમ કરવાનાં પ્રયાસમાં, આપણાંમાંથી ઘણાં લોકો સજ્જડ અને રોબૉટિક દેખાવા લાગે છે. માટે, તમારી સહજવૃત્તિને બહાર આવવા દો, ખાસ કરીને ત્યારે, જ્યારે તમે કોઈને પોતાનો પરિચય આપતાં હોવ. તમારો જાદુ છવાઈ જશે.

4. પોતાના વ્યક્તિગત સંઘર્ષને શેયર કરો

ઘણાં લોકોને સાચી વાર્તાઓ સાંભળવી ગમતી હોય છે, અને કોઈ પણ સાચી વાર્તા સંઘર્ષ વિના અધૂરી છે. તમારા સ્ટાર્ટઅપની શરૂઆત કરવા માટે, પોતાના વ્યક્તિગત સંઘર્ષને શેયર કરવો, તે પોતાને પ્રસ્તુત કરવા માટેની એક ઉત્તમ રીત છે. આનાથી ખરેખર તમારી હાઈ સેલ્ફ-એસ્ટીમ ઝલકાશે. તમે જેવા છો, એમાં સંતુષ્ટ રહો તથા પોતાની નબળાઈઓને ખુલ્લા દીલથી અપનાવો. આગળ વધો અને કોઈ એક પડકારનો ઉલ્લેખ કરો. લોકો તમને ‘હીરો’ ગણશે.

5. તમારી વ્યક્તિગત પૅશન વિશે વાત કરો

તમે વિચારતા હશો કે, પહેલાં વ્યક્તિગત સંઘર્ષ અને હવે વ્યક્તિગત પૅશન, આ બધું શું ચાલી રહ્યું છે. વૅલ, અમે માત્ર ઇન્ટ્રોડક્શન નહી પણ યાદગાર ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી રહ્યાં છે. અને એક યાદગાર ઇન્ટ્રોડક્શન માટે, તમારી પાસે તમારા પ્રોફેશન કરતાં વધું કંઈક પણ હોવું જોઈએ. કેટલાક વ્યક્તિગત ઇન્ટ્રેસ્ટ હોય જે તમને જીંદગી સાથે જોડે છે. તેનું વર્ણન કરવાથી શરમાશો નહીં. કાર્ય સિવાય પણ અન્ય પૅશન હોવાને લીધે, લોકો તમારું સમ્માન કરશે. આ વાત તમને અતિ પ્રભાવશાળી તથા વખાણયોગ્ય બનાવી દેશે.

તો, આ ટૅક્નિક્સની મદદથી, તમે જ્યારે પણ તમારું ઇન્ટ્રોડક્શન આપશો તો છવાઈ જશો.


લેખક- શ્રેયા ઢિંગ્રા

અનુવાદક- નિશિતા ચૌધરી


(Disclaimer: The views and opinions expressed in this article are those of the author and do not necessarily reflect the views of YourStory)


આ પ્રકારના અન્ય માર્ગદર્શક આર્ટીકલ્સ વાંચવા અમારું Facebook Page લાઈક કરો

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો