અમદાવાદની મહિલા ઉદ્યોગસાહસિકો માટે ખાસ ઇવેન્ટનું આયોજન, એક્સપર્ટ્સ આપશે સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન
જેમ દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ આગેકૂચ કરી રહી છે, ત્યારે સ્ટાર્ટઅપ/ઉદ્યોગસાહસિક ક્ષેત્રમાં પણ મહિલાઓ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે મહિલાઓને આ અંગેનું યોગ્ય માર્ગદર્શન અને સમાન તકો મળે તે માટે હેડસ્ટાર્ટ અમદાવાદ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકો માટે એક ખાસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદની મહિલા ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ ક્ષેત્રના નિષ્ણાતો માર્ગદર્શન આપશે. આ ઇવેન્ટમાં ઇન્ડસટ્રી નિષ્ણાતો તેમના અનુભવો શેર કરશે અને મહિલાઓને દરેક તબક્કે આવતા પડકારોથી વાકેફ કરી તેની સામે જીત મેળવવાની દિશામાં ગાઈડ કરશે. સાથે જ આ ઇવેન્ટમાં ભાગ લેનાર મહિલા ઉદ્યોગસાહસિકો તેમની મૂંઝવણો, સમસ્યાઓ પણ નિષ્ણાતો સમક્ષ મૂકી શકશે.
આ કાર્યક્રમનું આયોજન તારીખ 2 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધીનો છે.
ઇવેન્ટનું સ્થળ : Ahmedabad Management Association (AMA)
આ કાર્યક્રમમાં કોણ ભાગ લઇ શકશે?
એ મહિલા ઉદ્યોગસાહસિકો,
- જેમનું સ્ટાર્ટઅપ હજી શરૂઆતના તબક્કામાં હોય, સ્ટાર્ટઅપ તેની શરૂઆતના 1થી 3 વર્ષમાં હોય
- લાંબા સમયથી જે મહિલાઓ નાના પાયે બિઝનેસ કરે છે અને ભવિષ્યમાં તે બિઝનેસને મોટા પાયે વિસ્તારવાનું આયોજન હોય
- જેમનું સ્ટાર્ટઅપ હજી આઈડિયા સ્ટેજમાં હોય, પણ સાથે તેને લઈને પૂરતું માર્કેટ રીસર્ચ કરેલું હોય તેમજ જેમણે તેમનું બિઝનેસ મોડેલ તૈયાર કરી લીધી હોય
આ ઇવેન્ટમાં રજીસ્ટર કરવાની અંતિમ તારીખ 28 જુન, 2016 છે.
રજિસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો
આ ઇવેન્ટના મેન્ટર્સ:
પારુલ મહેતા- કૉ-ફાઉન્ડર, Motif Inc.
શ્રીયા દામાણી- CEO & Director, SkyQuest Technology Group
રાજેશ અસરાની- પ્રોફેસર & Dean, GLS યુનિવર્સીટી
આ ઇવેન્ટને લગતી વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો